પરશોત્તમ રૂપાલા વિવાદમાં ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે કર્યા શાબ્દિક પ્રહારો

પરશોત્તમ રૂપાલાના નિવેદનથી રોષ યથાવત : જયવીરરાજસિંહ યુદ્ધ ભૂમિમાં રાજા મહારાજાઓએ બલિદાનો આપ્યા હતા  : જયવીરરાજસિંહપરશોત્તમ રૂપાલા મુદ્દે રાજકોટની જનતા નિર્ણય લેશે  : જયવીરરાજસિંહપરશોતમ રૂપાલાનાં નિવેદન વિવાદને લઈ ભાવનગરનાં રાજવી પરિવારનું નિવેદન સામે આવ્યું છે. આ સમગ્ર બાબતે જયવીરરાજસિંહ ગોહિલે નિવેદન આપ્યું કે, ગોંડલમાં મળેલી બેઠકમાં માત્ર ભાજપનાં જ આગેવાનો હતા,ગોંડલમાં મળેલી બેઠકમાં માત્ર ભાજપમાં રહેલા રાજપૂતો છે એ રાજપૂતો રહ્યા નથી. પણ ભાજપૂતો બની ગયા છે. પરશોતમ રૂપાલાએ નિમ્મ કક્ષાના શબ્દો વાપર્યા છે.ક્ષત્રિય સમાજ નહી અન્ય સમાજમાં પણ રોષ ફેલાશે.રૂપાલા મળશે ત્યારે હું માત્ર જય માતાજી કહીને પરંપરા જાળવીશ. શુ નિર્ણય આવે તે જોઈએ આ બાબતે જયવીરરાજસિંહે જણાવ્યું હતું કે, પરશોતમ રૂપાલા જેવા અનુભવી નેતા, રાજકીય વ્યક્તિ, સિનીયર સિટીઝન અને કેન્દ્રીય મંત્રી આવા નિમ્ન કક્ષાના શબ્દો વાપરે એ દુઃખની વાત છે, આ બાબતે અન્ય સમાજમાં પણ ગુસ્સો રહેશે અને વિરોધ પણ થશે. અને જે શબ્દ વાપરમાં આવ્યા હતા. રોટી અને બેટીનો. મેં તમામ નગરજનોને પહેલા પણ કીધુ છે કે, આપનાં ઘરે આપની બેટી એટલા માટે સુરક્ષિત અને સલામત હતી અને આપને જમવા માટે રોટલી એટલે હતી કારણ કે યુદ્ધ ભૂમિમાં અને રણભૂમિમાં રાજપૂતો અને મહારાજો પોતાનું બલિદાન આપતા હતા. એટલે સ્વાભાવિક વાત છે કે વિરોધ તો થવાનો જ છે. વિરોધમાં આપણા સમાજનાં આગેવનો અને પ્રમુખો શું નિર્ણય લે છે તે વડીલોને પૂછવું પડશે. રાજકોટ બેઠક પરથી 100 ક્ષત્રિયાણીઓ ઉમેદવારી નોંધાવશેરાજકોટનાં ભાજપનાં ઉમેદવાર પરષોતમ રુપાલા દ્વારા ટિપ્પણી મામલે હવે ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા નવી રણનીતિ ઘડી છે. પરશોત્તમ રૂપાલાનાં નિવેદન અંગે વિરોધનો નવો રસ્તો અપનાવાશે. રાજકોટ બેઠક પરથી એક સાથે 100 ક્ષત્રિયાણીઓ ઉમેદવારી નોંધાવશે. પરશોત્તમ રૂપાલાનાં વિવાદિત નિવેદન અંગે વિરોધનો નવો રસ્તો અપનાવવામાં આવશે. રાજપૂત સમાજની સંકલન સમિતિના મહિલા અધ્યક્ષ તૃપ્તિબા રાઓલએ જાહેરાત કરી હતી.

