ઓનલાઇન રેટિંગ અને રિવ્યૂ દ્વારા ટાસ્ક પૂરા કરવાના બહાને ડોક્ટર સાથે રૂ.44.95 લાખની ઠગાઈ

Vadodara Fraud Case : વડોદરાના માંજલપુર વિસ્તારમાં દવાખાનું ચલાવતા ડોક્ટરને કોઈન ડી.સી.એક્સ મુંબઈ ખાતેથી રીસેપ્શનીસ્ટ વાત કરતા હોવાની ઓળખ આપી હતી. ત્યારબાદ ઠગોએ લિંકમાં રેટિંગ અને રિવ્યૂના વિવિધ ટાસ્ક પૂરા કરવાના બહાને રૂપિયા 44.95 લાખ પડાવી લીધા હતા. જેમાથી શરૂઆતમાં રોકાણ કરેલા રૂપિયા પ્રોફિટ સહિત પરત આપી ઠગોએ વિશ્વાસ કેળવી લીધા બાદ ઠગાઈ આચરી હતી. જેથી ડોક્ટરે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઠગો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.વડોદરાના માંજલપુર જીઆઇડીસી રોડ પર કેશવ ગ્રીનમાં રહેતા તુષારભાઈ નવીનભાઈ કલાર્થી માંજલપુર ખાતે આત્મીય આઇઝ હોસ્પીટલ નામથી દવાખાનું ચલાવી છે. ગત 9 જૂનના રોજ હું મારી હોસ્પીટલમાં હાજર હતો. ત્યારે મને મોબાઈલ ફોન પરથી ફોન આવ્યો હતો. જેમાં એક વ્યક્તિ કોઈન ડી.સી.એક્સ મુંબઇમાંથી બોલુ છું. તમે ઘરે બેઠા હોટલ અને રેસ્ટોરન્ટમા રેટીંગ આપીને કેશ બેક મેળવી શકો છો અને મને પુછયું હતું કે તમે ટેલીગ્રામ વાપરો છો તો મેં હા પાડી હતી. જેથી સર્ચ કરવા આઈ.ડી @manishaRoy13 ખુલેલ હતું અને તેઓએ મને ફોન ઉપર જ જોઇનીંગ સેડ BB0671 આપી અને તે ટેલીગ્રામ આઈ.ડી ઉપર મોકલવા જણાવ્યું હતું. જેથી મેં તે ટેલીગ્રામ યુઝર આઈ.ડી @manisha Roy13 ઉપર જોઈનીંગ કોડ મોકલતા મને તે ટેલીગ્રામ આઈડી ઉપરથી મેસેજ આવ્યો હતો કે હું કોઈન ડી.સી.એક્સમાથી રીસેપ્ટનીસ્ટ બોલુ છું અને તેઓએ મારું નામ, ઉંમર, ભાષા, વોટસએપ નંબર વ્યવસાય પુછયો હતો અને મને એક ગ્રુપમાં જોઈન થવા માટે એક આઇડી મોકલી હતી. જે ગ્રુપમાં અલગ અલગ લિંક મોકલવામાં આવતી હતી જેમાં ડેટીંગ અને રીવ્યુ કરી તેનો સ્કીનશોર્ટ તેઓના ગ્રુપમાં મોકલવાનુ જણાવ્યું હતું. જેથી મેં રેટીંગ અને રિવ્યૂ કરીને તેનો સ્કિનશોર્ટ તેઓના ગુપમાં મોકલી આપતા મારા બેંક ખાતામાં રૂ.6,235 જમા થયા હતા. જેથી મને તેઓના ઉપર વિશ્વાસ આવી ગયો હતો. જેથી મેં બીજા અલગ-અલગ ટાસ્ક કરતા ઠગોએ અલગ-અલગ બેંક ખાતાઓમાં ઓનલાઇન ટુકડે-ટુકડે 45.02 લાખ ઓનલાઇન પડાવ્યા હતા. જેમાંથી માત્ર રૂ.1,435 પરત કરીને મારા બાકીના રૂ.44.95 લાખ પરત નહિ કરી છેતરપિંડી આચરી હતી.

