જાહેર રજાના દિવસે સ્કૂલો શૈક્ષણિક કાર્ય ચાલુ રાખશે તો કાર્યવાહી થશે: DEO

ઈદ તેમજ ચેટિચાંદના દિવસે પણ વાર્ષિક પરીક્ષા ગોઠવતા વાલીઓમાં આક્રોશ ફેલાયોલેખિત રજૂઆત DEO કચેરી સુધી થઈ હતી. અમદાવાદ શહેર DEO દ્વારા તમામ સ્કૂલોને તાકીદ કરવામાં આવી છે અમદાવાદ શહેરની કેટલીક સ્કૂલો દ્વારા ઈદ તેમજ ચેટિચાંદના દિવસે પણ વાર્ષિક પરીક્ષા ગોઠવતા વાલીઓમાં આક્રોશ ફેલાયો હતો. જેની લેખિત રજૂઆત DEO કચેરી સુધી થઈ હતી. જે અન્વયે અમદાવાદ શહેર DEO દ્વારા તમામ સ્કૂલોને તાકીદ કરવામાં આવી છે કે, જાહેર રજાના દિવસે સ્કૂલો શૈક્ષણિક કાર્ય ચાલુ રાખશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ શહેર DEO દ્વારા તમામ સ્કૂલોને તાકીદ કરવામાં આવી છે, સામાન્ય વહીવટ વિભાગના 20 નવેમ્બર-2023ના જાહેરનામાથી વર્ષ-2024માં રજાઓ જાહેર કરેલ છે. છતા તાજેતરમાં કચેરીને મળેલી રજૂઆત મુજબ 10 એપ્રિલ અને 11 એપ્રિલના રોજ ચેટિચાંદ અને ઈદ હોવા થતાં કેટલીક સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય તેમજ પરીક્ષા ગોઠવવામાં આવી છે. માટે જાહેર રજાના દિવસે તમામ શાળાઓએ ફરજિયાત રજા રાખવાની રહેશે. જો કોઈ શાળા જાહેર રજાના દિવસે પણ શૈક્ષણિક કાર્ય ચાલુ રાખશે તો શાળા સામે નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ધોરણ.9 અને 11ની વાર્ષિક પરીક્ષા 8થી 20 એપ્રિલ દરમિયાન લેવાની બોર્ડ દ્વારા સુચના અપાઈ છે. જેમાં સ્કૂલો પોતે આ પ્રકારે કોઈ ધાર્મિક તહેવારની જાહેર રજા આવે તો તેઓ પરીક્ષાના દિવસોમાં ફેરફાર કરી શકતા હોય છે. પરંતુ ઘણી સ્કૂલોએ ઈદના દિવસે જ પરીક્ષા ગોઠવતા વિવાદ થયો છે.

જાહેર રજાના દિવસે સ્કૂલો શૈક્ષણિક કાર્ય ચાલુ રાખશે તો કાર્યવાહી થશે: DEO

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઈદ તેમજ ચેટિચાંદના દિવસે પણ વાર્ષિક પરીક્ષા ગોઠવતા વાલીઓમાં આક્રોશ ફેલાયો
  • લેખિત રજૂઆત DEO કચેરી સુધી થઈ હતી.
  • અમદાવાદ શહેર DEO દ્વારા તમામ સ્કૂલોને તાકીદ કરવામાં આવી છે

અમદાવાદ શહેરની કેટલીક સ્કૂલો દ્વારા ઈદ તેમજ ચેટિચાંદના દિવસે પણ વાર્ષિક પરીક્ષા ગોઠવતા વાલીઓમાં આક્રોશ ફેલાયો હતો. જેની લેખિત રજૂઆત DEO કચેરી સુધી થઈ હતી. જે અન્વયે અમદાવાદ શહેર DEO દ્વારા તમામ સ્કૂલોને તાકીદ કરવામાં આવી છે કે, જાહેર રજાના દિવસે સ્કૂલો શૈક્ષણિક કાર્ય ચાલુ રાખશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદ શહેર DEO દ્વારા તમામ સ્કૂલોને તાકીદ કરવામાં આવી છે, સામાન્ય વહીવટ વિભાગના 20 નવેમ્બર-2023ના જાહેરનામાથી વર્ષ-2024માં રજાઓ જાહેર કરેલ છે. છતા તાજેતરમાં કચેરીને મળેલી રજૂઆત મુજબ 10 એપ્રિલ અને 11 એપ્રિલના રોજ ચેટિચાંદ અને ઈદ હોવા થતાં કેટલીક સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય તેમજ પરીક્ષા ગોઠવવામાં આવી છે. માટે જાહેર રજાના દિવસે તમામ શાળાઓએ ફરજિયાત રજા રાખવાની રહેશે. જો કોઈ શાળા જાહેર રજાના દિવસે પણ શૈક્ષણિક કાર્ય ચાલુ રાખશે તો શાળા સામે નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ધોરણ.9 અને 11ની વાર્ષિક પરીક્ષા 8થી 20 એપ્રિલ દરમિયાન લેવાની બોર્ડ દ્વારા સુચના અપાઈ છે. જેમાં સ્કૂલો પોતે આ પ્રકારે કોઈ ધાર્મિક તહેવારની જાહેર રજા આવે તો તેઓ પરીક્ષાના દિવસોમાં ફેરફાર કરી શકતા હોય છે. પરંતુ ઘણી સ્કૂલોએ ઈદના દિવસે જ પરીક્ષા ગોઠવતા વિવાદ થયો છે.