જોધપુરના બે ઠગે ફ્લાઇટની ટિકિટ કરાવી આપવાનું કહી 57 હજાર ખંખેર્યા

વિશાખાપટ્ટનમના યુવકને ઉઝબેકિસ્તાનની કન્ફર્મ ટિકિટનું કહી ઠગાઈ આચરીયુવકે ઓનલાઇન ચેક કરતા ટિકિટ કેન્સલ હોવાનું જણાયું, સેટેલાઇટમાં ફરિયાદ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં બંને શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી જોધપુરમાં બે શખ્સોએ વિદેશમાં સારા પગારની નોકરીની લાલચ આપીને વિશાખાપટ્ટનમના યુવક પાસેથી 57 હજાર લઈ પહેલા ઉઝબેકિસ્તાનની કન્ફર્મ ફલાઈટની ટિકિટ મોકલી હતી, પરંતુ યુવકે ઓનલાઈન ચેક કરતા ટિકિટ કેન્સલ હોવાનું સામે આવ્યું હતું. આવી જ રીતે 15 લોકો સાથે ઠગાઈ થયાની યુવકને જાણ થઈ હતી. આ અંગે યુવકે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં બંને શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે પ્રમોદ સુન્નીપીએ ફેસબુક પર બુદ્ધા ઇન્ટરનેશનલ કન્સલ્ટન્ટ અને સન એન્ટરપ્રાઇઝ પ્લેસમેન્ટ સર્વિસ નામની કંપનીની જાહેરાત જોઇ હતી, જેમાં વિદેશમાં નોકરીની તક હોવાનું જણાવ્યું હતું. પ્રમોદભાઇએ તેના કસ્ટમર કેર નંબર પર ફોન કરીને સ્ટોરકિપરની જગ્યા માટે ઉઝબેકિસ્તાન જવાની ઇચ્છા દર્શાવી હતી. ફોન ઉપાડનાર સુધીરસિંગે અમદાવાદમાં જોધપુર પાસેની એક ઓફિસનું એડ્રેસ આપ્યું હતું. બાદમાં ફોન ઉપાડનાર અભયસિંગે પ્રમોદ પાસે બાયોડેટા વોટ્સએપ પર મંગાવ્યો હતો. બાદમાં બન્ને શખ્સોએ એક કંપનીમાં સ્ટોરકીપર તરીકે નોકરી તેમજ 180 યુએસ ડોલર પગાર હોવાનો ઉલ્લેખવાળો લેટર પ્રમોદને મોકલી આપ્યો હતો. આ પછી બન્ને શખ્સોએ પ્રમોદ પાસેથી 57 હજાર લઇને ફ્લાઈટની કન્ફર્મ ટિકિટ આપી હતી. પ્રમોદે ઓનલાઇન ચેક કરતા તે કેન્સલ બતાવતી હતી. બાદમાં તેણે જાણ થઈ કે, આ શખ્સો 15 લોકોને છેતર્યા છે. આ અંગે પ્રમોદે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં અભયસિંગ અને સુધીરસિંગ વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.

જોધપુરના બે ઠગે ફ્લાઇટની ટિકિટ કરાવી આપવાનું કહી 57 હજાર ખંખેર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વિશાખાપટ્ટનમના યુવકને ઉઝબેકિસ્તાનની કન્ફર્મ ટિકિટનું કહી ઠગાઈ આચરી
  • યુવકે ઓનલાઇન ચેક કરતા ટિકિટ કેન્સલ હોવાનું જણાયું, સેટેલાઇટમાં ફરિયાદ
  • સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં બંને શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી

જોધપુરમાં બે શખ્સોએ વિદેશમાં સારા પગારની નોકરીની લાલચ આપીને વિશાખાપટ્ટનમના યુવક પાસેથી 57 હજાર લઈ પહેલા ઉઝબેકિસ્તાનની કન્ફર્મ ફલાઈટની ટિકિટ મોકલી હતી, પરંતુ યુવકે ઓનલાઈન ચેક કરતા ટિકિટ કેન્સલ હોવાનું સામે આવ્યું હતું. આવી જ રીતે 15 લોકો સાથે ઠગાઈ થયાની યુવકને જાણ થઈ હતી. આ અંગે યુવકે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં બંને શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે પ્રમોદ સુન્નીપીએ ફેસબુક પર બુદ્ધા ઇન્ટરનેશનલ કન્સલ્ટન્ટ અને સન એન્ટરપ્રાઇઝ પ્લેસમેન્ટ સર્વિસ નામની કંપનીની જાહેરાત જોઇ હતી, જેમાં વિદેશમાં નોકરીની તક હોવાનું જણાવ્યું હતું. પ્રમોદભાઇએ તેના કસ્ટમર કેર નંબર પર ફોન કરીને સ્ટોરકિપરની જગ્યા માટે ઉઝબેકિસ્તાન જવાની ઇચ્છા દર્શાવી હતી. ફોન ઉપાડનાર સુધીરસિંગે અમદાવાદમાં જોધપુર પાસેની એક ઓફિસનું એડ્રેસ આપ્યું હતું. બાદમાં ફોન ઉપાડનાર અભયસિંગે પ્રમોદ પાસે બાયોડેટા વોટ્સએપ પર મંગાવ્યો હતો. બાદમાં બન્ને શખ્સોએ એક કંપનીમાં સ્ટોરકીપર તરીકે નોકરી તેમજ 180 યુએસ ડોલર પગાર હોવાનો ઉલ્લેખવાળો લેટર પ્રમોદને મોકલી આપ્યો હતો. આ પછી બન્ને શખ્સોએ પ્રમોદ પાસેથી 57 હજાર લઇને ફ્લાઈટની કન્ફર્મ ટિકિટ આપી હતી. પ્રમોદે ઓનલાઇન ચેક કરતા તે કેન્સલ બતાવતી હતી. બાદમાં તેણે જાણ થઈ કે, આ શખ્સો 15 લોકોને છેતર્યા છે. આ અંગે પ્રમોદે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં અભયસિંગ અને સુધીરસિંગ વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.