વલસાડ રેલવે સ્ટેશને એક્સપ્રેસ પ્લેટફોર્મ વિનાના 6 નંબરના ટ્રેક પર પહોંચી ગઈ

મુસાફરોએ સામાન લઈને રોંગ સાઇડથી જીવના જોખમે ટ્રેક ઓળંગવો પડયોરેલવે તંત્રના છબરડાંઓના કિસ્સા અવાર-નવાર સામે આવતા રહે છે મોડી પડેલી ટ્રેન 3ને બદલે પાંચ નંબરના પ્લેટફોર્મ પર આવવાની જાહેર બાદ પણ યાત્રીઓએ દોડધામ કરવી પડી રેલવે તંત્રના છબરડાંઓના કિસ્સા અવાર-નવાર સામે આવતા રહે છે. ત્યારે હવે વલસાડ રેલવે સ્ટેશનની એક ગંભીર બેદરકારી સામે આવી છે. વલસાડ રેલવે સ્ટેશન માસ્તર સહિતના જવાબદારોની ગંભીર બેદરકારીને કારણે બુધવારે ગોરખપુર-બાંદ્રા ટર્મિનલ ટ્રેન નંબર પાંચને બદલે પ્લેટફોર્મ વગરના 6 નંબરના ટ્રેક પર પહોંચી જતા મુસાફરોમાં દોડધામ મચી ગઈ હતી. બધા મુસાફરોએ સામાન સાથે પ્લેટફોર્મ પરથી કૂદીને જીવના જોખમે ટ્રેક ઓળંગીને દોડતા-દોડતા જઈ રોંગ સાઈડથી ટ્રેનમાં ચઢવાની ફરજ પડી હતી. આ દોડાદોડીમાં વૃદ્ધ અને અશક્ત મુસાફરોની હાલત ખરાબ થઈ ગઈ હતી. વલસાડ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નં. 3 ઉપર સવારે 11-15 કલાકે આવતી ટ્રેન નં. 22922- ગોરખપુર-બાંદ્રા ટર્મિનલ્સ એક્સપ્રેસ ટ્રેન તા.03-04-24ને બુધવારે આશરે 8થી 10 મિનિટ મોડી પડી હતી. આ સમયે સ્ટેશન પરથી ઉક્ત ટ્રેન પ્લેટફોર્મ નં. 05 ઉપર આવશે તેવી જાહેરાત કરવામાં આવતા મુસાફરો સામાન સાથે પ્લેટફોર્મ નં. પાંચ ઉપર પહોંચ્યા હતા. જો કે, તે પછી આ ટ્રેનની પ્લેટફોર્મ નં. પાંચને બદલે પ્લેટફોર્મ વગરના 06 નંબરના ટ્રેક પર ઊભી રહી હતી. જેને કારણે પ્લેટફોર્મ નંબર પાંચ ઉપર આ ટ્રેનની રાહ જોઈ રહેલા મુસાફરો ગભરાઈ ગયા હતા. જે બાદ મુસાફરોએ સામાન સાથે ટ્રેન પકડવા માટે દોટ મૂકી હતી. ઘટનાને પગલે ભારે અફરાતફરી મચી ગઈ હતી. મુસાફરોએ પ્લેટફોર્મ કૂદીને રોંગ સાઈડથી ટ્રેનમાં ચઢવા રીતસર દોડધામ કરવાની નોબત આવી હતી. જેમાં તેઓએ જીવના જોખમે ટ્રેક પસાર કરવો પડયો હતો. સદ્ભાગ્યે એ સમયે પાંચ નંબરના પ્લેટફોર્મ ઉપરથી કોઇ ટ્રેન આવતી નહોતી, અન્યથા મોટી હોનારત સર્જાઇ શકી હોત. ઘટના સમયે પ્લેટફોર્મ ઉપર હાજર કોઇ જાગૃત વ્યક્તિએ વીડિયો ઉતારીને મીડિયાને આપતા આખો મામલો બહાર આવ્યો હતો. સ્ટેશન માસ્તર સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા રેલવેના સૂત્રએ જણાવ્યું કે આ ઘટનામાં વલસાડ રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તર, પોઇન્ટ મેન, સિગ્નલ મેન, ટ્રાફિક તથા કંટ્રોલ વિભાગની જવાબદારી છે. સૂત્રએ જણાવ્યું કે આ ઘટનામાં વલસાડના એક સ્ટેશન માસ્તરને સસ્પેન્ડ કરી દેવાયા છે. જ્યારે અન્ય એક સ્ટેશન માસ્તરને ચાર્જશીટ આપવાની કવાયત હાથ ધરાઇ હોવાની ચર્ચા છે. આ બાબતે સંદેશે વલસાડ રેલવેના એરિયા મેનેજર અનુ ત્યાગીને વારંવાર ફોન કરવા છતાં તેમણે હંમેશની માફક ફોન ઉપાડયો નહોતો.

