Rupala ના વિરુદ્ધમાં મતદાન કરવા રાજકોટ-ભાવનગરમાં ક્ષત્રિય યુવાનો થયા એકત્ર

ભાવનગરમાં ભગવાન પાસે આરતી ઉતારી રૂપાલા માટે સદબુદ્ધિ માંગી મોટી સંખ્યા માં ક્ષત્રિય સમાજ ના લોકો થયા એકઠા રાજકોટમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો ભેગા થયા ક્ષત્રિય સમાજનો વિરોધ હજી શાંત થવાનું નામ નથી લઈ રહ્યું. જ્યાં ભાવનગરથી લઈ રાજકોટમાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. જેમાં ભાવનગર ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના માટે ભગવાન રામ પાસે સદબુદ્ધિ આપે તેવી આરતી રકરી હતી જ્યરે રાજકોટમાં ક્ષત્રિય યુવાનોએ એકત્ર થઈ રૂપાલા વિરુદ્ધ મીટિંગનું આયોજન કર્યું અને રૂપાલા વિરુદ્ધ મતદાન કરવાની વાત કરી હતી. રાજ્યભરમાં ક્ષત્રિય સમાજનો વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ભાવનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા નવાપરા ખાતે આવેલ ક્ષત્રિય સમાજની બોર્ડિંગ ખાતે પરશોત્તમ રૂપાલાને ભગવાન રામ સદબુદ્ધિ આપે તે હેતુથી ભગવાન રામની આરતી ઉતારવામાં આવી હતી. જેમાં ભગવાન રૂપાલા પાસે યોગ્ય નિર્ણય લેવડાવે તેવી પ્રાર્થના કરી હતી. આ સાથે જ રાજકોટમાં પુનિત નગર વિસ્તારમાં પણ ક્ષત્રિય સમાજ સક્રિય રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. જેમાં પણ પુનિતનગર વિસ્તારમાં ક્ષત્રિય સમાજની વસ્તી વધુ જોવા મળી રહી છે. આ દરમિયાન મોટી સંખ્યામાં યુવાો એકત્ર થયા હતા અને રૂપાલા વિરુદ્ધ મતદાન કરવા અને લોકોને પણ વિરોધ કરવા માટે જણાવ્યું હતું. જ્યારે બીજી તરફ ક્ષત્રિય સમાજે ઓપરેશન રૂપાલા - 2ની શરૂઆત કરી કરી છે. જેમાં ક્ષત્રિય સમાજના પ્રમુખે દેલવાડા ગામે પૂજા કરી છે. તેમાં કરણસિંહ ચાવડાએ પૂજા કરી રૂપાલા પાર્ટ - 2ની શરૂઆત કરી છે. તથા ગુજરાતના દરેક ગામમાં ભાજપના વિરોધની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે પદ્મિનીબા વાળાએ સંકલન સમિતિ પર નિશાન સાધ્યું છે. તથા પદ્મિનીબાએ જણાવ્યું છે કે હાલ સંકલન સમિતિની સાથે છું.

Rupala ના વિરુદ્ધમાં મતદાન કરવા રાજકોટ-ભાવનગરમાં ક્ષત્રિય યુવાનો થયા એકત્ર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભાવનગરમાં ભગવાન પાસે આરતી ઉતારી રૂપાલા માટે સદબુદ્ધિ માંગી
  • મોટી સંખ્યા માં ક્ષત્રિય સમાજ ના લોકો થયા એકઠા
  • રાજકોટમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો ભેગા થયા

ક્ષત્રિય સમાજનો વિરોધ હજી શાંત થવાનું નામ નથી લઈ રહ્યું. જ્યાં ભાવનગરથી લઈ રાજકોટમાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. જેમાં ભાવનગર ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના માટે ભગવાન રામ પાસે સદબુદ્ધિ આપે તેવી આરતી રકરી હતી જ્યરે રાજકોટમાં ક્ષત્રિય યુવાનોએ એકત્ર થઈ રૂપાલા વિરુદ્ધ મીટિંગનું આયોજન કર્યું અને રૂપાલા વિરુદ્ધ મતદાન કરવાની વાત કરી હતી.

રાજ્યભરમાં ક્ષત્રિય સમાજનો વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ભાવનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા નવાપરા ખાતે આવેલ ક્ષત્રિય સમાજની બોર્ડિંગ ખાતે પરશોત્તમ રૂપાલાને ભગવાન રામ સદબુદ્ધિ આપે તે હેતુથી ભગવાન રામની આરતી ઉતારવામાં આવી હતી. જેમાં ભગવાન રૂપાલા પાસે યોગ્ય નિર્ણય લેવડાવે તેવી પ્રાર્થના કરી હતી.


આ સાથે જ રાજકોટમાં પુનિત નગર વિસ્તારમાં પણ ક્ષત્રિય સમાજ સક્રિય રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. જેમાં પણ પુનિતનગર વિસ્તારમાં ક્ષત્રિય સમાજની વસ્તી વધુ જોવા મળી રહી છે. આ દરમિયાન મોટી સંખ્યામાં યુવાો એકત્ર થયા હતા અને રૂપાલા વિરુદ્ધ મતદાન કરવા અને લોકોને પણ વિરોધ કરવા માટે જણાવ્યું હતું.

જ્યારે બીજી તરફ ક્ષત્રિય સમાજે ઓપરેશન રૂપાલા - 2ની શરૂઆત કરી કરી છે. જેમાં ક્ષત્રિય સમાજના પ્રમુખે દેલવાડા ગામે પૂજા કરી છે. તેમાં કરણસિંહ ચાવડાએ પૂજા કરી રૂપાલા પાર્ટ - 2ની શરૂઆત કરી છે. તથા ગુજરાતના દરેક ગામમાં ભાજપના વિરોધની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે પદ્મિનીબા વાળાએ સંકલન સમિતિ પર નિશાન સાધ્યું છે. તથા પદ્મિનીબાએ જણાવ્યું છે કે હાલ સંકલન સમિતિની સાથે છું.