Gujarat News: રાજ્યમાં ગરમી ઓછી થઇ, જાણો શું છે કારણ

મોટાભાગના શહેરોમાં તાપમાન ઘટ્યું તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો થયો ઘટાડો વલ્લભ વિદ્યાનગરમાં સૌથી વધુ 39.7 ડિગ્રી તાપમાન રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળી છે. જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાન ઘટ્યું છે. તેમજ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થયો છે. તથા વલ્લભ વિદ્યાનગરમાં સૌથી વધુ 39.7 ડિગ્રી તાપમાન રહ્યું છે. રાજ્યના 3 શહેરોમાં તાપમાન 39 ડિગ્રીને પાર ગયુ છે. તથા વડોદરા 39.0 ડિગ્રી, અમરેલી 39.4 ડિગ્રી તેમજ અમદાવાદ 37.6, ગાંધીનગરમાં 37.3 ડિગ્રી તાપમાન છે. ગરમીમાં આંશિક ઘટાડો થતાં લોકોએ રાહતનો દમ લીધો સુરતમાં 38.0 ડિગ્રી, રાજકોટમાં 37.9 ડિગ્રી અને મહુવા 38.4 ડિગ્રી, સુરેન્દ્રનગર 37.8 ડિગ્રી તાપમાન છે. વલસાડ 38.8 ડિગ્રી તથા દમણ 36.2 ડિગ્રી તેમજ ભુજ 36.2 ડિગ્રી તથા કંડલા 37.8 ડિગ્રી અને અમરેલી 39.4 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ ભાવનગર 37.6 ડિગ્રી, રાજકોટ 37.9 ડિગ્રી અને સુરેન્દ્રનગર 37.8 ડિગ્રી તથા મહુવા 38.4 ડિગ્રી અને કેશોદ 37.6 ડિગ્રી તાપમાન રહ્યું છે. આ અઠવાડિયાની શરૂઆતથી કાળઝાળ ગરમી પડવાનું ચાલુ થયુ હતુ. 3 દિવસ અગાઉ તો પારો 40 ડિગ્રીને પાર થઈ જતાં લોકો રીતસર આગ ઓકતી ગરમીમાં શેકાયા હતા. પરંતુ 2 દિવસથી મહત્તમ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે, પરિણામે ગરમીમાં આંશિક ઘટાડો થતાં લોકોએ રાહતનો દમ લીધો છે. ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 5 ડિગ્રી ઘટતાં લોકોએ હાશકારો 2 દિવસમાં જ ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 5 ડિગ્રી ઘટતાં લોકોએ હાશકારો અનુભવ્યો છે. જો કે, એપ્રિલના અંતમાં અને મે મહિનામાં કાળઝાળ ગરમીના રાઉન્ડ આવવાની શક્યતાઓ રહેલી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાદળછાયા વાતાવરણ અને માવઠા બાદ ગરમીનો પારો ઉચકાયો હતો. આ અઠવાડિયાની શરૂઆતથી જ ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહ્યુ હતુ.

Gujarat News: રાજ્યમાં ગરમી ઓછી થઇ, જાણો શું છે કારણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મોટાભાગના શહેરોમાં તાપમાન ઘટ્યું
  • તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો થયો ઘટાડો
  • વલ્લભ વિદ્યાનગરમાં સૌથી વધુ 39.7 ડિગ્રી તાપમાન

રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળી છે. જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાન ઘટ્યું છે. તેમજ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થયો છે. તથા વલ્લભ વિદ્યાનગરમાં સૌથી વધુ 39.7 ડિગ્રી તાપમાન રહ્યું છે. રાજ્યના 3 શહેરોમાં તાપમાન 39 ડિગ્રીને પાર ગયુ છે. તથા વડોદરા 39.0 ડિગ્રી, અમરેલી 39.4 ડિગ્રી તેમજ અમદાવાદ 37.6, ગાંધીનગરમાં 37.3 ડિગ્રી તાપમાન છે.

ગરમીમાં આંશિક ઘટાડો થતાં લોકોએ રાહતનો દમ લીધો

સુરતમાં 38.0 ડિગ્રી, રાજકોટમાં 37.9 ડિગ્રી અને મહુવા 38.4 ડિગ્રી, સુરેન્દ્રનગર 37.8 ડિગ્રી તાપમાન છે. વલસાડ 38.8 ડિગ્રી તથા દમણ 36.2 ડિગ્રી તેમજ ભુજ 36.2 ડિગ્રી તથા કંડલા 37.8 ડિગ્રી અને અમરેલી 39.4 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ ભાવનગર 37.6 ડિગ્રી, રાજકોટ 37.9 ડિગ્રી અને સુરેન્દ્રનગર 37.8 ડિગ્રી તથા મહુવા 38.4 ડિગ્રી અને કેશોદ 37.6 ડિગ્રી તાપમાન રહ્યું છે. આ અઠવાડિયાની શરૂઆતથી કાળઝાળ ગરમી પડવાનું ચાલુ થયુ હતુ. 3 દિવસ અગાઉ તો પારો 40 ડિગ્રીને પાર થઈ જતાં લોકો રીતસર આગ ઓકતી ગરમીમાં શેકાયા હતા. પરંતુ 2 દિવસથી મહત્તમ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે, પરિણામે ગરમીમાં આંશિક ઘટાડો થતાં લોકોએ રાહતનો દમ લીધો છે.

ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 5 ડિગ્રી ઘટતાં લોકોએ હાશકારો

2 દિવસમાં જ ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 5 ડિગ્રી ઘટતાં લોકોએ હાશકારો અનુભવ્યો છે. જો કે, એપ્રિલના અંતમાં અને મે મહિનામાં કાળઝાળ ગરમીના રાઉન્ડ આવવાની શક્યતાઓ રહેલી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાદળછાયા વાતાવરણ અને માવઠા બાદ ગરમીનો પારો ઉચકાયો હતો. આ અઠવાડિયાની શરૂઆતથી જ ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહ્યુ હતુ.