LokSabhaElection-2024: ભાજપ માટે સુરક્ષિત એવી વડોદરા બેઠક પર શું છે રાજકીય ગણિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં અહીંથી સાંસદ બન્યા હતા હાલમાં ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારોને લઈને વિવાદ સૌથી વધુ 80 વર્ષ કરતાં વધુની ઉંમરના મતદારો આ બેઠક પર 2014ની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સીટ પરથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી તે સીટ અને વડોદરા શહેરની બેઠક. જે બેઠક પરથી હાલમાં સાંસદ રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દેતા, ભાજપે ડૉ. હેમાંગ જોશીને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસે પણ ક્ષત્રિય નેતા એવા જશપાલસિંહ પઢિયારને ટિકિટ આપી છે. આ બંને નેતાઓ સામે પક્ષમાં ક્યાંકને ક્યાંક વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે રાજ્યની સંસ્કારી નગરી તરીકે જાણીતા અને એક સમયની રાજાશાહી ઓળખ ધરાવતા શહેરની રાજકીય અને ભૌગોલિક બાબતો જાણીએ.ભાજપના ઉમેદવાર હાલમાં ભાજપના ઉમેદવાર હેમાંગ જોષી છે. જેઓ 33 વર્ષના છે અને પીએચડી સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ લાંબા સમયથી ભાજપમાં રાજકીય રીતે સક્રિયા છે. તેમણે ભાજપે મહાનગરપાલિકા શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ બનાવ્યા હતા અને પાર્ટીએ આ વખતે લોકસભાની ટિકિટ આપી છે. યુવા અને શિક્ષિત ચહેરો ભાજપ દ્વારા ઉતારવામાં આવ્યો છે.કોંગ્રેસના ઉમેદવાર જ્યારે કોંગ્રેસે પણ યુવા ઉમેદવારને ટિકિટ આપી છે. જેમાં પાદરાથી કોંગ્રેસના નેતા જશપાલસિંહ પઢિયાર મેદાનમાં છે. 43 વર્ષના જશપાલસિંહ 12મું પાસ છે. તેઓ લાંબા સમયથી કોંગ્રેસમાં જિલ્લા સ્તરે કામગીરી કરી રહ્યા છે. અગાઉ કોંગ્રેસના પાદરા વિધાનસભાના ધારાસભ્ય રહી ચૂક્યા છે, આ વખતે લોકસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.વડોદરા બેઠકનો રાજકીય ઈતિહાસ વડોદરા લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો વર્ષ 1957માં પ્રથમવખત અહીં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. આઝાદી બાદ વર્ષો સુધી રાજવી પરિવારે આ બેઠક સંભાળી હતી. મહારાજા ફતેહસિંહરાવ ગાયકવાડ 4 વખત આ બેઠક પરથી સાંસદ રહ્યા હતા તો રણજીતસિંહ ગાયકવાડ 2 વખત સાંસદ તરીકે ચુંટાઈ આવ્યા હતા.વર્ષ 1989 થી ભાજપ વડોદરા લોકસભા બેઠક જીતતું આવ્યું છે તેથી ભાજપ માટે આ બેઠક સુરક્ષિત ગણવામાં આવે છે. 2019 ની ચૂંટણીનું ગણિત2019 ની ચૂંટણીની વાત કરવામાં આવે તો ભાજપના રંજનબેનને વડોદરામાં 72.30 ટકાનો વોટ શેર રહ્યો હતો. જેના સાથે જ 5,89,177 મતનો જીતમાં તફાવત હતો. જ્યારે કોંગ્રસને 24.07 ટકા મત મળ્યા હતા.હાલની રાજકીય સ્થિતિ2014 ની વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારણસી સાથે વડોદરા બેઠક પરથી પણ ઉમેદવારી નોંધાવી હતી. જે પછી તેમણે વડોદરા બેઠક છોડી હતી. આ પછી રંજનબેન ભટ્ટ અહીંથી સાંસદ બન્યા હતા અને તેમના દ્વારા સતત વડોદરા શહેરના વિકાસના કામને આગળ લઈ જવા માટે પ્રયત્ન કર્યા છે. જોકો છેલ્લા થોડાં સમયથી રંજનબેન ભટ્ટ વિરુદ્ધ રોષ જોવા મળ્યો હતો. જે પછી હેમાંગ જોષીને ભાજપ દ્વારા ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જે પછી પણ ક્યાંકને ક્યાંક વિરોધ જોવા મળ્યો છે. જોકે આ વખતે દબંગ નેતા મધુ શ્રી વાસ્તવ ભાજપથી છૂટા પડ્યા છે. તેઓ કોંગ્રેસની નજીક જોવા મળી રહ્યા છે. જોકે નોંધનીય છેકે, મધુ શ્રીવાસ્તવ વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષમાંથી લડ્યા હતા અને હારનો સામનો કરવો પડ્યો હતો. જેથી કોંગ્રેસને પણ નવી આશા જોવા મળી રહી છે. દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે કહ્યું કે જે સારુ કામ કરશે તેને સમર્થન મળશે. અહીં અધિકારી રાજ ચાલે છે તેવો આરોપ તેમણે લગાવ્યો હતો. વડોદરા લોકસભા બેઠકમાં કુલ કેટલા મતદારોની સંખ્યા આ બેઠક પર પુરુષ મતદારોની સંખ્યા 9 લાખ 91 હજાર 109 જ્યારે મહિલા મતદારોની સંખ્યા 9 લાખ 50 હજાર 244 સહિત કુલ 19 લાખ 41 હજાર 583 મતદારો ભાવિ સાંસદનું ભવિષ્ય આ વખતે EVMમાં કેદ કરશે.જાણવું એ પણ જરૂરી છે કે, અહીં દલિત , પાટીદાર, ઓબીસી, મુસ્લિમ, રાજપૂત, બ્રાહ્મણ મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવી જાય છે. બીજી તરફ 80 વર્ષ કરતાં વધુની ઉંમર ધરાવતા સૌથી વધુ 50 હજાર કરતાં વધુ મતદારો મધ્ય ગુજરાતની વડોદરા લોકસભા બેઠકના છે. વડોદરામાં જ્ઞાતિવાદી સમીકરણ દલિત 16 ટકા પાટીદાર 14 ટકા ઓબીસી 12 ટકા મુસ્લિમ 12 ટકા રાજપૂત 11 ટકા બ્રાહ્મણ 10 ટકા અન્ય 15 ટકા વિધાનસભાની કઇ બેઠકોનો સમાવશે વડોદરા લોકસભા બેઠકમાં કુલ 7 જેટલી વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં સાવલી, વાઘોડિયા, વડોદરા શહેર, સયાજીગંજ, અકોટા, રાવપુરા અને માંજલપુર બેઠકનો સમાવેશ થાય છે. તેમાં મુખ્યત્વે વડોદરા શહેરના મતદારનો સમાવેશ થાય છે.

