Ahmedabad News : કાળઝાળ ગરમીથી હિટસ્ટ્રોકના કેસમાં થયો વધારો

સોલા સિવિલ હોસ્પિટલમાં હિટસ્ટ્રોકના કેસમાં થયો વધારો બીજી તરફ ઋતુગત બીમારીને લઈ સોલા સિવિલમાં રોજની ઓપીડી 1100ને પાર સોલા સિવિલમાં દૈનિક 30થી વધુ દર્દીઓ લે છે સારવાર અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો થતા ચાર-પાંચ દિવસમાં શહેરની ખાનગી ઉપરાંત સરકારી હોસ્પિટલમાં રોજના 30 થી વધુ જેટલા હિટસ્ટ્રોકના કેસો નોંધાઈ રહ્યા છે. સારવાર માટે હોસ્પિટલો સજ્જ બની છે ત્યારે તડકામાં લાંબા અંતરની મુસાફરી કરતા લોકો આસાનીથી હીટસ્ટ્રોકનો શિકાર બની રહ્યા હોવાનું ડોકટરો જણાવી રહ્યાં છે.બીજી તરફ ઋતુગત બીમારી સાથે હિટસ્ટ્રોકના કેસમાં પણ વધારો થયો છે.અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હીટસ્ટ્રોક માટે 11 બેડની વ્યવસ્થા કરી છે.હીટસ્ટ્રોકથી બચવા પ્રવાહી પદાર્થનું સેવન કરતું રહેવું અમદાવાદમાં આવેલી એશિયાની સૌથી મોટી જાહેર હોસ્પિટલમાં લોકોને હીટસ્ટ્રોકથી બચાવવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. જેમાં સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે અલાયદો હીટસ્ટ્રોક વોર્ડ બનાવવામાં આવ્યો છે. જેમાં 11 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. સદનસીબે હજુ સુધીમાં કોઈ પણ દર્દીને હીટસ્ટ્રોકના કારણે આ વોર્ડમાં દાખલ કરવાની ફરજ પડી નથી. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એપ્રિલ મહિનાની આજની તારીખ સુધીમાં છેલ્લા 20 દિવસમાં અંદાજિત 180 જેટલા લોકો ઝાડા-ઊલટીની ફરિયાદ સાથે આવ્યા હતા. આ ઉપરાંત પણ શરીર અને માથાના દુખાવા સાથે પણ ઘણા દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચે છે. તેથી સ્પષ્ટપણે હીટસ્ટ્રોકના કેટલા દર્દીઓ આવ્યા તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે, તેમ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું હતું. હીટ સ્ટ્રોક પછી તરત જ આ કામ કરો હીટસ્ટ્રોકનો ભોગ બનેલી વ્યક્તિના શરીરને ભીના કપડાથી સાફ કરો. જ્યારે શરીરનું તાપમાન થોડું નીચે જાય, ત્યારે તેને પીવા માટે સામાન્ય પાણી આપો. થોડી વાર પછી માથા પર ભીનો ટુવાલ મૂકો જેથી મન ઠંડુ રહે. શરીરનું તાપમાન નિયંત્રણમાં આવી જાય પછી નવશેકા પાણીથી સ્નાન કરો. જો હીટવેવનો ભોગ બન્યા હો તો તેને ઘટાડવા માટે અપનાવો આ ઘરેલું નુસખા ડુંગળીનો રસ ડુંગળીનો રસ હીટસ્ટ્રોક મટાડવાનો રામબાણ ઈલાજ છે. ઉનાળામાં ઘણીવાર કાચી ડુંગળી ખાવાની સલાહ આપવામાં આવે છે. ઉનાળામાં તમારા આહારમાં ડુંગળીનો સમાવેશ અવશ્ય કરો. હીટસ્ટ્રોકના કિસ્સામાં, એવું કહેવાય છે કે હાથ, પગના તળિયા અને કાનની પાછળ ડુંગળીનો રસ લગાવવાથી શરીરનું તાપમાન ઓછું થાય છે. બે ચમચી ડુંગળીનો રસ કાઢીને હીટ સ્ટ્રોકથી પીડિત વ્યક્તિને પીવો. વરિયાળી પાણી વરિયાળીનું પાણી ઠંડુ છે. જો તમે હીટસ્ટ્રોક અનુભવો ત્યારે આ પીશો તો તમને તરત રાહત મળે છે. આ માટે સૌથી પહેલા એક ગ્લાસ પાણી લો અને તેમાં 2 ચમચી વરિયાળી આખી રાત પલાળી રાખો. તે એક ઉત્તમ માઉથફ્રેશનર પણ છે. આને પીવાથી પાચન શક્તિ પણ સુધરે છે. ધાણા અને ફુદીનાનો રસ હીટ સ્ટ્રોકની સ્થિતિમાં કોથમીર અને ફુદીનાનો રસ પીવાથી ઘણી રાહત મળે છે. રોજ કોથમીર અને ફુદીનાનો રસ પીવો. સ્વાદ વધારવા માટે તમે તેમાં એક ચપટી ખાંડ પણ ઉમેરી શકો છો. તેનાથી હીટ સ્ટ્રોકમાં રાહત મળશે.  

