વડોદરા SSG હોસ્પિટલમાં ઓક્સિજનની લાઈન લીક

15 મિનિટ માટે ઓક્સિજનનો પુરવઠો ખોરવાયોસ્ટાફે હાથથી પમ્પિંગ કરી દર્દીને ઓક્સિજન આપ્યો15 મિનિટ બાદ ઓક્સિજન પૂર્વવત્ કરાયોવડોદરામાં શહેરની સૌથી મોટી સરકારી હોસ્પિટલ SSG હોસ્પિટલમાં મોટી બેદરકારી સામે આવી છે. જેમાં સર્જિકલ આઇસીયુ વોર્ડમાં 15 મિનિટ જેટલા સમયગાળામાં ઓક્સિજનનો પુરવઠો ખોરવાઈ ગયો હતો. જેના કારણે દર્દીઓ અને હોસ્પિટલ તંત્રના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ અંગેની માહિતી અનુસાર, વડોદરાની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં સર્જિકલ ICU વોર્ડમાં અચાનક ઓક્સિજનનો પુરવઠો ખોરવાયો હતો. જેને લઇને ક્રિટીકલ હાલતમાં સારવાર લઇ રહેલા દર્દીઓના જીવને જોખમ ઉભુ થાય તેવી સ્થિતીનું સર્જન થયું હતું. આ અંગે જાણતા દર્દીઓના પરિજનોનો શ્વાસ અદ્ધર થઇ ગયા હતા. આ પછી હોસ્પિટલનો સ્ટાફ દોડતો થયો હતો. જેમાં ઘટના અંગે જણાવ્યું કે, લાઇન લિકેજ હોવાના કારણે સ્થિતી સર્જાઇ છે. ઓક્સિજનની સેન્ટ્રલ લાઇનમાં જેસીબી અડી જવાના કારણે પુરવઠો ખોરવાયો હતો. આ સ્થિતી 15 મિનિટ જેટલી ચાલી હતી. કટોકટી સમયે દર્દીઓને ઓક્સિજન સિલિન્ડર અને વેઇન્સ આપવામાં આવી હતી. નોંધનીય છેકે, ઓક્સિજનનો પુરવઠો ખોરવાયો તે સમયે પ્રત્યેક દર્દીઓની પડખે હોસ્પિટલનો સ્ટાફ હતો. તેમને ઓક્સિજન પુરો પાડી શકાય તે માટે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. દર્દીઓના સગા પણ સ્થળ પર હાજર હતા. ઓક્સિજનનો પુરવઠો ખોરવાયો તે ઘટનામાં કોઇ જાનહાની અંગે માહિતી પ્રાપ્ત થઇ શકી નથી.

વડોદરા SSG હોસ્પિટલમાં ઓક્સિજનની લાઈન લીક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 15 મિનિટ માટે ઓક્સિજનનો પુરવઠો ખોરવાયો
  • સ્ટાફે હાથથી પમ્પિંગ કરી દર્દીને ઓક્સિજન આપ્યો
  • 15 મિનિટ બાદ ઓક્સિજન પૂર્વવત્ કરાયો
વડોદરામાં શહેરની સૌથી મોટી સરકારી હોસ્પિટલ SSG હોસ્પિટલમાં મોટી બેદરકારી સામે આવી છે. જેમાં સર્જિકલ આઇસીયુ વોર્ડમાં 15 મિનિટ જેટલા સમયગાળામાં ઓક્સિજનનો પુરવઠો ખોરવાઈ ગયો હતો. જેના કારણે દર્દીઓ અને હોસ્પિટલ તંત્રના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

આ અંગેની માહિતી અનુસાર, વડોદરાની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં સર્જિકલ ICU વોર્ડમાં અચાનક ઓક્સિજનનો પુરવઠો ખોરવાયો હતો. જેને લઇને ક્રિટીકલ હાલતમાં સારવાર લઇ રહેલા દર્દીઓના જીવને જોખમ ઉભુ થાય તેવી સ્થિતીનું સર્જન થયું હતું. આ અંગે જાણતા દર્દીઓના પરિજનોનો શ્વાસ અદ્ધર થઇ ગયા હતા.

આ પછી હોસ્પિટલનો સ્ટાફ દોડતો થયો હતો. જેમાં ઘટના અંગે જણાવ્યું કે, લાઇન લિકેજ હોવાના કારણે સ્થિતી સર્જાઇ છે. ઓક્સિજનની સેન્ટ્રલ લાઇનમાં જેસીબી અડી જવાના કારણે પુરવઠો ખોરવાયો હતો. આ સ્થિતી 15 મિનિટ જેટલી ચાલી હતી. કટોકટી સમયે દર્દીઓને ઓક્સિજન સિલિન્ડર અને વેઇન્સ આપવામાં આવી હતી.

નોંધનીય છેકે, ઓક્સિજનનો પુરવઠો ખોરવાયો તે સમયે પ્રત્યેક દર્દીઓની પડખે હોસ્પિટલનો સ્ટાફ હતો. તેમને ઓક્સિજન પુરો પાડી શકાય તે માટે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. દર્દીઓના સગા પણ સ્થળ પર હાજર હતા. ઓક્સિજનનો પુરવઠો ખોરવાયો તે ઘટનામાં કોઇ જાનહાની અંગે માહિતી પ્રાપ્ત થઇ શકી નથી.