વલસાડ રેલવે સ્ટેશને એક્સપ્રેસ પ્લેટફોર્મ વિનાના 6 નંબરના ટ્રેક પર પહોંચી ગઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મુસાફરોએ સામાન લઈને રોંગ સાઇડથી જીવના જોખમે ટ્રેક ઓળંગવો પડયો
  • રેલવે તંત્રના છબરડાંઓના કિસ્સા અવાર-નવાર સામે આવતા રહે છે
  • મોડી પડેલી ટ્રેન 3ને બદલે પાંચ નંબરના પ્લેટફોર્મ પર આવવાની જાહેર બાદ પણ યાત્રીઓએ દોડધામ કરવી પડી

રેલવે તંત્રના છબરડાંઓના કિસ્સા અવાર-નવાર સામે આવતા રહે છે. ત્યારે હવે વલસાડ રેલવે સ્ટેશનની એક ગંભીર બેદરકારી સામે આવી છે. વલસાડ રેલવે સ્ટેશન માસ્તર સહિતના જવાબદારોની ગંભીર બેદરકારીને કારણે બુધવારે ગોરખપુર-બાંદ્રા ટર્મિનલ ટ્રેન નંબર પાંચને બદલે પ્લેટફોર્મ વગરના 6 નંબરના ટ્રેક પર પહોંચી જતા મુસાફરોમાં દોડધામ મચી ગઈ હતી. બધા મુસાફરોએ સામાન સાથે પ્લેટફોર્મ પરથી કૂદીને જીવના જોખમે ટ્રેક ઓળંગીને દોડતા-દોડતા જઈ રોંગ સાઈડથી ટ્રેનમાં ચઢવાની ફરજ પડી હતી. આ દોડાદોડીમાં વૃદ્ધ અને અશક્ત મુસાફરોની હાલત ખરાબ થઈ ગઈ હતી.

વલસાડ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નં. 3 ઉપર સવારે 11-15 કલાકે આવતી ટ્રેન નં. 22922- ગોરખપુર-બાંદ્રા ટર્મિનલ્સ એક્સપ્રેસ ટ્રેન તા.03-04-24ને બુધવારે આશરે 8થી 10 મિનિટ મોડી પડી હતી. આ સમયે સ્ટેશન પરથી ઉક્ત ટ્રેન પ્લેટફોર્મ નં. 05 ઉપર આવશે તેવી જાહેરાત કરવામાં આવતા મુસાફરો સામાન સાથે પ્લેટફોર્મ નં. પાંચ ઉપર પહોંચ્યા હતા. જો કે, તે પછી આ ટ્રેનની પ્લેટફોર્મ નં. પાંચને બદલે પ્લેટફોર્મ વગરના 06 નંબરના ટ્રેક પર ઊભી રહી હતી. જેને કારણે પ્લેટફોર્મ નંબર પાંચ ઉપર આ ટ્રેનની રાહ જોઈ રહેલા મુસાફરો ગભરાઈ ગયા હતા. જે બાદ મુસાફરોએ સામાન સાથે ટ્રેન પકડવા માટે દોટ મૂકી હતી. ઘટનાને પગલે ભારે અફરાતફરી મચી ગઈ હતી. મુસાફરોએ પ્લેટફોર્મ કૂદીને રોંગ સાઈડથી ટ્રેનમાં ચઢવા રીતસર દોડધામ કરવાની નોબત આવી હતી. જેમાં તેઓએ જીવના જોખમે ટ્રેક પસાર કરવો પડયો હતો. સદ્ભાગ્યે એ સમયે પાંચ નંબરના પ્લેટફોર્મ ઉપરથી કોઇ ટ્રેન આવતી નહોતી, અન્યથા મોટી હોનારત સર્જાઇ શકી હોત. ઘટના સમયે પ્લેટફોર્મ ઉપર હાજર કોઇ જાગૃત વ્યક્તિએ વીડિયો ઉતારીને મીડિયાને આપતા આખો મામલો બહાર આવ્યો હતો.

સ્ટેશન માસ્તર સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા

રેલવેના સૂત્રએ જણાવ્યું કે આ ઘટનામાં વલસાડ રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તર, પોઇન્ટ મેન, સિગ્નલ મેન, ટ્રાફિક તથા કંટ્રોલ વિભાગની જવાબદારી છે. સૂત્રએ જણાવ્યું કે આ ઘટનામાં વલસાડના એક સ્ટેશન માસ્તરને સસ્પેન્ડ કરી દેવાયા છે. જ્યારે અન્ય એક સ્ટેશન માસ્તરને ચાર્જશીટ આપવાની કવાયત હાથ ધરાઇ હોવાની ચર્ચા છે. આ બાબતે સંદેશે વલસાડ રેલવેના એરિયા મેનેજર અનુ ત્યાગીને વારંવાર ફોન કરવા છતાં તેમણે હંમેશની માફક ફોન ઉપાડયો નહોતો.