Khedaના અકલાચામાં મહીસાગર નદીમાં ખનિજ માફિયાઓએ ગેરકાયદેસર બ્રિજ બનાવ્યો

ખાણ ખનિજ વિભાગના અધિકારી ધવલ પટેલનું નિવેદન અમે ગઈકાલે નદીમાં સ્થળ તપાસ કરી હતી: અધિકારી નદીમાં બનાવેલ બ્રિજ ગ્રામ પંચાયતની સહમતિથી બનાવ્યો છે ખેડાના અકલાચામાં મહીસાગર નદીમાં ગેરકાયદેસર બ્રિજ બનાવવાના મામલે ખાણ ખનિજ વિભાગના અધિકારી ધવલ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમાં અધિકારીએ જણાવ્યું છે કે અમે ગઈકાલે નદીમાં સ્થળ તપાસ કરી હતી. નદીમાં બનાવેલ બ્રિજ ગ્રામ પંચાયતની સહમતિથી બનાવ્યો છે. ત્યાં કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર ખનન કે વહન થતું હોય તેમ નજરે પડ્યું નથી. થોડા સમય પહેલા તપાસ કરીને અંદાજે 10 લાખનો દંડ અને 7 જેટલા ડમ્પર સીઝ કર્યા હતા અમારા થકી તપાસ કરવામા આવી છે. તેમજ અમારા ધ્યાનમાં ગેરકાયદે ખનન મળ્યુ નથી. જે રસ્તા બનાવ્યા છે તે રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગને જોવાનું રહ્યું છે. હાલ જે રસ્તા બન્યા છે તે ગ્રામપંચાયતની સહમતીથી બન્યા છે. અમે ગઈકાલે સ્થળ તપાસ કરી હતી. થોડા સમય પહેલા તપાસ કરીને અંદાજે 10 લાખનો દંડ અને 7 જેટલા ડમ્પર સીઝ કર્યા હતા. જાણો શું છે સમગ્ર મામલો: ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં ખનન માફિયા બેફામ બન્યા છે. મહીસાગર નદીમાં ખનન માફિયાઓનો રાજ ઉજાગર થયો છે. માફિયાઓએ નદીનું વહેણ બદલી ગેરકાયદે રસ્તો અને બ્રિજ બનાવ્યા છે. ખેડાથી વડોદરા અને પંચમહાલને જોડતા 10થી વધુ ગેરકાયદે બ્રિજ અને ઠાસરાનાં અકલાચા અને રાણિયાને જોડતો 15 કિમીનો રસ્તો બનાવી દીધો છે. છેલ્લા 2 વર્ષમાં રાણિયા, અકલાયા, સેવાલિયા સહિતનાં રસ્તા માટે નદીનાં વહેણ બદલ્યા છે. ત્યારે ખનન માફિયાઓ કોની રહેમનજરથી આટલા બેફામ બન્યા છે ? તે સવાલ ઊભો થયો છે. ખનન માફિયાઓ પર કોનો હાથ છે ? સમગ્ર ઘટનામાં પોલ્યુશન ડિપાર્ટમેન્ટ, ખેડા જિલ્લા ખાણ ખનીજ વિભાગની કામગીરી પણ શંકાસ્પદ જણાઈ રહી છે. જો કે, આ ઘટસ્ફોટ થતાં હવે માફિયાઓ સાથે જિલ્લા ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક તંત્રની મિલી ભગત હોવાના આરોપ લાગી રહ્યા છે.

Khedaના અકલાચામાં મહીસાગર નદીમાં ખનિજ માફિયાઓએ ગેરકાયદેસર બ્રિજ બનાવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ખાણ ખનિજ વિભાગના અધિકારી ધવલ પટેલનું નિવેદન
  • અમે ગઈકાલે નદીમાં સ્થળ તપાસ કરી હતી: અધિકારી
  • નદીમાં બનાવેલ બ્રિજ ગ્રામ પંચાયતની સહમતિથી બનાવ્યો છે

ખેડાના અકલાચામાં મહીસાગર નદીમાં ગેરકાયદેસર બ્રિજ બનાવવાના મામલે ખાણ ખનિજ વિભાગના અધિકારી ધવલ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમાં અધિકારીએ જણાવ્યું છે કે અમે ગઈકાલે નદીમાં સ્થળ તપાસ કરી હતી. નદીમાં બનાવેલ બ્રિજ ગ્રામ પંચાયતની સહમતિથી બનાવ્યો છે. ત્યાં કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર ખનન કે વહન થતું હોય તેમ નજરે પડ્યું નથી.

થોડા સમય પહેલા તપાસ કરીને અંદાજે 10 લાખનો દંડ અને 7 જેટલા ડમ્પર સીઝ કર્યા હતા

અમારા થકી તપાસ કરવામા આવી છે. તેમજ અમારા ધ્યાનમાં ગેરકાયદે ખનન મળ્યુ નથી. જે રસ્તા બનાવ્યા છે તે રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગને જોવાનું રહ્યું છે. હાલ જે રસ્તા બન્યા છે તે ગ્રામપંચાયતની સહમતીથી બન્યા છે. અમે ગઈકાલે સ્થળ તપાસ કરી હતી. થોડા સમય પહેલા તપાસ કરીને અંદાજે 10 લાખનો દંડ અને 7 જેટલા ડમ્પર સીઝ કર્યા હતા.

જાણો શું છે સમગ્ર મામલો:

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં ખનન માફિયા બેફામ બન્યા છે. મહીસાગર નદીમાં ખનન માફિયાઓનો રાજ ઉજાગર થયો છે. માફિયાઓએ નદીનું વહેણ બદલી ગેરકાયદે રસ્તો અને બ્રિજ બનાવ્યા છે. ખેડાથી વડોદરા અને પંચમહાલને જોડતા 10થી વધુ ગેરકાયદે બ્રિજ અને ઠાસરાનાં અકલાચા અને રાણિયાને જોડતો 15 કિમીનો રસ્તો બનાવી દીધો છે. છેલ્લા 2 વર્ષમાં રાણિયા, અકલાયા, સેવાલિયા સહિતનાં રસ્તા માટે નદીનાં વહેણ બદલ્યા છે. ત્યારે ખનન માફિયાઓ કોની રહેમનજરથી આટલા બેફામ બન્યા છે ? તે સવાલ ઊભો થયો છે. ખનન માફિયાઓ પર કોનો હાથ છે ? સમગ્ર ઘટનામાં પોલ્યુશન ડિપાર્ટમેન્ટ, ખેડા જિલ્લા ખાણ ખનીજ વિભાગની કામગીરી પણ શંકાસ્પદ જણાઈ રહી છે. જો કે, આ ઘટસ્ફોટ થતાં હવે માફિયાઓ સાથે જિલ્લા ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક તંત્રની મિલી ભગત હોવાના આરોપ લાગી રહ્યા છે.