અમરેલીમાં લોકસભાની ટિકિટની લડાઈ હવે શેરીઓમાં પહોંચી, ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી

મોડી રાત્રે બે જૂથો વચ્ચે મારામારી થઇભાજપના કાર્યકર હિરેન વિરડીયા પર હુમલો થયોહિરેન વિરડીયાએ ઉમેદવાર બદલવા કરી હતી રજૂઆતઅમરેલીમાં ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઇ છે. જેમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે મારામારી થઇ છે. તેમાં ભાજપના કાર્યકર હિરેન વિરડીયા પર હુમલો કરવામાં આવ્યો છે. હિરેન વિરડીયાએ ઉમેદવાર બદલવા રજૂઆત કરી હતી. જેમાં ભાજપના કાર્યકર્તાઓએ જ હુમલો કર્યાનું સામે આવ્યું છે. હુમલાના સ્થળે સાંસદ કાછડિયા પણ પહોંચ્યા હુમલાના સ્થળે સાંસદ કાછડિયા પણ પહોંચ્યા હતા. તેમાં લાકડી-ધોકાથી હુમલો કર્યાનો આક્ષેપ છે. અમરેલીમાં લોકસભાની ટિકિટની લડાઈ હવે શેરીઓમાં પહોંચી છે. જેમાં મોડીરાત્રે ભાજપના જ બે જુથ વચ્ચે લોહિયાળ મારામારી થઇ છે. લોકસભાના ઉમેદવાર બદલવાની રજુઆત કરનાર ભાજપના જ કાર્યકર હિરેન વિરડીયા પર ઘાતક હુમલો થયો છે. સામા પક્ષે પણ ભાજપના જ કાર્યકર્તાઓ છે. ત્યારે બન્ને જુથને શાંત પાડવા પહોંચેલા સાંસદ કાછડિયા અને કાર્યકરો વચ્ચે પણ ઝપાઝપી થઇ હતી. સમગ્ર મામલે હજુ સુધી કોઇપણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાઇ નથી બન્ને જુથના કાર્યકરો સીવીલ હોસ્પિટલમાં દાખલ થયા છે. જેમાં સાંસદ કાછડિયાનું ઉગ્ર સ્વરૂપ સામે આવ્યુ છે. જેમાં કાયદેસરની કાર્યવાહીમા મોડુ થતા પોલીસને પણ ધમકાવી છે. ભાજપના જ બે જૂથો વચ્ચે અથડામણ થતા શહેરમાં સન્નાટો છવાયો છે. સાંસદ કાછડિયા બન્ને જુથના સેંકડો કાર્યકરોનો સીવીલ હોસ્પિટલમાં જમાવડો દેખાયો છે. ટિકિટ મુદ્દે હવે લડાઈ વધુ ઉગ્ર બને તેવા એંધાણ છે. તેમજ આ સમગ્ર મામલે હજુ સુધી કોઇપણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. 

અમરેલીમાં લોકસભાની ટિકિટની લડાઈ હવે શેરીઓમાં પહોંચી, ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મોડી રાત્રે બે જૂથો વચ્ચે મારામારી થઇ
  • ભાજપના કાર્યકર હિરેન વિરડીયા પર હુમલો થયો
  • હિરેન વિરડીયાએ ઉમેદવાર બદલવા કરી હતી રજૂઆત
અમરેલીમાં ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઇ છે. જેમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે મારામારી થઇ છે. તેમાં ભાજપના કાર્યકર હિરેન વિરડીયા પર હુમલો કરવામાં આવ્યો છે. હિરેન વિરડીયાએ ઉમેદવાર બદલવા રજૂઆત કરી હતી. જેમાં ભાજપના કાર્યકર્તાઓએ જ હુમલો કર્યાનું સામે આવ્યું છે.

હુમલાના સ્થળે સાંસદ કાછડિયા પણ પહોંચ્યા
હુમલાના સ્થળે સાંસદ કાછડિયા પણ પહોંચ્યા હતા. તેમાં લાકડી-ધોકાથી હુમલો કર્યાનો આક્ષેપ છે. અમરેલીમાં લોકસભાની ટિકિટની લડાઈ હવે શેરીઓમાં પહોંચી છે. જેમાં મોડીરાત્રે ભાજપના જ બે જુથ વચ્ચે લોહિયાળ મારામારી થઇ છે. લોકસભાના ઉમેદવાર બદલવાની રજુઆત કરનાર ભાજપના જ કાર્યકર હિરેન વિરડીયા પર ઘાતક હુમલો થયો છે. સામા પક્ષે પણ ભાજપના જ કાર્યકર્તાઓ છે. ત્યારે બન્ને જુથને શાંત પાડવા પહોંચેલા સાંસદ કાછડિયા અને કાર્યકરો વચ્ચે પણ ઝપાઝપી થઇ હતી.

સમગ્ર મામલે હજુ સુધી કોઇપણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાઇ નથી
બન્ને જુથના કાર્યકરો સીવીલ હોસ્પિટલમાં દાખલ થયા છે. જેમાં સાંસદ કાછડિયાનું ઉગ્ર સ્વરૂપ સામે આવ્યુ છે. જેમાં કાયદેસરની કાર્યવાહીમા મોડુ થતા પોલીસને પણ ધમકાવી છે. ભાજપના જ બે જૂથો વચ્ચે અથડામણ થતા શહેરમાં સન્નાટો છવાયો છે. સાંસદ કાછડિયા બન્ને જુથના સેંકડો કાર્યકરોનો સીવીલ હોસ્પિટલમાં જમાવડો દેખાયો છે. ટિકિટ મુદ્દે હવે લડાઈ વધુ ઉગ્ર બને તેવા એંધાણ છે. તેમજ આ સમગ્ર મામલે હજુ સુધી કોઇપણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.