ફાયર સેફ્ટી સર્ટીફિકેટ ન હોવાથી મનપાએ 83 યુનિટને સીલ માર્યા

- શહેરના 4 બિલ્ડીંગ-એકમને સીલ મારતા વેપારીઓમાં દોડધામ - નોટિસ બાદ પણ ફાયર સેફ્ટીની સાધનો નહીં નખાવતા મનપાએ કડક કાર્યવાહી હાથ ધરી : આગામી દિવસોમાં સીલિંગ કાર્યવાહી યથાવત રહેશે ભાવનગર : ભાવનગર શહેરમાં ફાયર સેફ્ટી સર્ટીફિકેટ મેળવી લેવા માટે મહાપાલિકાના ફાયર વિભાગે વારંવાર જણાવેલ છે અને નોટિસ પણ આપેલ છે તેમ છતા ઘણા બિલ્ડીંગ-એકમમાં હજુ સુધી ફાયર સેફ્ટીના સાધનો નખાવ્યા નથી તેથી મહાપાલિકાના ફાયર વિભાગે સીલ મારવાની કામગીરી હાથ ધરી છે. આજે શુક્રવારે ફાયર વિભાગ ચાર બિલ્ડીંગ-એકમના ૮૩ યુનિટ સીલ મારતા વેપારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. મહાપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વીસીઝ વિભાગ દ્વારા આજે શુક્રવારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ કુલ ૪ બિલ્ડીંગ/એકમને ફાયર સેફ્ટી સર્ટીફિકેટ (ફાયર એન.ઓ.સી) ન હોવાના કારણે સીલ કરવામાં આવેલ છે, જેમાં ઘોઘા સર્કલ પર આવેલ કલરવ કોમ્પ્લેક્સ (૧૦ યુનિટ), કાળીયાબીડમાં આવેલ અર્થ હાઉસ(૧ યુનિટ), ધર્મરાજ કોમ્પ્લેક્સ( ૧ હોસ્ટેલ,૧ એટીએમ, સહિત કુલ ૬૦ યુનિટ) તથા વાઘાવાડી રોડ પર આવેલ અહમ બિલ્ડીંગ (૧૨ યુનિટ)નો સમાવેશ થાય છે. મહાપાલિકાના ફાયર વિભાગની ટીમે સીલ મારવાની કામગીરી હાથ ધરતા વેપારીઓમાં કચવાટ ફેલાયો હતો. ઉલ્લેખનીય છે કે, મહાપાલિકાએ ફાયર સેફ્ટીના મામલે અગાઉ નોટિસ આપી હતી પરંતુ બિલ્ડીંગ ધારકોએ કોઈ પગલા ન લેતા મહાપાલિકાના ફાયર વિભાગે લાલ આંખ કરી છે. ફાયર સેફ્ટીના મામલે સીલ મારવાની કામગીરી આગામી દિવસોમાં પણ શરૂ રહેશે તેમ મહાપાલિકાના સુત્રોએ જણાવેલ છે. સીલ મારવાની કામગીરી કરાતા વેપાર-ધંધા ઠપ્પ ભાવનગર શહેરમાં ફાયર સેફ્ટીના મામલે મહાપાલિકાના ફાયર વિભાગે જુદા જુદા બિલ્ડીંગ અને એકમમાં સીલ મારવાની કામગીરી હાથ ધરી છે અને અત્યાર સુધીમાં આશરે ૧પથી વધુ બિલ્ડીંગ-એકમને સીલ કરવામાં આવ્યા છે, જેમાં દુકાન, ઓફીસ સહિતના યુનિટનો સમાવેશ થાય છે. મહાપાલિકાએ સીલ મારવાની કામગીરી કરતા વેપાર-ધંધા ઠપ્પ થઈ ગયા છે તેથી વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે.  

ફાયર સેફ્ટી સર્ટીફિકેટ ન હોવાથી મનપાએ 83 યુનિટને સીલ માર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- શહેરના 4 બિલ્ડીંગ-એકમને સીલ મારતા વેપારીઓમાં દોડધામ 

- નોટિસ બાદ પણ ફાયર સેફ્ટીની સાધનો નહીં નખાવતા મનપાએ કડક કાર્યવાહી હાથ ધરી : આગામી દિવસોમાં સીલિંગ કાર્યવાહી યથાવત રહેશે 

ભાવનગર : ભાવનગર શહેરમાં ફાયર સેફ્ટી સર્ટીફિકેટ મેળવી લેવા માટે મહાપાલિકાના ફાયર વિભાગે વારંવાર જણાવેલ છે અને નોટિસ પણ આપેલ છે તેમ છતા ઘણા બિલ્ડીંગ-એકમમાં હજુ સુધી ફાયર સેફ્ટીના સાધનો નખાવ્યા નથી તેથી મહાપાલિકાના ફાયર વિભાગે સીલ મારવાની કામગીરી હાથ ધરી છે. આજે શુક્રવારે ફાયર વિભાગ ચાર બિલ્ડીંગ-એકમના ૮૩ યુનિટ સીલ મારતા વેપારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. 

મહાપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વીસીઝ વિભાગ દ્વારા આજે શુક્રવારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ કુલ ૪ બિલ્ડીંગ/એકમને ફાયર સેફ્ટી સર્ટીફિકેટ (ફાયર એન.ઓ.સી) ન હોવાના કારણે સીલ કરવામાં આવેલ છે, જેમાં ઘોઘા સર્કલ પર આવેલ કલરવ કોમ્પ્લેક્સ (૧૦ યુનિટ), કાળીયાબીડમાં આવેલ અર્થ હાઉસ(૧ યુનિટ), ધર્મરાજ કોમ્પ્લેક્સ( ૧ હોસ્ટેલ,૧ એટીએમ, સહિત કુલ ૬૦ યુનિટ) તથા વાઘાવાડી રોડ પર આવેલ અહમ બિલ્ડીંગ (૧૨ યુનિટ)નો સમાવેશ થાય છે. મહાપાલિકાના ફાયર વિભાગની ટીમે સીલ મારવાની કામગીરી હાથ ધરતા વેપારીઓમાં કચવાટ ફેલાયો હતો. 

ઉલ્લેખનીય છે કે, મહાપાલિકાએ ફાયર સેફ્ટીના મામલે અગાઉ નોટિસ આપી હતી પરંતુ બિલ્ડીંગ ધારકોએ કોઈ પગલા ન લેતા મહાપાલિકાના ફાયર વિભાગે લાલ આંખ કરી છે. ફાયર સેફ્ટીના મામલે સીલ મારવાની કામગીરી આગામી દિવસોમાં પણ શરૂ રહેશે તેમ મહાપાલિકાના સુત્રોએ જણાવેલ છે. 

સીલ મારવાની કામગીરી કરાતા વેપાર-ધંધા ઠપ્પ 

ભાવનગર શહેરમાં ફાયર સેફ્ટીના મામલે મહાપાલિકાના ફાયર વિભાગે જુદા જુદા બિલ્ડીંગ અને એકમમાં સીલ મારવાની કામગીરી હાથ ધરી છે અને અત્યાર સુધીમાં આશરે ૧પથી વધુ બિલ્ડીંગ-એકમને સીલ કરવામાં આવ્યા છે, જેમાં દુકાન, ઓફીસ સહિતના યુનિટનો સમાવેશ થાય છે. મહાપાલિકાએ સીલ મારવાની કામગીરી કરતા વેપાર-ધંધા ઠપ્પ થઈ ગયા છે તેથી વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે.