Ahmedabad News : સોલા સિવિલ પાસે રીક્ષા ચાલકે વૃદ્ધાને અડફેટે લેતાં મોત

વૃદ્ધાને અડફેટે લઈ રીક્ષા ચાલકે એકટીવા ચાલકને પણ મારી ટક્કર સોલા સિવિલમાં મોતીયાની સારવાર માટે ગયેલા વૃદ્ધાનું અકસ્માતમાં મોત અજાણ્યા રીક્ષા ચાલક સામે SG-1 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ પાસે હીટ એન્ડ રનની ઘટના બની છે,જેમાં રીક્ષા ચાલકે કોકીલાબેન પંચાલ નામના 68 વર્ષીય મહિલાને અડફેટે લેતા મોત નિપજયું છે,બે દિવસ પહેલા આ ઘટના બની હતી,રીક્ષા ચાલકે મહીલાને અડફેટે લીધી સાથે સાથે એકટીવા ચાલકને પણ અડફેટે લીધા હતા,તો SG-1 ટ્રાફિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આરોપીને ઝડપવાની કામગીરી હાથધરી છે. પાંચ દિવસ અગાઉ સોલા સિવિલ પાસે હીટ એન્ડ રનની બની ઘટના વસ્ત્રાલમાં રહેતો 15 વર્ષીય અમન ભદોરિયા આરસી ટેકનિકલ હાઈ સ્કૂલ સોલામાં અભ્યાસ કરતો હોવાથી તે નિયમિત રીતે મેટ્રો ટ્રેનમાં અપડાઉન કરતો હતો તથા થલતેજથી કોલેજ અન્ય વાહનમાં જતો હતો. શુક્રવારે સવારે તે તેના મિત્ર સાથે સોલા સિવિલ હોસ્પિટલ પાસે સર્વિસ રોડ પરથી ચાલતો જતો હતો ત્યારે પૂરઝડપે આવી રહેલી કારચાલકે અમનને ટક્કર મારી હતી, જેથી તે ઉછળીને જમીન પર પટકાયો હતો અને તેનું મોત નિપજયું હતું. હિટ એન્ડ રનનો અર્થ સમજીએ હિટ એન્ડ રન રોડ અકસ્માતનો એક પ્રકાર છે, જેમાં વાહન ચાલકનું વાહન અન્ય વાહન, વ્યક્તિ અથવા વસ્તુ સાથે અથડાયા બાદ તે ઘટના સ્થળે ઉભો રહેતો નથી, કોઈને મદદ કરતો નથી અને ભયભીત થઈ ભાગી જાય છે. જેમ કે જો એક વાહન કોઈ વ્યક્તિને ટક્કર મારે અથવા તેને કચડી નાખે, ત્યારબાદ ડ્રાઈવર ઈજાગ્રસ્ત વ્યક્તિને મદદ કર્યા વગર ઘટનાસ્થળેથી ભાગી જાય, તો તે ફોજદારી કેસ બને છે. આવી ઘટનાઓને રોકવા કાયદો બનાવાયો છે. પરંતુ નવી જોગવાઈનો ઉમેરો કરી કાયદાને વધુ કડક બનાવાયો છે. અગાઉના અને હવેના હિટ એન્ડ રન કાયદામાં તફાવત તાજેતરમાં જ સંસદમાં પસાર કરાયેલા 3 નવા ફોજદારી ન્યાય ખરડાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મંજૂરી આપી દેતા હવે ત્રણેય વિધેયક કાયદો બની ગયા છે. આ 3 નવા કાયદાઓમાંથી ભારતીય ન્યાયિક સંહિતાની એક જોગવાઈ ‘હિડ એન્ડ રન’નો વિરોધ ચાલી રહ્યો છે. અગાઉ જુના કાયદામાં હિટ એન્ડ રન કેસમાં બેદરકારીથી વાહન હંકારવું, બેદરકારીના કારણે કોઈનું મોત થવું અથવા કોઈના જીવને ખતરામાં નાખવા પર કલમ 279, 304A, 338 હેઠળ કાર્યવાહી થતી હતી, જેમાં વધુમાં વધુ 2 વર્ષની જેલની જોગવાઈ છે. એટલું જ આરોપીને તુરંત જામીન પણ મળી જાય છે.

