Rajkot TRP Game Zone અગ્નિકાંડ બાદ અમદાવાદમાં AMC તંત્ર સફાળે જાગ્યું

ફાયર NOC, BU ના ધરાવતા એકમો સામે કાર્યવાહી કાફે, ટી પોસ્ટ અને હોસ્પિટલ સહિત 15 એકમ સીલ 3 એકમોમાં ગેરકાયદે બાંધકામ હોવાનું ખૂલ્યું ફાયર NOC, BU ના ધરાવતા એકમો પર AMCની તવાહી આવી છે. જેમાં કાફે,ટી પોસ્ટ અને હોસ્પિટલ સહિત 15 એકમો સીલ કરાઈ છે. તેમજ 6 હોસ્પિટલ અને 9 રેસ્ટોરન્ટ સીલ કરાતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. તેમજ તપાસ દરમ્યાન 3 એકમોમાં ગેરકાયદે બાંધકામ જોવા મળ્યુ છે. રાજકોટ અગ્રિકાંડ બાદ AMC તંત્ર સફાળે જાગ્યું રાજકોટ અગ્રિકાંડ બાદ AMC તંત્ર સફાળે જાગ્યું છે. જેમાં ફાયર NOC, BU ના ધરાવતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટના TRP ગેમઝોન ખાતે લાગેલી આગ ફાયર સેફટીના અભાવે એટલી ભીષણ બની ગઈ કે 28 લોકોના ભોગ લેવાયા છે. આ ગોઝારી દુર્ઘટનાના એવા પડઘા પડ્યા કે ફાયર સેફટીને લઈને વર્ષોથી કુંભકર્ણ નિંદ્રામાં ઊંઘતું આખા રાજ્યનું તંત્ર સફાળું જાગી ગયું અને જાહેર એકમોની તપાસ કરવામાં આવી ગયું છે. જેમાં AMCના દબાણ ખાતા દ્વારા પણ બાંધકામ સાઇટ્સ પર સુરક્ષાને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને 25 જેટલી સાઇટ્સ પર કાર્યવાહી પણ કરવામાં આવી છે. શહેરના લાંભા, વટવા, ઇસનપુર અને દાણીલીમડામાં AMC દ્વારા પગલાં લેવામાં આવ્યા મળતી માહિતી મુજબ AMCના દબાણ ખાતા દ્વારા અમદાવાદની 25 જેટલી બાંધકામ સાઈટ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. અને જુદા જુદા નિયમોના ભંગ બદલ સાઇટ્સને સીલ કરવામાં આવી છે. ગ્રીન નેટ, સેફ્ટી નેટ, બેરિકેટિંગ સહિતના નિયમોના ભંગ બદલ બાંધકામ સાઈટ સામે કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના લાંભા, વટવા, ઇસનપુર અને દાણીલીમડામાં AMC દ્વારા પગલાં લેવામાં આવ્યા છે.

Rajkot TRP Game Zone અગ્નિકાંડ બાદ અમદાવાદમાં AMC તંત્ર સફાળે જાગ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ફાયર NOC, BU ના ધરાવતા એકમો સામે કાર્યવાહી
  • કાફે, ટી પોસ્ટ અને હોસ્પિટલ સહિત 15 એકમ સીલ
  • 3 એકમોમાં ગેરકાયદે બાંધકામ હોવાનું ખૂલ્યું

ફાયર NOC, BU ના ધરાવતા એકમો પર AMCની તવાહી આવી છે. જેમાં કાફે,ટી પોસ્ટ અને હોસ્પિટલ સહિત 15 એકમો સીલ કરાઈ છે. તેમજ 6 હોસ્પિટલ અને 9 રેસ્ટોરન્ટ સીલ કરાતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. તેમજ તપાસ દરમ્યાન 3 એકમોમાં ગેરકાયદે બાંધકામ જોવા મળ્યુ છે.

રાજકોટ અગ્રિકાંડ બાદ AMC તંત્ર સફાળે જાગ્યું

રાજકોટ અગ્રિકાંડ બાદ AMC તંત્ર સફાળે જાગ્યું છે. જેમાં ફાયર NOC, BU ના ધરાવતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટના TRP ગેમઝોન ખાતે લાગેલી આગ ફાયર સેફટીના અભાવે એટલી ભીષણ બની ગઈ કે 28 લોકોના ભોગ લેવાયા છે. આ ગોઝારી દુર્ઘટનાના એવા પડઘા પડ્યા કે ફાયર સેફટીને લઈને વર્ષોથી કુંભકર્ણ નિંદ્રામાં ઊંઘતું આખા રાજ્યનું તંત્ર સફાળું જાગી ગયું અને જાહેર એકમોની તપાસ કરવામાં આવી ગયું છે. જેમાં AMCના દબાણ ખાતા દ્વારા પણ બાંધકામ સાઇટ્સ પર સુરક્ષાને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને 25 જેટલી સાઇટ્સ પર કાર્યવાહી પણ કરવામાં આવી છે.

શહેરના લાંભા, વટવા, ઇસનપુર અને દાણીલીમડામાં AMC દ્વારા પગલાં લેવામાં આવ્યા

મળતી માહિતી મુજબ AMCના દબાણ ખાતા દ્વારા અમદાવાદની 25 જેટલી બાંધકામ સાઈટ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. અને જુદા જુદા નિયમોના ભંગ બદલ સાઇટ્સને સીલ કરવામાં આવી છે. ગ્રીન નેટ, સેફ્ટી નેટ, બેરિકેટિંગ સહિતના નિયમોના ભંગ બદલ બાંધકામ સાઈટ સામે કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના લાંભા, વટવા, ઇસનપુર અને દાણીલીમડામાં AMC દ્વારા પગલાં લેવામાં આવ્યા છે.