Porbandarમાં રેતી ચોરીનો પ્રશ્ન ઉઠાવતા નાથા ઓડેદરા પર જીવલેણ હુમલો થયો

નાથા ઓડેદરા પર અજાણ્યા શખ્સોએ કર્યો જીવલેણ હુમલો ઈજાગ્રસ્ત નાથા ઓડેદરાને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા ભાદર નદીમાંથી રેતી ચોરીના ઉઠાવ્યા હતા પ્રશ્નો પોરબંદર મહેર સમાજના અગ્રણી અને લોકસભાના અપક્ષ ઉમેદવાર નાથા ઓડેદરા પર ગરેજ ગામે જીવલેણ હુમલો કરાયો હતો.નાથા ઓડેદરા છેલ્લા ઘણા સમયથી ભાદર નદીમાંથી રેતી ચોરી અંગેના પ્રશ્નો ઉઠાવતા હતા ત્યારે આજે અજાણ્યા શખ્સોએ આવીને જીવલેણ હુમલો કરતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે,પોલીસે તપાસ હાથધરી છે.રેતી ચોરીને ચલાવતા હતા મુહીમ નાથા ઓડેદરા કે જેઓ લાંબા સમયથી ભાભર નદીમાં જે રીતે ચોરી ચાલે છે તેને લઈ મુહીમ ચલાવી રહ્યાં છે.અગાઉ પણ તેમણે કલેકટર અને મામલતદારને આ બાબતે જાણ કરી હતી.ત્યારે આજે તેઓની ઉપર અજાણ્યા શખ્સોએ હુમલો કરી દેતા સ્થાનિકોમાં રોષની લાગણી ઉદભવી હતી.ખાણ અને ખનીજ વિભાગને પણ તેમણે અવાર-નવાર રજૂઆત કરી છે તેમ છત્તા તેનો કોઈ નિકાલ આવતો નથી. બેફામ થાય છે રેતી ચોરી પોરબંદર જિલ્લાના દરિયા કિનારે બફામ રેતી ચોરી થતી હોવાની ફરીયાદના આધારે જિલ્લા વહિવટી તંત્રએ દરોડા પાડ્યા હતા. કાંટેલા ગામેથી રેતી ચોરી ઝડપી લીધી હતી અને રૂ. 45 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.પોરબંદર જિલ્લાના ગામોમા દરિયાઈ રેતીનું ખનન થાય છે તે ગામોના તળમાં દરિયાઈ ખારાશ ઘુસી જતા તે ગામોના ખેડુતોને ખેતીમાં પણ પારાવાર નુકસાન થાય છે. કલેકટરની કાર્યવાહી દરિયાઈ રેતીના ગેરકાયદેસર ખનન તથા હેરફેરને અટકાવવા કલેક્ટર પોરબંદરની સુચના અને માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી પોરબંદર તથા તેમની ટીમ તેમજ મામલતદાર પોરબંદર(ગ્રામ્ય)ની ટીમ દ્વારા સંયુક્ત રીતે 20મે ના રોજ રાત્રીના સમયે પોરબંદર નજીકના કાંટેલા ગામના દરિયાકાંઠાના વિસ્તારમાં દરોડો પાડી ગેરકાયદેસર ચાલતા દરિયાઈ રેતીના ખનને પકડી કાર્યવાહી કરવામાં આવી હતી. પોરબંદરની માટી એક નંબર પર સરસ પોરબંદરની દરીયાઇપટ્ટીમાં ખૂબ વિશાળ પ્રમાણમાં બિલ્ડીંગ લાઇમ સ્ટોન અને દરિયાઈ રેતી સહિતનું ખનીજ મળી આવે છે. દરિયાઈ કાંઠે આવેલ આ રેતીએ વાવાઝોડા-ખારાશ સામે રક્ષક દિવાલ તરીકે કામ કરી, ખારા પાણીને ફળદ્રપ જમીનમાં ઘુસતા અટકાવે છે. પરંતુ દરિયાઈ રેતીના ગેરકાયદેસર ખનનના પરિણામે દરિયાઈ જીવસૃષ્ટી, મેનગૃવ્સ, અને લેન્ડસ્કેપ વિગેરેને પારાવાર નુકસાન થાય છે

