Banaskantha News: ધાનેરામાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર સમર્થકો સાથે ભાજપમાં જોડાયા

બનાસકાંઠાના ધાનેરામાં કોંગ્રેસની દશા બેઠીકોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ભાજપમાં જોડાયા ગણેશ કાગ સહિત 10 જેટલા સમર્થકોના કેસરિયા આગામી 7મી મેના રોજ ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ચૂંટણી યોજવાની છે જેને લઈને ઉમેદવારી પત્રકો ભરાઈ ચૂક્યા છે અને આવતીકાલ સુધીમાં ઉમેદવારી પત્રકો પરત ખેંચવામાં આવશે. ત્યારે, અત્યારથી કોંગ્રેસ માટે એક પછી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. બનાસકાંઠામાં વધુ કાર્યકરોએ કેસરિયા કરી લીધા છે. મળતી માહિતી મુજબ, બનાસકાંઠાના ધાનેરાથી પક્ષપલટાના સમાચારો આવી રહ્યા છે. ધાનેરા નગરપાલિકાના કોંગ્રેસના પૂર કોર્પોરેટર સહિત 10 લોકો ભાજપમાં જોડાઈ ગયા છે. ધાનેરામાં ભાજપના લોકસભાના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે કોંગ્રેસના પૂર્વ નગર સેવક પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ગણેશભાઈ કાગ સહિત 10 લોકોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ત્યારે, પૂર્વ કોંગ્રેસ કોર્પોરેટર અચાનક ભાજપમાં જોડાઈ જતાં અનેક તર્કવિતર્કો શરૂ થઈ ગયા છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ગણેશ કાગ પોતાના 10 સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ જતાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે.

Banaskantha News: ધાનેરામાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર સમર્થકો સાથે ભાજપમાં જોડાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બનાસકાંઠાના ધાનેરામાં કોંગ્રેસની દશા બેઠી
  • કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ભાજપમાં જોડાયા
  • ગણેશ કાગ સહિત 10 જેટલા સમર્થકોના કેસરિયા

આગામી 7મી મેના રોજ ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ચૂંટણી યોજવાની છે જેને લઈને ઉમેદવારી પત્રકો ભરાઈ ચૂક્યા છે અને આવતીકાલ સુધીમાં ઉમેદવારી પત્રકો પરત ખેંચવામાં આવશે. ત્યારે, અત્યારથી કોંગ્રેસ માટે એક પછી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. બનાસકાંઠામાં વધુ કાર્યકરોએ કેસરિયા કરી લીધા છે.


મળતી માહિતી મુજબ, બનાસકાંઠાના ધાનેરાથી પક્ષપલટાના સમાચારો આવી રહ્યા છે. ધાનેરા નગરપાલિકાના કોંગ્રેસના પૂર કોર્પોરેટર સહિત 10 લોકો ભાજપમાં જોડાઈ ગયા છે. ધાનેરામાં ભાજપના લોકસભાના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે કોંગ્રેસના પૂર્વ નગર સેવક પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ગણેશભાઈ કાગ સહિત 10 લોકોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ત્યારે, પૂર્વ કોંગ્રેસ કોર્પોરેટર અચાનક ભાજપમાં જોડાઈ જતાં અનેક તર્કવિતર્કો શરૂ થઈ ગયા છે.


કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ગણેશ કાગ પોતાના 10 સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ જતાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે.