Himmatnagar News: ભેટાલી પાસે શટલિયા ઇકોચાલકે ટક્કર મારતાં એક્ટિવાચાલકનું મોત નીપજ્યું

વધુ કમાણી લેવાની લહાયમાં બેફામ દોડતા ખાનગી વાહનો હજી કેટલાનો લોકોના જીવ લેશેનેત્રામલી બેંકમાં કામ પૂરું કરી ઘરે પરત જતા વેળા અકસ્માત નડયો એક એક્ટિવા ચાલકને અડફેટે લેતા તેનું ગંભીર ઇજાને કારણે મોત નિપજયુ હતુ   હિંમતનગર-ઇડર રોડ પર આવેલ ભેટાલી નજીક ગુરૂવારે સવારના સુમારે શટલીયા ઇકોના ચાલકે પોતાનું વાહન બેફામ હંકારીને અહીંથી પસાર થતા એક એક્ટિવા ચાલકને અડફેટે લેતા તેનું ગંભીર ઇજાને કારણે મોત નિપજયુ હતુ. જે અંગે ઇડર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ઘટતી કાર્યવાહી હાથ ધરી છે. આધરભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, હિંમતનગરથી ઇડર સહિત અન્ય સ્થળે દોડી રહેલા ખાનગી વાહનચાલકો વધુ કમાણી કરવાની લ્હાયમાં પોતાના વાહનમાં ખીચોખીચ મુસાફરો ભરીને રોડ પર બેફામ દોડી રહ્યા છે. ત્યારે ગુરૂવારે સવારના સુમારે હિંમતનગરથી ઇડર તરફ જઇ રહેલ ઇકો નંબર જીજે.02.બી.એચ.9364ના ચાલકે મુસાફરો ભરવાની લ્હાયમાં ઇકોને બેફામ હંકારતા ભેટાલી પાસેથી પસાર થઇ રહેલ એક્ટિવા નંબર જી.જે.09.સી.ટી.8599ને અડફેટે લઇ લીધી હતી. જેના લીધે નેત્રામલી બેંકમાં કામ અર્થે ગયેલા પૃથ્વીસિંહનું ગંભીર ઇજાને કારણે મોત નિપજયુ હતુ. જોકે અકસ્માત થયા બાદ તરત જ ગંભીર રીતે ઘવાયેલ પૃથ્વીસિંહને સારવાર માટે ઇડર સિવિલમાં લઇ જવાયો હતો. પરંતુ રસ્તામાં મોત નિપજયુ હતુ. જે અંગે ઇડર પોલીસે ઇકોના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Himmatnagar News: ભેટાલી પાસે શટલિયા ઇકોચાલકે ટક્કર મારતાં એક્ટિવાચાલકનું મોત નીપજ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વધુ કમાણી લેવાની લહાયમાં બેફામ દોડતા ખાનગી વાહનો હજી કેટલાનો લોકોના જીવ લેશે
  • નેત્રામલી બેંકમાં કામ પૂરું કરી ઘરે પરત જતા વેળા અકસ્માત નડયો
  • એક એક્ટિવા ચાલકને અડફેટે લેતા તેનું ગંભીર ઇજાને કારણે મોત નિપજયુ હતુ

  હિંમતનગર-ઇડર રોડ પર આવેલ ભેટાલી નજીક ગુરૂવારે સવારના સુમારે શટલીયા ઇકોના ચાલકે પોતાનું વાહન બેફામ હંકારીને અહીંથી પસાર થતા એક એક્ટિવા ચાલકને અડફેટે લેતા તેનું ગંભીર ઇજાને કારણે મોત નિપજયુ હતુ. જે અંગે ઇડર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ઘટતી કાર્યવાહી હાથ ધરી છે.

આધરભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, હિંમતનગરથી ઇડર સહિત અન્ય સ્થળે દોડી રહેલા ખાનગી વાહનચાલકો વધુ કમાણી કરવાની લ્હાયમાં પોતાના વાહનમાં ખીચોખીચ મુસાફરો ભરીને રોડ પર બેફામ દોડી રહ્યા છે. ત્યારે ગુરૂવારે સવારના સુમારે હિંમતનગરથી ઇડર તરફ જઇ રહેલ ઇકો નંબર જીજે.02.બી.એચ.9364ના ચાલકે મુસાફરો ભરવાની લ્હાયમાં ઇકોને બેફામ હંકારતા ભેટાલી પાસેથી પસાર થઇ રહેલ એક્ટિવા નંબર જી.જે.09.સી.ટી.8599ને અડફેટે લઇ લીધી હતી. જેના લીધે નેત્રામલી બેંકમાં કામ અર્થે ગયેલા પૃથ્વીસિંહનું ગંભીર ઇજાને કારણે મોત નિપજયુ હતુ. જોકે અકસ્માત થયા બાદ તરત જ ગંભીર રીતે ઘવાયેલ પૃથ્વીસિંહને સારવાર માટે ઇડર સિવિલમાં લઇ જવાયો હતો. પરંતુ રસ્તામાં મોત નિપજયુ હતુ. જે અંગે ઇડર પોલીસે ઇકોના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.