LokSabhaElection-2024: ભાજપ માટે સુરક્ષિત એવી વડોદરા બેઠક પર શું છે રાજકીય ગણિત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં અહીંથી સાંસદ બન્યા હતા
  • હાલમાં ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારોને લઈને વિવાદ
  • સૌથી વધુ 80 વર્ષ કરતાં વધુની ઉંમરના મતદારો આ બેઠક પર

2014ની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સીટ પરથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી તે સીટ અને વડોદરા શહેરની બેઠક. જે બેઠક પરથી હાલમાં સાંસદ રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દેતા, ભાજપે ડૉ. હેમાંગ જોશીને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસે પણ ક્ષત્રિય નેતા એવા જશપાલસિંહ પઢિયારને ટિકિટ આપી છે. આ બંને નેતાઓ સામે પક્ષમાં ક્યાંકને ક્યાંક વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે રાજ્યની સંસ્કારી નગરી તરીકે જાણીતા અને એક સમયની રાજાશાહી ઓળખ ધરાવતા શહેરની રાજકીય અને ભૌગોલિક બાબતો જાણીએ.

ભાજપના ઉમેદવાર

હાલમાં ભાજપના ઉમેદવાર હેમાંગ જોષી છે. જેઓ 33 વર્ષના છે અને પીએચડી સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ લાંબા સમયથી ભાજપમાં રાજકીય રીતે સક્રિયા છે. તેમણે ભાજપે મહાનગરપાલિકા શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ બનાવ્યા હતા અને પાર્ટીએ આ વખતે લોકસભાની ટિકિટ આપી છે. યુવા અને શિક્ષિત ચહેરો ભાજપ દ્વારા ઉતારવામાં આવ્યો છે.

