ભાજપની સંકલન બેઠકમાં જર્જરિત મકાન, સીલિંગ કામગીરીનો મુદ્દો ગુંજ્યો

- મહાપાલિકાની કડક કામગીરીના પગલે ભાજપના નગરસેવકોની મુંઝવણ વધી - વેપારી સહિતના લોકો પદાધિકારીઓ અને નગરસેવકોને રજૂઆત કરે છે પરંતુ અધિકારીઓ માનતા નથી, ભાજપની વોટ બેન્કને અસર થવાની ચર્ચા ભાવનગર : ભાવનગર મહાપાલિકામાં આજે સ્ટેન્ડીંગ કમિટિની બેઠક હતી અને આવતીકાલે સાધારણ સભા છે, જેના પગલે આજે શુક્રવારે ભાજપની સંકલન સમિતિની બેઠક મળી હતી, જેમાં ઠરાવ પાસ કરવા સહિતી સમીક્ષા થઈ હતી. આ બેઠકમાં જર્જરીત મકાન અને ફાયર સેફ્ટીના પ્રશ્ને સીલ મારવાની કામગીરીને લઈ ભાજપ નગરસેવકોએ રોષ ઠાલવ્યો હતો. શહેર ભાજપ કાર્યાલય ખાતે આજે શુક્રવારે બપોરના સમયે ભાજપની સંકલન સમિતિની બેઠક મળી હતી, જેમાં મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન સહિતના પદાધિકારીઓ અને ભાજપના નગરસેવકો હાજર રહ્યા હતાં. આ બેઠકમાં સ્ટેન્ડીંગ કમિટિ અને સાધારણ સભામાં કયાં ઠરાવો બહાલી આપવી અને કયાં ઠરાવો રદ કરવા વગેરે સમીક્ષા કરવામાં આવી હોવાનુ સુત્રો પાસેથી જાણવા મળેલ છે. આ બેઠકમાં પદાધિકારીઓ અને નગરસેવકોએ મહાપાલિકાની જર્જરીત મકાન અને ફાયર સેફ્ટીની કામગીરીને લઈ રોષ લઈ વ્યકત કર્યો હતો. મહાપાલિકા દ્વારા જર્જરીત મકાન રીપેરીંગ કરાવવા અને ખાલી કરવા નોટિસ આપવામાં આવે છે. આ ઉપરાંત ફાયર સેફ્ટીના મામલે સીલ મારવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેના પગલે વેપારી સહિતના લોકો પદાધિકારી અને ભાજપના નગરસેવકોએ રજૂઆત કરે છે તેમજ કકળાટ કરે છેે. આ બાબતે પદાધિકારીઓ અને ભાજપ નગરસેવકોએ ભાજપ શહેર પ્રમુખને રજૂઆત કરી હતી તેમજ યોગ્ય નિર્ણય કરવા ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, શહેરમાં હાલ મહાપાલિકાએ જર્જરીત મકાન અને ફાયર સેફ્ટીના પ્રશ્ને કડક કાર્યવાહી કરતા લોકોમાં રોષ ફેલાયો છે. મનપાનુ તંત્ર નિયમ મુજબ કામગીરી કરી રહ્યુ છે તેથી પદાધિકારી અને ભાજપના નગરસેવકોની વાત ધ્યાને લેતા નથી તેથી હાલ ભાજપના સભ્યોની પરેશાની વધી છે. આગામી ચૂંટણીમાં ભાજપની વોટ બેન્કને અસર થવાની ભીતિ રહેલી છે તેવી ચર્ચા સાંભળવા મળી હતી.

ભાજપની સંકલન બેઠકમાં જર્જરિત મકાન, સીલિંગ કામગીરીનો મુદ્દો ગુંજ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- મહાપાલિકાની કડક કામગીરીના પગલે ભાજપના નગરસેવકોની મુંઝવણ વધી 

- વેપારી સહિતના લોકો પદાધિકારીઓ અને નગરસેવકોને રજૂઆત કરે છે પરંતુ અધિકારીઓ માનતા નથી, ભાજપની વોટ બેન્કને અસર થવાની ચર્ચા 

ભાવનગર : ભાવનગર મહાપાલિકામાં આજે સ્ટેન્ડીંગ કમિટિની બેઠક હતી અને આવતીકાલે સાધારણ સભા છે, જેના પગલે આજે શુક્રવારે ભાજપની સંકલન સમિતિની બેઠક મળી હતી, જેમાં ઠરાવ પાસ કરવા સહિતી સમીક્ષા થઈ હતી. આ બેઠકમાં જર્જરીત મકાન અને ફાયર સેફ્ટીના પ્રશ્ને સીલ મારવાની કામગીરીને લઈ ભાજપ નગરસેવકોએ રોષ ઠાલવ્યો હતો. 

શહેર ભાજપ કાર્યાલય ખાતે આજે શુક્રવારે બપોરના સમયે ભાજપની સંકલન સમિતિની બેઠક મળી હતી, જેમાં મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન સહિતના પદાધિકારીઓ અને ભાજપના નગરસેવકો હાજર રહ્યા હતાં. આ બેઠકમાં સ્ટેન્ડીંગ કમિટિ અને સાધારણ સભામાં કયાં ઠરાવો બહાલી આપવી અને કયાં ઠરાવો રદ કરવા વગેરે સમીક્ષા કરવામાં આવી હોવાનુ સુત્રો પાસેથી જાણવા મળેલ છે. આ બેઠકમાં પદાધિકારીઓ અને નગરસેવકોએ મહાપાલિકાની જર્જરીત મકાન અને ફાયર સેફ્ટીની કામગીરીને લઈ રોષ લઈ વ્યકત કર્યો હતો. મહાપાલિકા દ્વારા જર્જરીત મકાન રીપેરીંગ કરાવવા અને ખાલી કરવા નોટિસ આપવામાં આવે છે. આ ઉપરાંત ફાયર સેફ્ટીના મામલે સીલ મારવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેના પગલે વેપારી સહિતના લોકો પદાધિકારી અને ભાજપના નગરસેવકોએ રજૂઆત કરે છે તેમજ કકળાટ કરે છેે. આ બાબતે પદાધિકારીઓ અને ભાજપ નગરસેવકોએ ભાજપ શહેર પ્રમુખને રજૂઆત કરી હતી તેમજ યોગ્ય નિર્ણય કરવા ચર્ચા કરવામાં આવી હતી. 

ઉલ્લેખનીય છે કે, શહેરમાં હાલ મહાપાલિકાએ જર્જરીત મકાન અને ફાયર સેફ્ટીના પ્રશ્ને કડક કાર્યવાહી કરતા લોકોમાં રોષ ફેલાયો છે. મનપાનુ તંત્ર નિયમ મુજબ કામગીરી કરી રહ્યુ છે તેથી પદાધિકારી અને ભાજપના નગરસેવકોની વાત ધ્યાને લેતા નથી તેથી હાલ ભાજપના સભ્યોની પરેશાની વધી છે. આગામી ચૂંટણીમાં ભાજપની વોટ બેન્કને અસર થવાની ભીતિ રહેલી છે તેવી ચર્ચા સાંભળવા મળી હતી.