પરશોત્તમ રૂપાલા વિવાદમાં ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે કર્યા શાબ્દિક પ્રહારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પરશોત્તમ રૂપાલાના નિવેદનથી રોષ યથાવત : જયવીરરાજસિંહ
  • યુદ્ધ ભૂમિમાં રાજા મહારાજાઓએ બલિદાનો આપ્યા હતા  : જયવીરરાજસિંહ
  • પરશોત્તમ રૂપાલા મુદ્દે રાજકોટની જનતા નિર્ણય લેશે  : જયવીરરાજસિંહ

પરશોતમ રૂપાલાનાં નિવેદન વિવાદને લઈ ભાવનગરનાં રાજવી પરિવારનું નિવેદન સામે આવ્યું છે. આ સમગ્ર બાબતે જયવીરરાજસિંહ ગોહિલે નિવેદન આપ્યું કે, ગોંડલમાં મળેલી બેઠકમાં માત્ર ભાજપનાં જ આગેવાનો હતા,ગોંડલમાં મળેલી બેઠકમાં માત્ર ભાજપમાં રહેલા રાજપૂતો છે એ રાજપૂતો રહ્યા નથી. પણ ભાજપૂતો બની ગયા છે. પરશોતમ રૂપાલાએ નિમ્મ કક્ષાના શબ્દો વાપર્યા છે.ક્ષત્રિય સમાજ નહી અન્ય સમાજમાં પણ રોષ ફેલાશે.રૂપાલા મળશે ત્યારે હું માત્ર જય માતાજી કહીને પરંપરા જાળવીશ.

શુ નિર્ણય આવે તે જોઈએ

આ બાબતે જયવીરરાજસિંહે જણાવ્યું હતું કે, પરશોતમ રૂપાલા જેવા અનુભવી નેતા, રાજકીય વ્યક્તિ, સિનીયર સિટીઝન અને કેન્દ્રીય મંત્રી આવા નિમ્ન કક્ષાના શબ્દો વાપરે એ દુઃખની વાત છે, આ બાબતે અન્ય સમાજમાં પણ ગુસ્સો રહેશે અને વિરોધ પણ થશે. અને જે શબ્દ વાપરમાં આવ્યા હતા. રોટી અને બેટીનો. મેં તમામ નગરજનોને પહેલા પણ કીધુ છે કે, આપનાં ઘરે આપની બેટી એટલા માટે સુરક્ષિત અને સલામત હતી અને આપને જમવા માટે રોટલી એટલે હતી કારણ કે યુદ્ધ ભૂમિમાં અને રણભૂમિમાં રાજપૂતો અને મહારાજો પોતાનું બલિદાન આપતા હતા. એટલે સ્વાભાવિક વાત છે કે વિરોધ તો થવાનો જ છે. વિરોધમાં આપણા સમાજનાં આગેવનો અને પ્રમુખો શું નિર્ણય લે છે તે વડીલોને પૂછવું પડશે.

રાજકોટ બેઠક પરથી 100 ક્ષત્રિયાણીઓ ઉમેદવારી નોંધાવશે

રાજકોટનાં ભાજપનાં ઉમેદવાર પરષોતમ રુપાલા દ્વારા ટિપ્પણી મામલે હવે ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા નવી રણનીતિ ઘડી છે. પરશોત્તમ રૂપાલાનાં નિવેદન અંગે વિરોધનો નવો રસ્તો અપનાવાશે. રાજકોટ બેઠક પરથી એક સાથે 100 ક્ષત્રિયાણીઓ ઉમેદવારી નોંધાવશે. પરશોત્તમ રૂપાલાનાં વિવાદિત નિવેદન અંગે વિરોધનો નવો રસ્તો અપનાવવામાં આવશે. રાજપૂત સમાજની સંકલન સમિતિના મહિલા અધ્યક્ષ તૃપ્તિબા રાઓલએ જાહેરાત કરી હતી.