Botad News: ગઢડાના મોટી કુંડળ ગામે હત્યા કરનાર આરોપી ગણતરીના દિવસોમાં ઝડપાયો

હત્યાના આરોપીને ઝડપવા તપાસ હાથ ધરાઈ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી પોલીસે આરોપીને નીંગાળા ગામેથી ઝડપ્યો ગઢડા તાલુકાના મોટી કુંડળ ગામે સીમ વિસ્તારમાં આવેલી એક વાડીમાં ગત 27 મેના રોજ ખેત મજૂર ભાગીયાઓ વચ્ચે ઉપાડની રકમ રૂપિયા 10 હજાર બાબતે માથાકુટ થતા આરોપીએ ધારીયા વડે બીજા ખેત મજૂરનું ગળું કાપી હત્યા કરી નાસી ગયેલ હતો. આ બનાવની જાણ ગઢડા પોલીસને થતા ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. આરોપીની શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા મોટી કુંડળ ગામની સીમ વિસ્તારમાં હત્યા કરી નાસી છૂટેલ આરોપી ફોનનો ઉપયોગ કરતો ન હોવાથી તેમજ પરિવારથી અલગ એકલો અલગ-અલગ ગામના સીમ વિસ્તારમાં મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હોવાથી તેમજ પોતાના વતનમાં કોઇ સગા સબંધીમાં કોઈ સંપર્ક ધરાવતો નહીં હોવાથી આરોપીને શોધી કાઢવો ખુબજ મુશ્કેલ બન્યુ હતું. આરોપીને વોન્ટેડ જાહેર કરી ઝડપવા પ્રયાસો શરૂ કર્યા પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન મુજબ ગઢડા પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી હ્યુમનસોર્સ તથા ટેકનીકલ સોર્સની મદદથી સતત પ્રયત્નશીલ રહી નાકાબંધી કરી આરોપીને પકડી પાડવા તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેમજ આરોપીને ફોટોગ્રાફસ સાથે વોન્ટેડ તરીકે સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ કરી આરોપીને પકડી પાડવાના તમામ અથાગ પ્રયાસો શરૂ કર્યા હતા. બાતમીના આધારે આરોપીની ધરપકડ આ દરમિયાન ગઢડા પોલીસને હત્યાનો આરોપી નીંગાળા સીમ વિસ્તારમાં આટા મારતો જોવા મળ્યો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે તાત્કાલીક અસરથી પોલીસે નીંગાળા ગામે રેડ કરી બાતમીવાળી જગ્યાને કોર્ડન કરી તપાસ કરતા હત્યાના ગુનાનો આરોપી મળી આવ્યો હતો. ગઢડા પોલીસે મુળ છોટાઉદેપુર જિલ્લાના સારંગપુરનાસીના રહેવાસીને ભાયલાલ જસુભાઇ ઉર્ફે જીવણ ભીલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

Botad News: ગઢડાના મોટી કુંડળ ગામે હત્યા કરનાર આરોપી ગણતરીના દિવસોમાં ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હત્યાના આરોપીને ઝડપવા તપાસ હાથ ધરાઈ
  • પોલીસે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી
  • પોલીસે આરોપીને નીંગાળા ગામેથી ઝડપ્યો

ગઢડા તાલુકાના મોટી કુંડળ ગામે સીમ વિસ્તારમાં આવેલી એક વાડીમાં ગત 27 મેના રોજ ખેત મજૂર ભાગીયાઓ વચ્ચે ઉપાડની રકમ રૂપિયા 10 હજાર બાબતે માથાકુટ થતા આરોપીએ ધારીયા વડે બીજા ખેત મજૂરનું ગળું કાપી હત્યા કરી નાસી ગયેલ હતો. આ બનાવની જાણ ગઢડા પોલીસને થતા ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

આરોપીની શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા

મોટી કુંડળ ગામની સીમ વિસ્તારમાં હત્યા કરી નાસી છૂટેલ આરોપી ફોનનો ઉપયોગ કરતો ન હોવાથી તેમજ પરિવારથી અલગ એકલો અલગ-અલગ ગામના સીમ વિસ્તારમાં મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હોવાથી તેમજ પોતાના વતનમાં કોઇ સગા સબંધીમાં કોઈ સંપર્ક ધરાવતો નહીં હોવાથી આરોપીને શોધી કાઢવો ખુબજ મુશ્કેલ બન્યુ હતું.

આરોપીને વોન્ટેડ જાહેર કરી ઝડપવા પ્રયાસો શરૂ કર્યા

પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન મુજબ ગઢડા પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી હ્યુમનસોર્સ તથા ટેકનીકલ સોર્સની મદદથી સતત પ્રયત્નશીલ રહી નાકાબંધી કરી આરોપીને પકડી પાડવા તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેમજ આરોપીને ફોટોગ્રાફસ સાથે વોન્ટેડ તરીકે સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ કરી આરોપીને પકડી પાડવાના તમામ અથાગ પ્રયાસો શરૂ કર્યા હતા.

બાતમીના આધારે આરોપીની ધરપકડ

આ દરમિયાન ગઢડા પોલીસને હત્યાનો આરોપી નીંગાળા સીમ વિસ્તારમાં આટા મારતો જોવા મળ્યો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે તાત્કાલીક અસરથી પોલીસે નીંગાળા ગામે રેડ કરી બાતમીવાળી જગ્યાને કોર્ડન કરી તપાસ કરતા હત્યાના ગુનાનો આરોપી મળી આવ્યો હતો. ગઢડા પોલીસે મુળ છોટાઉદેપુર જિલ્લાના સારંગપુરનાસીના રહેવાસીને ભાયલાલ જસુભાઇ ઉર્ફે જીવણ ભીલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.