Porbandarમાં રેતી ચોરીનો પ્રશ્ન ઉઠાવતા નાથા ઓડેદરા પર જીવલેણ હુમલો થયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નાથા ઓડેદરા પર અજાણ્યા શખ્સોએ કર્યો જીવલેણ હુમલો
  • ઈજાગ્રસ્ત નાથા ઓડેદરાને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા
  • ભાદર નદીમાંથી રેતી ચોરીના ઉઠાવ્યા હતા પ્રશ્નો

પોરબંદર મહેર સમાજના અગ્રણી અને લોકસભાના અપક્ષ ઉમેદવાર નાથા ઓડેદરા પર ગરેજ ગામે જીવલેણ હુમલો કરાયો હતો.નાથા ઓડેદરા છેલ્લા ઘણા સમયથી ભાદર નદીમાંથી રેતી ચોરી અંગેના પ્રશ્નો ઉઠાવતા હતા ત્યારે આજે અજાણ્યા શખ્સોએ આવીને જીવલેણ હુમલો કરતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે,પોલીસે તપાસ હાથધરી છે.

રેતી ચોરીને ચલાવતા હતા મુહીમ

નાથા ઓડેદરા કે જેઓ લાંબા સમયથી ભાભર નદીમાં જે રીતે ચોરી ચાલે છે તેને લઈ મુહીમ ચલાવી રહ્યાં છે.અગાઉ પણ તેમણે કલેકટર અને મામલતદારને આ બાબતે જાણ કરી હતી.ત્યારે આજે તેઓની ઉપર અજાણ્યા શખ્સોએ હુમલો કરી દેતા સ્થાનિકોમાં રોષની લાગણી ઉદભવી હતી.ખાણ અને ખનીજ વિભાગને પણ તેમણે અવાર-નવાર રજૂઆત કરી છે તેમ છત્તા તેનો કોઈ નિકાલ આવતો નથી.

બેફામ થાય છે રેતી ચોરી

પોરબંદર જિલ્લાના દરિયા કિનારે બફામ રેતી ચોરી થતી હોવાની ફરીયાદના આધારે જિલ્લા વહિવટી તંત્રએ દરોડા પાડ્યા હતા. કાંટેલા ગામેથી રેતી ચોરી ઝડપી લીધી હતી અને રૂ. 45 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.પોરબંદર જિલ્લાના ગામોમા દરિયાઈ રેતીનું ખનન થાય છે તે ગામોના તળમાં દરિયાઈ ખારાશ ઘુસી જતા તે ગામોના ખેડુતોને ખેતીમાં પણ પારાવાર નુકસાન થાય છે.

કલેકટરની કાર્યવાહી

દરિયાઈ રેતીના ગેરકાયદેસર ખનન તથા હેરફેરને અટકાવવા કલેક્ટર પોરબંદરની સુચના અને માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી પોરબંદર તથા તેમની ટીમ તેમજ મામલતદાર પોરબંદર(ગ્રામ્ય)ની ટીમ દ્વારા સંયુક્ત રીતે 20મે ના રોજ રાત્રીના સમયે પોરબંદર નજીકના કાંટેલા ગામના દરિયાકાંઠાના વિસ્તારમાં દરોડો પાડી ગેરકાયદેસર ચાલતા દરિયાઈ રેતીના ખનને પકડી કાર્યવાહી કરવામાં આવી હતી.

પોરબંદરની માટી એક નંબર પર સરસ

પોરબંદરની દરીયાઇપટ્ટીમાં ખૂબ વિશાળ પ્રમાણમાં બિલ્ડીંગ લાઇમ સ્ટોન અને દરિયાઈ રેતી સહિતનું ખનીજ મળી આવે છે. દરિયાઈ કાંઠે આવેલ આ રેતીએ વાવાઝોડા-ખારાશ સામે રક્ષક દિવાલ તરીકે કામ કરી, ખારા પાણીને ફળદ્રપ જમીનમાં ઘુસતા અટકાવે છે. પરંતુ દરિયાઈ રેતીના ગેરકાયદેસર ખનનના પરિણામે દરિયાઈ જીવસૃષ્ટી, મેનગૃવ્સ, અને લેન્ડસ્કેપ વિગેરેને પારાવાર નુકસાન થાય છે