Surat Politics: નિલેશ કુંભાણી મામલે આવતીકાલે ચુકાદો, જાણો કોણે શું કહ્યું?

સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી વિવાદમાં આવ્યા કાલે સવારે 11 વાગે કુંભાણીની ઉમેદવારી પર થશે ચુકાદોશક્તિ સિંહ અને મનીષ દોશી સહિતના નેતાઓએ આપી પ્રતિક્રિયા સુરતમાં આજે લોકસભા ચૂંટણીને લઈને ઉમેદવારી પત્રકો ચકાસવાનો અંતિમ દિવસ હતો. જેમાં નિલેશ કુંભાણીની ઉમેદવારીને લઈને વિવાદ શરૂ થયો હતો. ભાજપની વાંધા અરજી બાદ નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્રક રદ્દ થવાની વાત સામે આવી હતી. ત્યારે, હવે આ મામલે હવે આવતીકાલે ચુકાદો આપવામાં આવશે. આ મામલે આવતીકાલે સવારે 9 સુનાવણી હાથ ધરવામાં આવશે અને 11 વાગે ચુકાદો આપવામાં આવશે.તો, આ મામલે નિલેશ કુંભાણી દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેમના ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું છે. જેને પગલે નિલેશ કુંભાણી ઉમરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને જગદીશ સાવલિયા સહિત 3 ટેકેદારોના અપહરણને લઈને અરજી આપવામાં આવી છે. તો ભાજપના ઉમેદવાર નૈષધ દેસાઈએ નિલેશ કુંભાણી પર આરોપ લગાવ્યા છે. નૈષધ દેસાઇએ આરોપ લગાવ્યો છે કે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થશે. તેમના ટેકેદાર યોગ્ય નહીં. નૈષધ દેસાઈએ જણાવ્યું છે કે 3 જેટલા ટેકેદારો સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. દિનેશ જોડાણી દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ વાંધા અરજી કરવામાં આવી છે. કોંગ્રેસના ફોર્મ 7 - 8 - 9 14c ડમી સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. નિલેશ કુંભાણીના ત્રણ જેટલાં ટેકેદારો યોગ્ય ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે રમેશ પોલરાએ એફિડેવિટમાં સહી ના કર્યાનું જણાવ્યું, ધ્રુવિન ધામેલિયાએ એફિડેવિટમાં સહી ના કર્યાનું જણાવ્યું. જગદીશ સાવલિયાએ એફિડેવિટમાં સહી ના કર્યું હોવાનું જણાવ્યું છે. શક્તિસિંહ નિવેદન કુંભાણીની ઉમેદવારીને લઈ શક્તિસિંહ ગોહિલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે, તેમણે જણાવ્યું છે કે ભાજપ હાર ભાળી ગયું છે. ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને દબાવવા માંગે છે. ભાજપે 4 સમર્થકોને દબાવ્યા હોવાનું શક્તિસિંહ ગોહિલે જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે ફોર્મમાં અમે સહી નથી કરી તેવું કહેવા દબાણ કર્યું. ફોર્મ ભરતી વખતે ટેકેદારો સાથે હતા. ટેકેદારોએ કયા કારણોસર આ એફિડેવિટ કર્યા તેવો શક્તિસિંહે સવાલ ઉઠાવ્યો હતો. કોંગ્રેસ પ્રવક્તાએ લગાવ્યા આરોપ તો કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે. મનીષ દોશીએ ભાજપ પર આક્ષેપો કરતાં જણાવ્યું છે કે ભાજપે ધાકધમકીથી ટેકેદારોને દરવી રહ્યું છે. કોંગ્રેસ ઉમેદવારના ટેકેદારોને ડરાવાયા છે. કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ ચૂંટણી અધિકારીને મળવા ગયું છે

Surat Politics: નિલેશ કુંભાણી મામલે આવતીકાલે ચુકાદો, જાણો કોણે શું કહ્યું?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી વિવાદમાં આવ્યા 
  • કાલે સવારે 11 વાગે કુંભાણીની ઉમેદવારી પર થશે ચુકાદો
  • શક્તિ સિંહ અને મનીષ દોશી સહિતના નેતાઓએ આપી પ્રતિક્રિયા 

સુરતમાં આજે લોકસભા ચૂંટણીને લઈને ઉમેદવારી પત્રકો ચકાસવાનો અંતિમ દિવસ હતો. જેમાં નિલેશ કુંભાણીની ઉમેદવારીને લઈને વિવાદ શરૂ થયો હતો. ભાજપની વાંધા અરજી બાદ નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્રક રદ્દ થવાની વાત સામે આવી હતી. ત્યારે, હવે આ મામલે હવે આવતીકાલે ચુકાદો આપવામાં આવશે. આ મામલે આવતીકાલે સવારે 9 સુનાવણી હાથ ધરવામાં આવશે અને 11 વાગે ચુકાદો આપવામાં આવશે.

તો, આ મામલે નિલેશ કુંભાણી દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેમના ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું છે. જેને પગલે નિલેશ કુંભાણી ઉમરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને જગદીશ સાવલિયા સહિત 3 ટેકેદારોના અપહરણને લઈને અરજી આપવામાં આવી છે.

તો ભાજપના ઉમેદવાર નૈષધ દેસાઈએ નિલેશ કુંભાણી પર આરોપ લગાવ્યા છે. નૈષધ દેસાઇએ આરોપ લગાવ્યો છે કે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થશે. તેમના ટેકેદાર યોગ્ય નહીં. નૈષધ દેસાઈએ જણાવ્યું છે કે 3 જેટલા ટેકેદારો સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. દિનેશ જોડાણી દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ વાંધા અરજી કરવામાં આવી છે. કોંગ્રેસના ફોર્મ 7 - 8 - 9 14c ડમી સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે.

નિલેશ કુંભાણીના ત્રણ જેટલાં ટેકેદારો યોગ્ય ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે રમેશ પોલરાએ એફિડેવિટમાં સહી ના કર્યાનું જણાવ્યું, ધ્રુવિન ધામેલિયાએ એફિડેવિટમાં સહી ના કર્યાનું જણાવ્યું. જગદીશ સાવલિયાએ એફિડેવિટમાં સહી ના કર્યું હોવાનું જણાવ્યું છે.

શક્તિસિંહ નિવેદન

કુંભાણીની ઉમેદવારીને લઈ શક્તિસિંહ ગોહિલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે, તેમણે જણાવ્યું છે કે ભાજપ હાર ભાળી ગયું છે. ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને દબાવવા માંગે છે. ભાજપે 4 સમર્થકોને દબાવ્યા હોવાનું શક્તિસિંહ ગોહિલે જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે ફોર્મમાં અમે સહી નથી કરી તેવું કહેવા દબાણ કર્યું. ફોર્મ ભરતી વખતે ટેકેદારો સાથે હતા. ટેકેદારોએ કયા કારણોસર આ એફિડેવિટ કર્યા તેવો શક્તિસિંહે સવાલ ઉઠાવ્યો હતો.

કોંગ્રેસ પ્રવક્તાએ લગાવ્યા આરોપ

તો કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે. મનીષ દોશીએ ભાજપ પર આક્ષેપો કરતાં જણાવ્યું છે કે ભાજપે ધાકધમકીથી ટેકેદારોને દરવી રહ્યું છે. કોંગ્રેસ ઉમેદવારના ટેકેદારોને ડરાવાયા છે. કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ ચૂંટણી અધિકારીને મળવા ગયું છે