કોંગ્રેસના ઉમેદવાર

જ્યારે કોંગ્રેસે પણ યુવા ઉમેદવારને ટિકિટ આપી છે. જેમાં પાદરાથી કોંગ્રેસના નેતા જશપાલસિંહ પઢિયાર મેદાનમાં છે. 43 વર્ષના જશપાલસિંહ 12મું પાસ છે. તેઓ લાંબા સમયથી કોંગ્રેસમાં જિલ્લા સ્તરે કામગીરી કરી રહ્યા છે. અગાઉ કોંગ્રેસના પાદરા વિધાનસભાના ધારાસભ્ય રહી ચૂક્યા છે, આ વખતે લોકસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

વડોદરા બેઠકનો રાજકીય ઈતિહાસ

વડોદરા લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો વર્ષ 1957માં પ્રથમવખત અહીં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. આઝાદી બાદ વર્ષો સુધી રાજવી પરિવારે આ બેઠક સંભાળી હતી. મહારાજા ફતેહસિંહરાવ ગાયકવાડ 4 વખત આ બેઠક પરથી સાંસદ રહ્યા હતા તો રણજીતસિંહ ગાયકવાડ 2 વખત સાંસદ તરીકે ચુંટાઈ આવ્યા હતા.વર્ષ 1989 થી ભાજપ વડોદરા લોકસભા બેઠક જીતતું આવ્યું છે તેથી ભાજપ માટે આ બેઠક સુરક્ષિત ગણવામાં આવે છે.

2019 ની ચૂંટણીનું ગણિત

2019 ની ચૂંટણીની વાત કરવામાં આવે તો ભાજપના રંજનબેનને વડોદરામાં 72.30 ટકાનો વોટ શેર રહ્યો હતો. જેના સાથે જ 5,89,177 મતનો જીતમાં તફાવત હતો. જ્યારે કોંગ્રસને 24.07 ટકા મત મળ્યા હતા.

હાલની રાજકીય સ્થિતિ

2014 ની વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારણસી સાથે વડોદરા બેઠક પરથી પણ ઉમેદવારી નોંધાવી હતી. જે પછી તેમણે વડોદરા બેઠક છોડી હતી. આ પછી રંજનબેન ભટ્ટ અહીંથી સાંસદ બન્યા હતા અને તેમના દ્વારા સતત વડોદરા શહેરના વિકાસના કામને આગળ લઈ જવા માટે પ્રયત્ન કર્યા છે. જોકો છેલ્લા થોડાં સમયથી રંજનબેન ભટ્ટ વિરુદ્ધ રોષ જોવા મળ્યો હતો. જે પછી હેમાંગ જોષીને ભાજપ દ્વારા ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જે પછી પણ ક્યાંકને ક્યાંક વિરોધ જોવા મળ્યો છે.

જોકે આ વખતે દબંગ નેતા મધુ શ્રી વાસ્તવ ભાજપથી છૂટા પડ્યા છે. તેઓ કોંગ્રેસની નજીક જોવા મળી રહ્યા છે. જોકે નોંધનીય છેકે, મધુ શ્રીવાસ્તવ વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષમાંથી લડ્યા હતા અને હારનો સામનો કરવો પડ્યો હતો. જેથી કોંગ્રેસને પણ નવી આશા જોવા મળી રહી છે. દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે કહ્યું કે જે સારુ કામ કરશે તેને સમર્થન મળશે. અહીં અધિકારી રાજ ચાલે છે તેવો આરોપ તેમણે લગાવ્યો હતો.

વડોદરા લોકસભા બેઠકમાં કુલ કેટલા મતદારોની સંખ્યા

આ બેઠક પર પુરુષ મતદારોની સંખ્યા 9 લાખ 91 હજાર 109 જ્યારે મહિલા મતદારોની સંખ્યા 9 લાખ 50 હજાર 244 સહિત કુલ 19 લાખ 41 હજાર 583 મતદારો ભાવિ સાંસદનું ભવિષ્ય આ વખતે EVMમાં કેદ કરશે.જાણવું એ પણ જરૂરી છે કે, અહીં દલિત , પાટીદાર, ઓબીસી, મુસ્લિમ, રાજપૂત, બ્રાહ્મણ મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવી જાય છે. બીજી તરફ 80 વર્ષ કરતાં વધુની ઉંમર ધરાવતા સૌથી વધુ 50 હજાર કરતાં વધુ મતદારો મધ્ય ગુજરાતની વડોદરા લોકસભા બેઠકના છે.

વડોદરામાં જ્ઞાતિવાદી સમીકરણ

દલિત 16 ટકા

પાટીદાર 14 ટકા

ઓબીસી 12 ટકા

મુસ્લિમ 12 ટકા

રાજપૂત 11 ટકા

બ્રાહ્મણ 10 ટકા

અન્ય 15 ટકા

વિધાનસભાની કઇ બેઠકોનો સમાવશે

વડોદરા લોકસભા બેઠકમાં કુલ 7 જેટલી વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં સાવલી, વાઘોડિયા, વડોદરા શહેર, સયાજીગંજ, અકોટા, રાવપુરા અને માંજલપુર બેઠકનો સમાવેશ થાય છે. તેમાં મુખ્યત્વે વડોદરા શહેરના મતદારનો સમાવેશ થાય છે.