'કોંગ્રેસ ટિકિટ આપે તો લડવાનો, ના આપે તો અપક્ષમાંથી લડવાનો', મધુ શ્રીવાસ્તવનું મોટું નિવેદન

Gujarat Elections : લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની પેટાચૂંટણીને લઈને ગુજરાતમાં રાજકીય પક્ષો દોડધામ કરી રહ્યા છે. ત્યારે વડોદરા લોકસભા બેઠક પર છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા ઉમેદવાર બદલવામાં આવ્યા છે. ત્યારે વડોદરાની વાઘોડિયા બેઠક પર પેટાચૂંટણી થવાની છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપીને અશ્વિન પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. જે ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઈ હતી. જોકે હવે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાતા પેટાચૂંટણી જાહેર કરવી પડી છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે મધુ શ્રીવાસ્તવ ફરી ચર્ચામાં આવ્યા છે.શક્તિસિંહ સાથે મધુશ્રીવાસ્તવે કરી મુલાકાતભાજપે વાઘોડીયા બેઠક પરથી વિધાનસભાના ઉમેદવાર તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલાના નામની જાહેરાત કરી છે. બીજી તરફ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આજે વડોદરામાં આયોજિત કોંગ્રેસ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. જ્યાં શક્તિસિંહ ગોહિલ સાથે પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ અનેક તર્કવિતર્ક સર્જાયા હતા. ત્યારે હવે સવાલ એ છે કે, મધુ શ્રીવાસ્તવ ચૂંટણી લડશે કે નહીં ? અને જો વાઘોડીયા બેઠક પરથી તેઓ ચૂંટણી લડશે તો કયા પક્ષમાંથી લડશે ? જે સવાલોના જવાબ ખુદ મધુ શ્રીવાસ્તવે મીડિયા સમક્ષ આપ્યા છે.હું ચૂંટણી લડવાનો એ નક્કી છે : મધુ શ્રીવાસ્તવશક્તિસિંહ ગોહિલ સાથે બેઠક અંગે મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, 'આ કોઇ રાજકીય ચર્ચા નહોતી, ભાજપે તો છેડો ફાડી દીધો છે, એ વાતને એક વર્ષ થઇ ગયું. આજે ચર્ચા હતી કે કોંગ્રેસ ટિકિટ આપે તો લડવાનો છે, ના આપે તો પણ લડવાનો(અપક્ષ) છે. મેં ક્યારની માગણી કરેલી છે. ખુલ્લુ મેદાન તો છોડું નહીં. હું લડવાનો... લડવાનો અને લડવાનો... એ નક્કી છે. એમાં કોઈ નવાઈ નથી.મધુ શ્રીવાસ્તવે પહેર્યો કોંગ્રેસનો ખેસતો મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસનો ખેસ પહેરવા અંગે શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, 'અગાઉ પણ અમિત ચાવડાની હાજરીમાં તેમણે અમારો ખેસ પહેર્યો હતો અને અમારા સ્ટેજ પર પણ આવ્યા હતા. દરેકને વાત કરવાનો અધિકાર છે. ભાજપની જેમ કોંગ્રેસમાં અહંકાર નથી.રૂપાલા અંગે શક્તિસિંહે આપ્યું નિવેદનરૂપાલા અંગે શક્તિસિંહે કહ્યું હતું કે, 'રાજકોટમાં ભાજપના ઉમેદવારના નિવેદનથી મોટો વિવાદ થયો છે. જાહેર જીવનમાં હોવાથી અમારે બોલતાં પહેલાં સો વખત વિચાર કરવો પડે છે. અહંકાર તો સોનાની નગરી હતી, એનો પણ નથી ટક્યો. અંગ્રેજો સાથે કોઈએ પણ રોટી-બેટીનો વ્યવહાર નહોતો કર્યો.'

'કોંગ્રેસ ટિકિટ આપે તો લડવાનો, ના આપે તો અપક્ષમાંથી લડવાનો', મધુ શ્રીવાસ્તવનું મોટું નિવેદન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gujarat Elections : લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની પેટાચૂંટણીને લઈને ગુજરાતમાં રાજકીય પક્ષો દોડધામ કરી રહ્યા છે. ત્યારે વડોદરા લોકસભા બેઠક પર છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા ઉમેદવાર બદલવામાં આવ્યા છે. ત્યારે વડોદરાની વાઘોડિયા બેઠક પર પેટાચૂંટણી થવાની છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપીને અશ્વિન પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. જે ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઈ હતી. જોકે હવે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાતા પેટાચૂંટણી જાહેર કરવી પડી છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે મધુ શ્રીવાસ્તવ ફરી ચર્ચામાં આવ્યા છે.

શક્તિસિંહ સાથે મધુશ્રીવાસ્તવે કરી મુલાકાત

ભાજપે વાઘોડીયા બેઠક પરથી વિધાનસભાના ઉમેદવાર તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલાના નામની જાહેરાત કરી છે. બીજી તરફ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આજે વડોદરામાં આયોજિત કોંગ્રેસ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. જ્યાં શક્તિસિંહ ગોહિલ સાથે પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ અનેક તર્કવિતર્ક સર્જાયા હતા. ત્યારે હવે સવાલ એ છે કે, મધુ શ્રીવાસ્તવ ચૂંટણી લડશે કે નહીં ? અને જો વાઘોડીયા બેઠક પરથી તેઓ ચૂંટણી લડશે તો કયા પક્ષમાંથી લડશે ? જે સવાલોના જવાબ ખુદ મધુ શ્રીવાસ્તવે મીડિયા સમક્ષ આપ્યા છે.

હું ચૂંટણી લડવાનો એ નક્કી છે : મધુ શ્રીવાસ્તવ

શક્તિસિંહ ગોહિલ સાથે બેઠક અંગે મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, 'આ કોઇ રાજકીય ચર્ચા નહોતી, ભાજપે તો છેડો ફાડી દીધો છે, એ વાતને એક વર્ષ થઇ ગયું. આજે ચર્ચા હતી કે કોંગ્રેસ ટિકિટ આપે તો લડવાનો છે, ના આપે તો પણ લડવાનો(અપક્ષ) છે. મેં ક્યારની માગણી કરેલી છે. ખુલ્લુ મેદાન તો છોડું નહીં. હું લડવાનો... લડવાનો અને લડવાનો... એ નક્કી છે. એમાં કોઈ નવાઈ નથી.

મધુ શ્રીવાસ્તવે પહેર્યો કોંગ્રેસનો ખેસ

તો મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસનો ખેસ પહેરવા અંગે શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, 'અગાઉ પણ અમિત ચાવડાની હાજરીમાં તેમણે અમારો ખેસ પહેર્યો હતો અને અમારા સ્ટેજ પર પણ આવ્યા હતા. દરેકને વાત કરવાનો અધિકાર છે. ભાજપની જેમ કોંગ્રેસમાં અહંકાર નથી.

રૂપાલા અંગે શક્તિસિંહે આપ્યું નિવેદન

રૂપાલા અંગે શક્તિસિંહે કહ્યું હતું કે, 'રાજકોટમાં ભાજપના ઉમેદવારના નિવેદનથી મોટો વિવાદ થયો છે. જાહેર જીવનમાં હોવાથી અમારે બોલતાં પહેલાં સો વખત વિચાર કરવો પડે છે. અહંકાર તો સોનાની નગરી હતી, એનો પણ નથી ટક્યો. અંગ્રેજો સાથે કોઈએ પણ રોટી-બેટીનો વ્યવહાર નહોતો કર્યો.'