Ahmedabad News : સોલા સિવિલ પાસે રીક્ષા ચાલકે વૃદ્ધાને અડફેટે લેતાં મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વૃદ્ધાને અડફેટે લઈ રીક્ષા ચાલકે એકટીવા ચાલકને પણ મારી ટક્કર
  • સોલા સિવિલમાં મોતીયાની સારવાર માટે ગયેલા વૃદ્ધાનું અકસ્માતમાં મોત
  • અજાણ્યા રીક્ષા ચાલક સામે SG-1 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ પાસે હીટ એન્ડ રનની ઘટના બની છે,જેમાં રીક્ષા ચાલકે કોકીલાબેન પંચાલ નામના 68 વર્ષીય મહિલાને અડફેટે લેતા મોત નિપજયું છે,બે દિવસ પહેલા આ ઘટના બની હતી,રીક્ષા ચાલકે મહીલાને અડફેટે લીધી સાથે સાથે એકટીવા ચાલકને પણ અડફેટે લીધા હતા,તો SG-1 ટ્રાફિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આરોપીને ઝડપવાની કામગીરી હાથધરી છે.

પાંચ દિવસ અગાઉ સોલા સિવિલ પાસે હીટ એન્ડ રનની બની ઘટના

વસ્ત્રાલમાં રહેતો 15 વર્ષીય અમન ભદોરિયા આરસી ટેકનિકલ હાઈ સ્કૂલ સોલામાં અભ્યાસ કરતો હોવાથી તે નિયમિત રીતે મેટ્રો ટ્રેનમાં અપડાઉન કરતો હતો તથા થલતેજથી કોલેજ અન્ય વાહનમાં જતો હતો. શુક્રવારે સવારે તે તેના મિત્ર સાથે સોલા સિવિલ હોસ્પિટલ પાસે સર્વિસ રોડ પરથી ચાલતો જતો હતો ત્યારે પૂરઝડપે આવી રહેલી કારચાલકે અમનને ટક્કર મારી હતી, જેથી તે ઉછળીને જમીન પર પટકાયો હતો અને તેનું મોત નિપજયું હતું.

હિટ એન્ડ રનનો અર્થ સમજીએ

હિટ એન્ડ રન રોડ અકસ્માતનો એક પ્રકાર છે, જેમાં વાહન ચાલકનું વાહન અન્ય વાહન, વ્યક્તિ અથવા વસ્તુ સાથે અથડાયા બાદ તે ઘટના સ્થળે ઉભો રહેતો નથી, કોઈને મદદ કરતો નથી અને ભયભીત થઈ ભાગી જાય છે. જેમ કે જો એક વાહન કોઈ વ્યક્તિને ટક્કર મારે અથવા તેને કચડી નાખે, ત્યારબાદ ડ્રાઈવર ઈજાગ્રસ્ત વ્યક્તિને મદદ કર્યા વગર ઘટનાસ્થળેથી ભાગી જાય, તો તે ફોજદારી કેસ બને છે. આવી ઘટનાઓને રોકવા કાયદો બનાવાયો છે. પરંતુ નવી જોગવાઈનો ઉમેરો કરી કાયદાને વધુ કડક બનાવાયો છે.

અગાઉના અને હવેના હિટ એન્ડ રન કાયદામાં તફાવત

તાજેતરમાં જ સંસદમાં પસાર કરાયેલા 3 નવા ફોજદારી ન્યાય ખરડાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મંજૂરી આપી દેતા હવે ત્રણેય વિધેયક કાયદો બની ગયા છે. આ 3 નવા કાયદાઓમાંથી ભારતીય ન્યાયિક સંહિતાની એક જોગવાઈ ‘હિડ એન્ડ રન’નો વિરોધ ચાલી રહ્યો છે. અગાઉ જુના કાયદામાં હિટ એન્ડ રન કેસમાં બેદરકારીથી વાહન હંકારવું, બેદરકારીના કારણે કોઈનું મોત થવું અથવા કોઈના જીવને ખતરામાં નાખવા પર કલમ 279, 304A, 338 હેઠળ કાર્યવાહી થતી હતી, જેમાં વધુમાં વધુ 2 વર્ષની જેલની જોગવાઈ છે. એટલું જ આરોપીને તુરંત જામીન પણ મળી જાય છે.