Idar News: ઈડરતાલુકાના ઓડામાં મહિલાને દહેજ મામલે ત્રાસઅપાતાં 9 વિરુદ્ધ ફરિયાદ

દહેજ ધારા હેઠળ સાસરિયાઓ સામે ફરિયાદ દાખલદહેજ લઈ આવવાની તેમજ છૂટાછેડા આપી દેવાની ધમકી આપતા ફરિયાદ પાર્થકુમાર રમેશભાઈ પટેલ સાથે વર્ષ 2021માં કરાયા હતા   ઈડર તાલુકાના ઓડા ગામની પરણિત મહિલાને છેલ્લા 3 વર્ષથી પતિ, સાસુ, સસરા તથા અન્ય 6 જણાએ શારીરીક અને માનસિક ત્રાસ આપી પિયરમાંથી દહેજ લઈ આવવા તથા છુટાછેડા આપી દેવાની ધમકી આપતાં સાસરીયાઓના ત્રાસથી દબાણ કરતાં કંટાળેલી આ મહિલાએ બુધવારે 9 જણા વિરૂધ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે ઓડા ગામે રહેતા કિંજલબેન પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેણીના લગ્ન પાર્થકુમાર રમેશભાઈ પટેલ સાથે વર્ષ 2021માં કરાયા હતા. જોકે તેઓ અત્યારે અમદાવાદના નવાવાડજ વિસ્તારમાં રહે છે પરંતુ કિંજલબેનના પતિ પાર્થકુમાર, સસરા રમેશભાઈ રણછોડભાઈ પટેલ, સાસુ મીનાબેન પટેલ, અરવિંદભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, ગૌરવકુમાર અરવિંદભાઈ પટેલ, જીગરભાઈ મહેન્દ્રભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પરષોત્તમભાઈ પટેલ અને મધીબેન મહેન્દ્રભાઈ પટેલ દ્વારા દહેજ મામલે અવાર નવાર શારીરીક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. એટલુ જ નહીં પણ આ સાસરીયાઓએ પિયરમાંથી દહેજ નહીં લાવે તો છુટાછેડા આપી દેવાની ધમકી આપી હતી. જેમાં કિંજલબેનના મામાજી મહેન્દ્રભાઈ અને મામીજી મધીબેન દ્વારા પાર્થકુમારને ચઢામણી કરી ખોટી ઉશ્કેરણી કરાતી હતી, જેથી કંટાળીને કિંજલબેને 9 જણા વિરૂધ્ધ બુધવારે ઈડર પોલીસ સ્ટેશનમાં દહેજ ધારાના ભંગ બદલ ફરિયાદ નોંધાવી હતી.

Idar News: ઈડરતાલુકાના ઓડામાં મહિલાને દહેજ મામલે ત્રાસઅપાતાં 9 વિરુદ્ધ ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દહેજ ધારા હેઠળ સાસરિયાઓ સામે ફરિયાદ દાખલ
  • દહેજ લઈ આવવાની તેમજ છૂટાછેડા આપી દેવાની ધમકી આપતા ફરિયાદ
  • પાર્થકુમાર રમેશભાઈ પટેલ સાથે વર્ષ 2021માં કરાયા હતા

  ઈડર તાલુકાના ઓડા ગામની પરણિત મહિલાને છેલ્લા 3 વર્ષથી પતિ, સાસુ, સસરા તથા અન્ય 6 જણાએ શારીરીક અને માનસિક ત્રાસ આપી પિયરમાંથી દહેજ લઈ આવવા તથા છુટાછેડા આપી દેવાની ધમકી આપતાં સાસરીયાઓના ત્રાસથી દબાણ કરતાં કંટાળેલી આ મહિલાએ બુધવારે 9 જણા વિરૂધ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે ઓડા ગામે રહેતા કિંજલબેન પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેણીના લગ્ન પાર્થકુમાર રમેશભાઈ પટેલ સાથે વર્ષ 2021માં કરાયા હતા. જોકે તેઓ અત્યારે અમદાવાદના નવાવાડજ વિસ્તારમાં રહે છે પરંતુ કિંજલબેનના પતિ પાર્થકુમાર, સસરા રમેશભાઈ રણછોડભાઈ પટેલ, સાસુ મીનાબેન પટેલ, અરવિંદભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, ગૌરવકુમાર અરવિંદભાઈ પટેલ, જીગરભાઈ મહેન્દ્રભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પરષોત્તમભાઈ પટેલ અને મધીબેન મહેન્દ્રભાઈ પટેલ દ્વારા દહેજ મામલે અવાર નવાર શારીરીક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. એટલુ જ નહીં પણ આ સાસરીયાઓએ પિયરમાંથી દહેજ નહીં લાવે તો છુટાછેડા આપી દેવાની ધમકી આપી હતી. જેમાં કિંજલબેનના મામાજી મહેન્દ્રભાઈ અને મામીજી મધીબેન દ્વારા પાર્થકુમારને ચઢામણી કરી ખોટી ઉશ્કેરણી કરાતી હતી, જેથી કંટાળીને કિંજલબેને 9 જણા વિરૂધ્ધ બુધવારે ઈડર પોલીસ સ્ટેશનમાં દહેજ ધારાના ભંગ બદલ ફરિયાદ નોંધાવી હતી.