ચૈત્ર માસના પ્રારંભ પૂર્વે રાજ્યના 7 શહેરમાં ગરમીનો પારો 40ને પાર

ચૈત્ર માસના પ્રારંભ પૂર્વે જ સૂર્યનારાયણના આકરા તેવર જોવા મળ્યા છેઆગામી 5 દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય પાટણમાં ગરમીનો પારો 42 ડિગ્રીને આંબી ગયો હતો. ચૈત્ર માસના પ્રારંભ પૂર્વે જ સૂર્યનારાયણના આકરા તેવર જોવા મળ્યા છે. આજે રાજ્યના 7 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ જોવા મળ્યો હતો. ઉત્તર ગુજરાતમાં ખાનગી વેબસાઈટ મુજબ મહેસાણા અને પાટણમાં ગરમીનો પારો 42 ડિગ્રીને આંબી ગયો હતો. મહત્તમ તાપમાનમાં આગામી પાંચ દિવસ સુધી કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. હવામાન ખાતાની આગાહી મુજબ રાજ્યમાં વાતાવરણ સુક્કું રહેશે. પવનની દિશા ઉત્તર-પશ્ચિમની રહેશે. તાપ અને ભેજયુક્ત હવાની સ્થિતિ દરિયાકાંઠા વિસ્તારોમાં આગામી પાંચ દિવસ અનુભવાશે. તા.12ના રોજ નવસારી, વલસાડ, સુરતમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. તા.13ના રોજ બનાસકાંઠા અને કચ્છમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. અમદાવાદમાં ગરમીનો પારો 40 ડિગ્રીને આંબી ગયો હતો. પાટનગરમાં 39.3 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. સોમવારે ઉત્તર ગુજરાતના પાંચ મહત્વના શહેરો મહેસાણા અને પાટણનું 42 ડિગ્રી, જયારે પાલનપુર, હિંમતનગર અને મોડાસાનું 41 ડિગ્રી મહત્તમ તાપમાન ખાનગી વેબસાઈટ દ્વારા નોંધાયું હતું.

ચૈત્ર માસના પ્રારંભ પૂર્વે રાજ્યના 7 શહેરમાં ગરમીનો પારો 40ને પાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ચૈત્ર માસના પ્રારંભ પૂર્વે જ સૂર્યનારાયણના આકરા તેવર જોવા મળ્યા છે
  • આગામી 5 દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય
  • પાટણમાં ગરમીનો પારો 42 ડિગ્રીને આંબી ગયો હતો.

ચૈત્ર માસના પ્રારંભ પૂર્વે જ સૂર્યનારાયણના આકરા તેવર જોવા મળ્યા છે. આજે રાજ્યના 7 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ જોવા મળ્યો હતો. ઉત્તર ગુજરાતમાં ખાનગી વેબસાઈટ મુજબ મહેસાણા અને પાટણમાં ગરમીનો પારો 42 ડિગ્રીને આંબી ગયો હતો. મહત્તમ તાપમાનમાં આગામી પાંચ દિવસ સુધી કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે.

હવામાન ખાતાની આગાહી મુજબ રાજ્યમાં વાતાવરણ સુક્કું રહેશે. પવનની દિશા ઉત્તર-પશ્ચિમની રહેશે. તાપ અને ભેજયુક્ત હવાની સ્થિતિ દરિયાકાંઠા વિસ્તારોમાં આગામી પાંચ દિવસ અનુભવાશે. તા.12ના રોજ નવસારી, વલસાડ, સુરતમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. તા.13ના રોજ બનાસકાંઠા અને કચ્છમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. અમદાવાદમાં ગરમીનો પારો 40 ડિગ્રીને આંબી ગયો હતો. પાટનગરમાં 39.3 ડિગ્રી ગરમી નોંધાઈ હતી.

સોમવારે ઉત્તર ગુજરાતના પાંચ મહત્વના શહેરો મહેસાણા અને પાટણનું 42 ડિગ્રી, જયારે પાલનપુર, હિંમતનગર અને મોડાસાનું 41 ડિગ્રી મહત્તમ તાપમાન ખાનગી વેબસાઈટ દ્વારા નોંધાયું હતું.