Gujarat News: સુરતવાસીઓ મરી-મસાલા લેતાં પહેલા ચેતજો, નહિ તો પડશે ભારે

મસાલાના સેમ્પલ ફેલ થતા સ્થાનિકોમાં ચકચાર તમામ સેમ્પલ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા જલારામ મસાલામાંથી લેવાયેલા સેમ્પલ પરીક્ષણમાં ફેલ થયુ સુરતવાસીઓ મરી - મસાલા લેતાં પહેલા ચેતજો! જેમાં સુરતમાં 17 સ્થળેથી લીધેલા મસાલાના સેમ્પલ ફેલ થયા છે. તેમજ જલારામ મસાલામાંથી લેવાયેલા સેમ્પલ પરીક્ષણમાં ફેલ થાય છે. તથા જય બુટ ભવાની મરચા ફાર્મમાં મસાલાના સેમ્પલ ફેલ થતા સ્થાનિકોમાં ચકચાર મચી છે.ગુરુકૃપામાંથી લેવાયેલા સેમ્પલ પણ ફેલ થયા ઉલ્લેખનીય છે કે ગુરુકૃપામાંથી લેવાયેલા સેમ્પલ પણ ફેલ થયા છે. 17 સંસ્થામાંથી 19 નમૂના લેવાયા જે તમામ ફેલ થયા છે. એડજયુડીકેટીંગ ઓફીસર સમક્ષ ફરીયાદ દાખલ કરાશે. મનપા આરોગ્ય દ્વારા 17 સ્થળો પર મસાલાના લીધેલા સેમ્પલ મામલે ચોંકાનારો રિપોર્ટ આવ્યો છે. જેમાં જલારામ મસાલા, જય બુટ ભવાની મરચા ફાર્મ અને ગુરુકૃપા મસાલામાં ધારાધોરણ મુજબ નથી. તેમજ તમામ સેમ્પલ ફેલ થયા છે. તમામ સેમ્પલ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા તમામ સેમ્પલ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. 17 સંસ્થામાંથી 19 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. ઈસમો તથા સંસ્થાઓ સામે એડજયુડીકેટીંગ ઓફીસર સમક્ષ ફરીયાદ દાખલ કરવામાં આવશે. સુરત પાલિકાના ફુડ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક વખતથી ખાણી પીણીનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં તપાસ કરીને સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલી આપે છે. થોડા સમય પહેલાં પાલિકાના ફૂડ વિભાગે લીધેલા સેમ્પલમાં ઘી, પનીર, બરફના કલર અને ક્રીમ ના સેમ્પલ ઉતરતી ગુણવત્તાના બહાર આવ્યા હતા. ત્યાર બાદ હાલમાં સુરતમાં મરી મસાલાની સિઝન શરુ થઈ છે ગૃહિણીઓ આખા વર્ષના મરી મસાલા ભરે છે. તેમાં પણ હાલમાં સુરતના અનેક જગ્યાએ ખુલ્લી જગ્યામાં મસાલાનું વેચાણ થઈ રહ્યું છે. સુરતમાં વેચાતા મસાલા આરોગ્ય માટે સારા નથી સુરતમાં વેચાતા મસાલા આરોગ્યપ્રદ છે કે નહી અને ગુણવત્તાવાળા છે કે નહીં તેની ચકાસણી માટે સુરત પાલિકાના ફૂડ વિભાગે સાત ટીમ બનાવી હતી અને દરેક ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. મરી મસાલાના વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાંથી હળદર, મરચા, ધાણાજીરુ સહિતના મસાલાના સેમ્પલ લીધા હતા. આ સેમ્પલ પાલિકાની ફુડ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા અને હવે તેનો રિપોર્ટ આવી ગયો છે. 

Gujarat News: સુરતવાસીઓ મરી-મસાલા લેતાં પહેલા ચેતજો, નહિ તો પડશે ભારે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મસાલાના સેમ્પલ ફેલ થતા સ્થાનિકોમાં ચકચાર
  • તમામ સેમ્પલ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા
  • જલારામ મસાલામાંથી લેવાયેલા સેમ્પલ પરીક્ષણમાં ફેલ થયુ

સુરતવાસીઓ મરી - મસાલા લેતાં પહેલા ચેતજો! જેમાં સુરતમાં 17 સ્થળેથી લીધેલા મસાલાના સેમ્પલ ફેલ થયા છે. તેમજ જલારામ મસાલામાંથી લેવાયેલા સેમ્પલ પરીક્ષણમાં ફેલ થાય છે. તથા જય બુટ ભવાની મરચા ફાર્મમાં મસાલાના સેમ્પલ ફેલ થતા સ્થાનિકોમાં ચકચાર મચી છે.

ગુરુકૃપામાંથી લેવાયેલા સેમ્પલ પણ ફેલ થયા

ઉલ્લેખનીય છે કે ગુરુકૃપામાંથી લેવાયેલા સેમ્પલ પણ ફેલ થયા છે. 17 સંસ્થામાંથી 19 નમૂના લેવાયા જે તમામ ફેલ થયા છે. એડજયુડીકેટીંગ ઓફીસર સમક્ષ ફરીયાદ દાખલ કરાશે. મનપા આરોગ્ય દ્વારા 17 સ્થળો પર મસાલાના લીધેલા સેમ્પલ મામલે ચોંકાનારો રિપોર્ટ આવ્યો છે. જેમાં જલારામ મસાલા, જય બુટ ભવાની મરચા ફાર્મ અને ગુરુકૃપા મસાલામાં ધારાધોરણ મુજબ નથી. તેમજ તમામ સેમ્પલ ફેલ થયા છે.

તમામ સેમ્પલ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા

તમામ સેમ્પલ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. 17 સંસ્થામાંથી 19 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. ઈસમો તથા સંસ્થાઓ સામે એડજયુડીકેટીંગ ઓફીસર સમક્ષ ફરીયાદ દાખલ કરવામાં આવશે. સુરત પાલિકાના ફુડ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક વખતથી ખાણી પીણીનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં તપાસ કરીને સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલી આપે છે. થોડા સમય પહેલાં પાલિકાના ફૂડ વિભાગે લીધેલા સેમ્પલમાં ઘી, પનીર, બરફના કલર અને ક્રીમ ના સેમ્પલ ઉતરતી ગુણવત્તાના બહાર આવ્યા હતા. ત્યાર બાદ હાલમાં સુરતમાં મરી મસાલાની સિઝન શરુ થઈ છે ગૃહિણીઓ આખા વર્ષના મરી મસાલા ભરે છે. તેમાં પણ હાલમાં સુરતના અનેક જગ્યાએ ખુલ્લી જગ્યામાં મસાલાનું વેચાણ થઈ રહ્યું છે.

સુરતમાં વેચાતા મસાલા આરોગ્ય માટે સારા નથી

સુરતમાં વેચાતા મસાલા આરોગ્યપ્રદ છે કે નહી અને ગુણવત્તાવાળા છે કે નહીં તેની ચકાસણી માટે સુરત પાલિકાના ફૂડ વિભાગે સાત ટીમ બનાવી હતી અને દરેક ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. મરી મસાલાના વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાંથી હળદર, મરચા, ધાણાજીરુ સહિતના મસાલાના સેમ્પલ લીધા હતા. આ સેમ્પલ પાલિકાની ફુડ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા અને હવે તેનો રિપોર્ટ આવી ગયો છે.