એસ.ટી.બસે બાઇકને ટક્કર મારતા દંપતિને ઇજા

- સુરેન્દ્રનગર-બહુચરાજી રૂટ પરની- બસના ચાલક સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇસુરેન્દ્રનગર :  દુધરેજ બાકરથળી રોડ પર એસ.ટી. બસની અડફેટે બાઈક પર જઈ રહેલ દંપતિને ઈજાઓ પહોંચવાનો બનાવ બન્યો હતો .જે મામલે ભોગ બનનારે જોરાવરનગર પોલીસ મથકે એસ.ટી.બસના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વઢવાણના બાકરથળી ગામે રહેતા ફરિયાદી ભુપતભાઈ ભુદરભાઈ સસાણીયા અને તેમના પત્નિ કનુબેન ગત તા.૧૦ મેના રોજ નાના ભાઈનું બાઈક લઈને ભાગે રાખેલ વાડીએ જઈ રહ્યાં હતાં તે દરમ્યાન દુધરેજ બાકરથળી રોડ પર આવેલ પંચમુખી હનુમાનજીના મંદિર પાસે સુરેન્દ્રનગર-બહુચરાજી રૂટની એસ.ટી. બસના ચાલકે બસ પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી પાછળથી બાઈકને અડફેટે લેતા બાઈકચાલક તેમજ પત્નિને ફ્રેકચર જેવી ઈજાઓ પહોંચી હતી. જે અંગે એસ.ટી. બસના ચાલક સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

એસ.ટી.બસે બાઇકને ટક્કર મારતા દંપતિને ઇજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- સુરેન્દ્રનગર-બહુચરાજી રૂટ પરની

- બસના ચાલક સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ

સુરેન્દ્રનગર :  દુધરેજ બાકરથળી રોડ પર એસ.ટી. બસની અડફેટે બાઈક પર જઈ રહેલ દંપતિને ઈજાઓ પહોંચવાનો બનાવ બન્યો હતો .જે મામલે ભોગ બનનારે જોરાવરનગર પોલીસ મથકે એસ.ટી.બસના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વઢવાણના બાકરથળી ગામે રહેતા ફરિયાદી ભુપતભાઈ ભુદરભાઈ સસાણીયા અને તેમના પત્નિ કનુબેન ગત તા.૧૦ મેના રોજ નાના ભાઈનું બાઈક લઈને ભાગે રાખેલ વાડીએ જઈ રહ્યાં હતાં તે દરમ્યાન દુધરેજ બાકરથળી રોડ પર આવેલ પંચમુખી હનુમાનજીના મંદિર પાસે સુરેન્દ્રનગર-બહુચરાજી રૂટની એસ.ટી. બસના ચાલકે બસ પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી પાછળથી બાઈકને અડફેટે લેતા બાઈકચાલક તેમજ પત્નિને ફ્રેકચર જેવી ઈજાઓ પહોંચી હતી. જે અંગે એસ.ટી. બસના ચાલક સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.