Ahmedabad News : કાળઝાળ ગરમીથી હિટસ્ટ્રોકના કેસમાં થયો વધારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સોલા સિવિલ હોસ્પિટલમાં હિટસ્ટ્રોકના કેસમાં થયો વધારો
  • બીજી તરફ ઋતુગત બીમારીને લઈ સોલા સિવિલમાં રોજની ઓપીડી 1100ને પાર
  • સોલા સિવિલમાં દૈનિક 30થી વધુ દર્દીઓ લે છે સારવાર

અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો થતા ચાર-પાંચ દિવસમાં શહેરની ખાનગી ઉપરાંત સરકારી હોસ્પિટલમાં રોજના 30 થી વધુ જેટલા હિટસ્ટ્રોકના કેસો નોંધાઈ રહ્યા છે. સારવાર માટે હોસ્પિટલો સજ્જ બની છે ત્યારે તડકામાં લાંબા અંતરની મુસાફરી કરતા લોકો આસાનીથી હીટસ્ટ્રોકનો શિકાર બની રહ્યા હોવાનું ડોકટરો જણાવી રહ્યાં છે.બીજી તરફ ઋતુગત બીમારી સાથે હિટસ્ટ્રોકના કેસમાં પણ વધારો થયો છે.અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હીટસ્ટ્રોક માટે 11 બેડની વ્યવસ્થા કરી છે.

હીટસ્ટ્રોકથી બચવા પ્રવાહી પદાર્થનું સેવન કરતું રહેવું

અમદાવાદમાં આવેલી એશિયાની સૌથી મોટી જાહેર હોસ્પિટલમાં લોકોને હીટસ્ટ્રોકથી બચાવવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. જેમાં સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે અલાયદો હીટસ્ટ્રોક વોર્ડ બનાવવામાં આવ્યો છે. જેમાં 11 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. સદનસીબે હજુ સુધીમાં કોઈ પણ દર્દીને હીટસ્ટ્રોકના કારણે આ વોર્ડમાં દાખલ કરવાની ફરજ પડી નથી. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એપ્રિલ મહિનાની આજની તારીખ સુધીમાં છેલ્લા 20 દિવસમાં અંદાજિત 180 જેટલા લોકો ઝાડા-ઊલટીની ફરિયાદ સાથે આવ્યા હતા. આ ઉપરાંત પણ શરીર અને માથાના દુખાવા સાથે પણ ઘણા દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચે છે. તેથી સ્પષ્ટપણે હીટસ્ટ્રોકના કેટલા દર્દીઓ આવ્યા તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે, તેમ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું હતું.

હીટ સ્ટ્રોક પછી તરત જ આ કામ કરો

હીટસ્ટ્રોકનો ભોગ બનેલી વ્યક્તિના શરીરને ભીના કપડાથી સાફ કરો. જ્યારે શરીરનું તાપમાન થોડું નીચે જાય, ત્યારે તેને પીવા માટે સામાન્ય પાણી આપો. થોડી વાર પછી માથા પર ભીનો ટુવાલ મૂકો જેથી મન ઠંડુ રહે. શરીરનું તાપમાન નિયંત્રણમાં આવી જાય પછી નવશેકા પાણીથી સ્નાન કરો.

જો હીટવેવનો ભોગ બન્યા હો તો તેને ઘટાડવા માટે અપનાવો આ ઘરેલું નુસખા

ડુંગળીનો રસ

ડુંગળીનો રસ હીટસ્ટ્રોક મટાડવાનો રામબાણ ઈલાજ છે. ઉનાળામાં ઘણીવાર કાચી ડુંગળી ખાવાની સલાહ આપવામાં આવે છે. ઉનાળામાં તમારા આહારમાં ડુંગળીનો સમાવેશ અવશ્ય કરો. હીટસ્ટ્રોકના કિસ્સામાં, એવું કહેવાય છે કે હાથ, પગના તળિયા અને કાનની પાછળ ડુંગળીનો રસ લગાવવાથી શરીરનું તાપમાન ઓછું થાય છે. બે ચમચી ડુંગળીનો રસ કાઢીને હીટ સ્ટ્રોકથી પીડિત વ્યક્તિને પીવો.

વરિયાળી પાણી

વરિયાળીનું પાણી ઠંડુ છે. જો તમે હીટસ્ટ્રોક અનુભવો ત્યારે આ પીશો તો તમને તરત રાહત મળે છે. આ માટે સૌથી પહેલા એક ગ્લાસ પાણી લો અને તેમાં 2 ચમચી વરિયાળી આખી રાત પલાળી રાખો. તે એક ઉત્તમ માઉથફ્રેશનર પણ છે. આને પીવાથી પાચન શક્તિ પણ સુધરે છે.

ધાણા અને ફુદીનાનો રસ

હીટ સ્ટ્રોકની સ્થિતિમાં કોથમીર અને ફુદીનાનો રસ પીવાથી ઘણી રાહત મળે છે. રોજ કોથમીર અને ફુદીનાનો રસ પીવો. સ્વાદ વધારવા માટે તમે તેમાં એક ચપટી ખાંડ પણ ઉમેરી શકો છો. તેનાથી હીટ સ્ટ્રોકમાં રાહત મળશે.