હરણીમાંથી યુવકનું કારમાં અપહરણ,લૂંટારાઓએ ચાકુ બતાવી G-Pay થી રકમ માંગીઃ યુવકને ફેંકી ફરાર

વડોદરાઃ હરણી સંગમ ચાર રસ્તા પાસેથી કારમાં એક શ્રમજીવી યુવકનું અપહરણ કરી લૂંટી લઇને ફેંકી દેવામાં આવ્યો હોવાનો બનાવ બનતાં કારેલીબાગ  પોલીસે તપાસ હાથ ધરી છે.ન્યુવીઆઇપી રોડ ખાતે સંતોષી નગરમાં રહેતા મૂળ યુપીના વતની ફૂલસિંહ બાધેલે પોલીસને કહ્યું છે કે,તા.૪થીએ સવારે આઠેક વાગે હું સંગમ ચાર રસ્તા પર મજૂરી કામ માટે ઉભો હતો ત્યારે કાળારંગની કારમાં ત્રણ શખ્સ આવ્યા હતા અને સોમા તળાવ પાસે ૩-૪ દિવસનું કલરકામ છે તે જોવા જવાનું છે તેમ કહી મને પાછળ બેસાડીને લઇ ગયા હતા.આ કારમાં દાઢી વાળો એક યુવક ડ્રાઇવરની પાસે બેઠો હતો.જ્યારે પાછળ બેઠેલા યુવકના મોટા વાળ હતા અને ટોપી પહેરેલી હતી.મને કેલનપુર તરફ લઇ જતાં મેં વાંધો લીધો હતો.જેથી એક લૂંટારાએ મને ચપ્પુ બતાવી મારી નાંખવાની ધમકી આપી હતી.યુવકે કહ્યું છે કે,મને કપૂરાઇથી આગળ રોડની અંદરની બાજુએ લઇ જવાયો હતો.મારો દમ ઘૂંટાતો હોવા છતાં લૂંટારા કાચ ખોલતા નહતા.ચાર માળના એક મકાન પાસે રોડ પુરો થતો હતો ત્યાં કાર ટર્ન લઇને ઉભી રાખી આગળ બેઠેલા લૂંટારાએ મને પગે સ્ક્રૂ મારી ફોન નંબર પર જી-પે કરવા કહ્યું હતું.હું જી પે વાપરતો નહિં હોવાથી તેમણે મારો મોબાઇલ અને પકડથી હાથનું ૩૦૦ ગ્રામ જેટલું ચાંદીનું કડુુ તેમજ વિંટી લૂંટી લીધા હતા અને થોડી કાર ચલાવી મને ફેંકી ને ફરાર થઇ ગયા હતા.કારેલીબાગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

હરણીમાંથી યુવકનું કારમાં અપહરણ,લૂંટારાઓએ ચાકુ  બતાવી G-Pay થી રકમ માંગીઃ યુવકને ફેંકી ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાઃ હરણી સંગમ ચાર રસ્તા પાસેથી કારમાં એક શ્રમજીવી યુવકનું અપહરણ કરી લૂંટી લઇને ફેંકી દેવામાં આવ્યો હોવાનો બનાવ બનતાં કારેલીબાગ  પોલીસે તપાસ હાથ ધરી છે.

ન્યુવીઆઇપી રોડ ખાતે સંતોષી નગરમાં રહેતા મૂળ યુપીના વતની ફૂલસિંહ બાધેલે પોલીસને કહ્યું છે કે,તા.૪થીએ સવારે આઠેક વાગે હું સંગમ ચાર રસ્તા પર મજૂરી કામ માટે ઉભો હતો ત્યારે કાળારંગની કારમાં ત્રણ શખ્સ આવ્યા હતા અને સોમા તળાવ પાસે ૩-૪ દિવસનું કલરકામ છે તે જોવા જવાનું છે તેમ કહી મને પાછળ બેસાડીને લઇ ગયા હતા.

આ કારમાં દાઢી વાળો એક યુવક ડ્રાઇવરની પાસે બેઠો હતો.જ્યારે પાછળ બેઠેલા યુવકના મોટા વાળ હતા અને ટોપી પહેરેલી હતી.મને કેલનપુર તરફ લઇ જતાં મેં વાંધો લીધો હતો.જેથી એક લૂંટારાએ મને ચપ્પુ બતાવી મારી નાંખવાની ધમકી આપી હતી.

યુવકે કહ્યું છે કે,મને કપૂરાઇથી આગળ રોડની અંદરની બાજુએ લઇ જવાયો હતો.મારો દમ ઘૂંટાતો હોવા છતાં લૂંટારા કાચ ખોલતા નહતા.ચાર માળના એક મકાન પાસે રોડ પુરો થતો હતો ત્યાં કાર ટર્ન લઇને ઉભી રાખી આગળ બેઠેલા લૂંટારાએ મને પગે સ્ક્રૂ મારી ફોન નંબર પર જી-પે કરવા કહ્યું હતું.હું જી પે વાપરતો નહિં હોવાથી તેમણે મારો મોબાઇલ અને પકડથી હાથનું ૩૦૦ ગ્રામ જેટલું ચાંદીનું કડુુ તેમજ વિંટી લૂંટી લીધા હતા અને થોડી કાર ચલાવી મને ફેંકી ને ફરાર થઇ ગયા હતા.કારેલીબાગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.