Rajkot News : Civil હોસ્પિટલના અલગ-અલગ વોર્ડમાં રખડતા શ્વાન જોવા મળ્યા

દર્દીઓને દાખલ કરવામાં આવેલા વોર્ડ પાસે શ્વાન લગાવી રહ્યા છે ચક્કર સિક્યોરિટી પાછળ કરોડો રૂપિયાનો કરવામાં આવે છે ખર્ચ અવાર નવાર સિવિલ હોસ્પિટલમાં શ્વાન ચકકર મારતા દ્રશ્યો આવતા હોય છે સામે રાજકોટની સિવિલ હોસ્પટિલમાં ફરી રખડતા શ્વાન જોવા મળ્યા છે,આ શ્વાન દર્દીઓને જે વોર્ડમાં રખાયા છે તેની આસપાસ રખડી રહ્યાં છે,એક તરફ દર્દીઓ બિમાર હોવાથી સારવાર લઈ રહ્યાં છે તો બીજી તરફ શ્વાન દેખાતા દર્દીઓમાં હુમલાનો ફફળાટ ફેલાયો છે.વોર્ડની બહાર સિકયુરીટી બેઠી છે તે પણ શ્વાનને ભગાવી નથી રહી અને શ્વાન આરામાથી ચક્કર મારે છે,ત્યારે દર્દીઓની માંગ ઉઠી છે કે,શ્વાન હોસ્પિટલની અંદર ના આવે,કેમ કે કોઈ શ્વાન હડકાયો બનશે તો તે દર્દી પર હુમલો કરી શકે છે. અમદાવાદમાં પાળતું અને રખડતા શ્વાન માટે પોલિસી અમદાવાદ શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ વચ્ચે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા શ્વાન અને પાળતુ શ્વાન માટે પોલિસી બનાવી છે. જે મુજબ હવે ઘરમાં શ્વાન પાળવા માટે પણ ફરજિયાત લાઈસન્સ લેવાનું રહેશે. આ સાથે જ પાળતું શ્વાન માટે પણ કેટલાક અન્ય નિયમો બનાવાયા છે.આ નિયમો મુજબ, શ્વાન માલિકે ધ્યાન રાખવું પડશે કે શ્વાનના કારણે આસપાસના લોકોને હેરાનગતિ ન થાય. શ્વાનના ગલુંડિયાને કોઈને આપવા કે વેચવા પર AMCને જાણ કરવાની રહેશે. આ સાથે શ્વાન હોય તેવા ઘરની બહાર બારકોડ લગાવવાનું પણ AMCનું આયોજન છે. હિંમતનગર સિવિલમાં પણ ફરી રહ્યા હતા શ્વાનના ટોળા હિંમતનગર સિવિલ હોસ્પિટલ પાછળ કરોડો રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. કરોડોના ખર્ચ બાદ પણ જાણે કે છેલ્લા કેટલાક વર્ષથી સ્થિતી ઠેર ઠેર છે. અયોગ્ય દેખરેખને લઈને જાણે કે તંત્રની બેદરકારી સિવિલમાં જોવા મળી રહી છે. ક્યારેક પિવાના પાણીની સમસ્યા હોય કે, ગંદકીની સમસ્યા વર્તાઈ રહી હોય છે. આ દરમિયાન હિંમતનગર સિવિલમાં હવે વોર્ડની લોબીમાં રખડતા જોવા મળતા હોવાનો વિડીયો વાયરલ થવા લાગ્યા હતા.સિવિલના ચોથા માળ પર શ્વાનના ટોળા ફરી રહ્યા હતા.સુરત સિવિલમાં પણ ફરી રહ્યા હતા શ્વાનના ટોળાસુરતમાં પણ અગાઉ આજ રીતે સિવિલ હોસ્પિટલમાં શ્વાન ફરી રહ્યાં હતા,દર્દીઓને જે વોર્ડમાં સારવાર માટે રખાયા હતા તે જગ્યા પર શ્વાન જોવા મળ્યા હતા.સિકયુરીટી હોવા છત્તા સિવિલ હોસ્પિટમાં શ્વાન અંદર સુધી કઈ રીતે આવે છે તે પણ એક સવાલ છે.

