રાજકોટમાં રૂપાલા મુદ્દે ક્ષત્રિય સમાજની બેઠક,સાંજે રેલી યોજાશે

રાજપૂત સમાજની સંકલન સમિતિની બેઠકમાં વિવિધ ક્ષત્રિય સંસ્થાના અગ્રણીઓ હાજર રૂપાલાને લઈ આગળની રણનીતિ ઘડાશે અને વિવિધ કાર્યક્રમોની થશે જાહેરાત રાજકોટમાં આવેલા હરભમજી ગરાસિયા છાત્રાલય ખાતે બેઠકનું આયોજન રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન મામલે ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આજે 11 વાગ્યે ગોંડલ રોડ પર આવેલી હરભમજીરાજ ગરાસિયા બોર્ડિંગ ખાતે રાજપૂત સમાજની કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા, ગુજરાતના પ્રદેશ પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ બેઠક મળી. ત્યારબાદ સાંજે 4 વાગ્યે બહુમાળી ચોક ખાતે સૌ એકત્ર થશે અને ત્યાંથી મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવશે. જેમાં બહેનો કેસરી સાડી તો ભાઈઓ કેસરી સાફા પહેરી મહારેલીમાં જોડાશે. આગળની રણનિતી ઘડાશે બેઠકમાં સૌ રાજપૂત અગ્રણીઓ હાજર રહ્યા હતા,તો આગળ રૂપાલાના વિરોધને લઈ શુ રણનિતી ઘડાશે તેને લઈ પણ ચર્ચાઓ કરાઈ છે,આજે સાંજે ચાર વાગે સૌ ક્ષત્રિય સમાજના લોકો ભેગા થઈને કલેકટરને આવેદનપત્ર આપશે,ગઈકાલે ખંભાતના રાજપૂત સમાજની વાડી ખાતે ક્ષત્રિય સમાજ એકતા મંચની બેઠક મળી હતી. જેમાં ખંભાત અને તારાપુર તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રચારની શરૂઆત ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પરશોત્તમ રૂપાલાએ રાજકોટથી જ ઉમેદવારી કરવાનું એલાન કર્યું છે. તેમણે જણાવ્યું છે કે,ઉમેદવારી પત્રક ભરવાની તારીખ બે દિવસમાં નક્કી થઈ જશે.ઉમેદવારીના દિવસે જબરદસ્ત સમર્થનના રૂપાલાએ સંકેત આપ્યા છે તેમણે ઉમેદવારીના દિવસે તમામ તેમને સમર્થકોને પાઘડી પહેરી આવવા આહ્વાન કર્યું છે.હાઈકમાન્ડથી ક્લિનચીટ મળ્યા બાદ રૂપાલામાં આત્મવિશ્વાસથી ભરપૂર જોવા મળી રહ્યાં છે. ઈકાલે જ આશાપુરા માતાજીના દર્શન કરી પરષોતમ રૂપાલાએ પ્રચાર શરૂ કર્યો છે.અલગ અલગ વિસ્તારોમાં જઈ રૂપાલાએ પ્રચંડ પ્રચાર કર્યો છે.

રાજકોટમાં રૂપાલા મુદ્દે ક્ષત્રિય સમાજની બેઠક,સાંજે રેલી યોજાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજપૂત સમાજની સંકલન સમિતિની બેઠકમાં વિવિધ ક્ષત્રિય સંસ્થાના અગ્રણીઓ હાજર
  • રૂપાલાને લઈ આગળની રણનીતિ ઘડાશે અને વિવિધ કાર્યક્રમોની થશે જાહેરાત
  • રાજકોટમાં આવેલા હરભમજી ગરાસિયા છાત્રાલય ખાતે બેઠકનું આયોજન

રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન મામલે ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આજે 11 વાગ્યે ગોંડલ રોડ પર આવેલી હરભમજીરાજ ગરાસિયા બોર્ડિંગ ખાતે રાજપૂત સમાજની કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા, ગુજરાતના પ્રદેશ પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ બેઠક મળી. ત્યારબાદ સાંજે 4 વાગ્યે બહુમાળી ચોક ખાતે સૌ એકત્ર થશે અને ત્યાંથી મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવશે. જેમાં બહેનો કેસરી સાડી તો ભાઈઓ કેસરી સાફા પહેરી મહારેલીમાં જોડાશે.

આગળની રણનિતી ઘડાશે

બેઠકમાં સૌ રાજપૂત અગ્રણીઓ હાજર રહ્યા હતા,તો આગળ રૂપાલાના વિરોધને લઈ શુ રણનિતી ઘડાશે તેને લઈ પણ ચર્ચાઓ કરાઈ છે,આજે સાંજે ચાર વાગે સૌ ક્ષત્રિય સમાજના લોકો ભેગા થઈને કલેકટરને આવેદનપત્ર આપશે,ગઈકાલે ખંભાતના રાજપૂત સમાજની વાડી ખાતે ક્ષત્રિય સમાજ એકતા મંચની બેઠક મળી હતી. જેમાં ખંભાત અને તારાપુર તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રચારની શરૂઆત

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પરશોત્તમ રૂપાલાએ રાજકોટથી જ ઉમેદવારી કરવાનું એલાન કર્યું છે. તેમણે જણાવ્યું છે કે,ઉમેદવારી પત્રક ભરવાની તારીખ બે દિવસમાં નક્કી થઈ જશે.ઉમેદવારીના દિવસે જબરદસ્ત સમર્થનના રૂપાલાએ સંકેત આપ્યા છે તેમણે ઉમેદવારીના દિવસે તમામ તેમને સમર્થકોને પાઘડી પહેરી આવવા આહ્વાન કર્યું છે.હાઈકમાન્ડથી ક્લિનચીટ મળ્યા બાદ રૂપાલામાં આત્મવિશ્વાસથી ભરપૂર જોવા મળી રહ્યાં છે. ઈકાલે જ આશાપુરા માતાજીના દર્શન કરી પરષોતમ રૂપાલાએ પ્રચાર શરૂ કર્યો છે.અલગ અલગ વિસ્તારોમાં જઈ રૂપાલાએ પ્રચંડ પ્રચાર કર્યો છે.