ઓનલાઇન રેટિંગ અને રિવ્યૂ દ્વારા ટાસ્ક પૂરા કરવાના બહાને ડોક્ટર સાથે રૂ.44.95 લાખની ઠગાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara Fraud Case : વડોદરાના માંજલપુર વિસ્તારમાં દવાખાનું ચલાવતા ડોક્ટરને કોઈન ડી.સી.એક્સ મુંબઈ ખાતેથી રીસેપ્શનીસ્ટ વાત કરતા હોવાની ઓળખ આપી હતી. ત્યારબાદ ઠગોએ લિંકમાં રેટિંગ અને રિવ્યૂના વિવિધ ટાસ્ક પૂરા કરવાના બહાને રૂપિયા 44.95 લાખ પડાવી લીધા હતા. જેમાથી શરૂઆતમાં રોકાણ કરેલા રૂપિયા પ્રોફિટ સહિત પરત આપી ઠગોએ વિશ્વાસ કેળવી લીધા બાદ ઠગાઈ આચરી હતી. જેથી ડોક્ટરે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઠગો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

વડોદરાના માંજલપુર જીઆઇડીસી રોડ પર કેશવ ગ્રીનમાં રહેતા તુષારભાઈ નવીનભાઈ કલાર્થી માંજલપુર ખાતે આત્મીય આઇઝ હોસ્પીટલ નામથી દવાખાનું ચલાવી છે. ગત 9 જૂનના રોજ હું મારી હોસ્પીટલમાં હાજર હતો. ત્યારે મને મોબાઈલ ફોન પરથી ફોન આવ્યો હતો. જેમાં એક વ્યક્તિ કોઈન ડી.સી.એક્સ મુંબઇમાંથી બોલુ છું. તમે ઘરે બેઠા હોટલ અને રેસ્ટોરન્ટમા રેટીંગ આપીને કેશ બેક મેળવી શકો છો અને મને પુછયું હતું કે તમે ટેલીગ્રામ વાપરો છો તો મેં હા પાડી હતી. જેથી સર્ચ કરવા આઈ.ડી @manishaRoy13 ખુલેલ હતું અને તેઓએ મને ફોન ઉપર જ જોઇનીંગ સેડ BB0671 આપી અને તે ટેલીગ્રામ આઈ.ડી ઉપર મોકલવા જણાવ્યું હતું. જેથી મેં તે ટેલીગ્રામ યુઝર આઈ.ડી @manisha Roy13 ઉપર જોઈનીંગ કોડ મોકલતા મને તે ટેલીગ્રામ આઈડી ઉપરથી મેસેજ આવ્યો હતો કે હું કોઈન ડી.સી.એક્સમાથી રીસેપ્ટનીસ્ટ બોલુ છું અને તેઓએ મારું નામ, ઉંમર, ભાષા, વોટસએપ નંબર વ્યવસાય પુછયો હતો અને મને એક ગ્રુપમાં જોઈન થવા માટે એક આઇડી મોકલી હતી. જે ગ્રુપમાં અલગ અલગ લિંક મોકલવામાં આવતી હતી જેમાં ડેટીંગ અને રીવ્યુ કરી તેનો સ્કીનશોર્ટ તેઓના ગ્રુપમાં મોકલવાનુ જણાવ્યું હતું. જેથી મેં રેટીંગ અને રિવ્યૂ કરીને તેનો સ્કિનશોર્ટ તેઓના ગુપમાં મોકલી આપતા મારા બેંક ખાતામાં રૂ.6,235 જમા થયા હતા. જેથી મને તેઓના ઉપર વિશ્વાસ આવી ગયો હતો. જેથી મેં બીજા અલગ-અલગ ટાસ્ક કરતા ઠગોએ અલગ-અલગ બેંક ખાતાઓમાં ઓનલાઇન ટુકડે-ટુકડે 45.02 લાખ ઓનલાઇન પડાવ્યા હતા. જેમાંથી માત્ર રૂ.1,435 પરત કરીને મારા બાકીના રૂ.44.95 લાખ પરત નહિ કરી છેતરપિંડી આચરી હતી.