Rajkot News : Civil હોસ્પિટલના અલગ-અલગ વોર્ડમાં રખડતા શ્વાન જોવા મળ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દર્દીઓને દાખલ કરવામાં આવેલા વોર્ડ પાસે શ્વાન લગાવી રહ્યા છે ચક્કર
  • સિક્યોરિટી પાછળ કરોડો રૂપિયાનો કરવામાં આવે છે ખર્ચ
  • અવાર નવાર સિવિલ હોસ્પિટલમાં શ્વાન ચકકર મારતા દ્રશ્યો આવતા હોય છે સામે

રાજકોટની સિવિલ હોસ્પટિલમાં ફરી રખડતા શ્વાન જોવા મળ્યા છે,આ શ્વાન દર્દીઓને જે વોર્ડમાં રખાયા છે તેની આસપાસ રખડી રહ્યાં છે,એક તરફ દર્દીઓ બિમાર હોવાથી સારવાર લઈ રહ્યાં છે તો બીજી તરફ શ્વાન દેખાતા દર્દીઓમાં હુમલાનો ફફળાટ ફેલાયો છે.વોર્ડની બહાર સિકયુરીટી બેઠી છે તે પણ શ્વાનને ભગાવી નથી રહી અને શ્વાન આરામાથી ચક્કર મારે છે,ત્યારે દર્દીઓની માંગ ઉઠી છે કે,શ્વાન હોસ્પિટલની અંદર ના આવે,કેમ કે કોઈ શ્વાન હડકાયો બનશે તો તે દર્દી પર હુમલો કરી શકે છે.

અમદાવાદમાં પાળતું અને રખડતા શ્વાન માટે પોલિસી

અમદાવાદ શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ વચ્ચે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા શ્વાન અને પાળતુ શ્વાન માટે પોલિસી બનાવી છે. જે મુજબ હવે ઘરમાં શ્વાન પાળવા માટે પણ ફરજિયાત લાઈસન્સ લેવાનું રહેશે. આ સાથે જ પાળતું શ્વાન માટે પણ કેટલાક અન્ય નિયમો બનાવાયા છે.આ નિયમો મુજબ, શ્વાન માલિકે ધ્યાન રાખવું પડશે કે શ્વાનના કારણે આસપાસના લોકોને હેરાનગતિ ન થાય. શ્વાનના ગલુંડિયાને કોઈને આપવા કે વેચવા પર AMCને જાણ કરવાની રહેશે. આ સાથે શ્વાન હોય તેવા ઘરની બહાર બારકોડ લગાવવાનું પણ AMCનું આયોજન છે.


હિંમતનગર સિવિલમાં પણ ફરી રહ્યા હતા શ્વાનના ટોળા

હિંમતનગર સિવિલ હોસ્પિટલ પાછળ કરોડો રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. કરોડોના ખર્ચ બાદ પણ જાણે કે છેલ્લા કેટલાક વર્ષથી સ્થિતી ઠેર ઠેર છે. અયોગ્ય દેખરેખને લઈને જાણે કે તંત્રની બેદરકારી સિવિલમાં જોવા મળી રહી છે. ક્યારેક પિવાના પાણીની સમસ્યા હોય કે, ગંદકીની સમસ્યા વર્તાઈ રહી હોય છે. આ દરમિયાન હિંમતનગર સિવિલમાં હવે વોર્ડની લોબીમાં રખડતા જોવા મળતા હોવાનો વિડીયો વાયરલ થવા લાગ્યા હતા.સિવિલના ચોથા માળ પર શ્વાનના ટોળા ફરી રહ્યા હતા.

સુરત સિવિલમાં પણ ફરી રહ્યા હતા શ્વાનના ટોળા

સુરતમાં પણ અગાઉ આજ રીતે સિવિલ હોસ્પિટલમાં શ્વાન ફરી રહ્યાં હતા,દર્દીઓને જે વોર્ડમાં સારવાર માટે રખાયા હતા તે જગ્યા પર શ્વાન જોવા મળ્યા હતા.સિકયુરીટી હોવા છત્તા સિવિલ હોસ્પિટમાં શ્વાન અંદર સુધી કઈ રીતે આવે છે તે પણ એક સવાલ છે.