Exam Result:CETમાં ધો.5નાં 5.34 લાખ વિદ્યાર્થીમાંથી 3.61 લાખને 37%થી પણ ઓછા માર્ક્સ

ગત વર્ષ કરતાં 1.12 લાખ વિદ્યાર્થી વધ્યા, પણ ટોપર્સમાં 51 ટકાનો ઘટાડો90 ટકાથી વધુ માર્કસ મેળવનાર વિદ્યાર્થી ગત વર્ષે 613 હતા જે ઘટીને આ વખતે 301 થયાં જૂનાગઢનો એક વિદ્યાર્થી 118 માર્કસ સાથે પ્રથમ ક્રમે, અમદાવાદ-પાટણનાં બે વિદ્યાર્થીને 116 માર્કસ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જ્ઞાનશક્તિ, મોડેલ સહિતની સ્કૂલોમાં પ્રવેશ માટે અને સ્કોલરશીપ યોજના માટે ગત તા.30 માર્ચના રોજ લેવાયેલી કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું આજે બુધવારે પરિણામ જાહેર કરાયું છે. બોર્ડ દ્વારા જાહેર થયેલા પરિણામ ગત વર્ષની સરખામણીએ નબળું આવ્યું છે. આ વખતે 120માથી 108 કરતાં વધુ એટલે કે, 90 ટકા કરતાં વધુ માર્કસ પ્રાપ્ત કરનાર બાળકોની સંખ્યા 301 નોંધાઈ છે, જે ગત વર્ષે 613 હતી. આમ ગત વર્ષની સરખામણીએ પરીક્ષા આપનાર બાળકોની સંખ્યામાં 1.12 લાખ જેટલો વધારો થયો હોવા છતાં, ટોપર્સ વિદ્યાર્થીઓની સંખ્યામાં 312 એટલે કે, 51 ટકાનો માતબર ઘટાડો થયો છે. એટલુ જ નહી, 120માંથી માત્ર 0થી 44 માર્કસ એટલે કે, 37 ટકાથી પણ ઓછા માર્કસ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 3.61 લાખથી પણ વધુ છે, જે કુલ વિદ્યાર્થીઓના 68 ટકા છે. આ રિઝલ્ટમાં જૂનાગઢનો એક વિદ્યાર્થી 118 માર્કસ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે અને અમદાવાદ તેમજ પાટણના બે વિદ્યાર્થી 116 માર્કસ સાથે બીજા ક્રમે આવ્યાં છે. કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં ઉપસ્થિત રહેલા કુલ 5,34,615 બાળકોમાંથી 76,044નો મેરીટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્શ્યલ, રક્ષાશક્તિ સ્કૂલ તેમજ મોડેલ સ્કૂલમાં ધોરણ.6માં પ્રવેશ મેળવવા માટે તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ સ્કોલરશીપ યોજના માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ.5માં અભ્યાસ કરતાં બાળકોની 30 માર્ચના રોજ પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં કુલ 5,34,615 બાળકો ઉપસ્થિત રહ્યાં હતા. ગત વર્ષે પ્રથમવાર લેવાયેલી પરીક્ષામાં 4,22,325 ઉપસ્થિત રહ્યાં હતા. આમ પરીક્ષા આપનાર બાળકોની સંખ્યા આ વખતે 1,12,290નો વધારો જોવા મળ્યો છે. આ જે જાહેર થયેલા પરિણામ મુજબ પ્રથમ મેરીટ યાદીમાં 18,987 શાળાનાં કુલ 76,044 બાળકોનો સમાવેશ કરાયો છે. રક્ષાશક્તિ સ્કૂલ્સમાં 25 ટકા ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ એટલે કે, 175 ખાનગી શાળાનો સમાવેશ કરાયો છે. ગત વર્ષ કરતાં નબળું પરિણામ આવવા પાછળનું કારણ આપતાં શિક્ષણના અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, ગત વર્ષ પ્રથમવાર પરીક્ષાનું આયોજન કરાયું હોવાથી પેપર ઘણા સહેલા કાઢવામાં આવ્યાં હતા. જોકે આ વખતે બહું અઘરા નહી પણ સહેલા પણ કાઢવામાં આવ્યાં નહોતા. જેના કારણે પરિણામ થોડુ ટફ રહ્યું છે.ગત વર્ષે તા.9 જૂનના રોજ પરિણામ જાહેર કરાયુ હતુ, આ વખતે પરીક્ષા અને પરિણામ બંન્ને વહેલા છે. ગત વર્ષે 116 કરતાં વધુ માર્કસ મેળવનાર 10 બાળક હતાં, આ વખતે માત્ર પાંચ ગત વર્ષે 120માંથી 116 કરતાં વધુ માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 10 હતી, જે આ વખતે માત્ર 5 જ નોંધાઈ છે. એક બાળકને 118 અને બે બાળકને 116 માર્કસ આવ્યાં છે. એ સિવાય 2 બાળકને 115 માર્કસ આવ્યાં હોવાનું અનુમાન છે. ગત વર્ષે 2 બાળકને 118 માર્કસ, 5 બાળકને 117 માર્કસ અને 3 બાળકને 116 માર્કસ આવ્યાં હતા. સ્કોલરશિપમાં 30 હજાર જ્યારે સ્કૂલમાં 22 હજાર બેઠક કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરીટમાં આવેલા વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ સ્કૂલમાં પ્રવેશ તેમજ સ્કોલરશીપ બંન્નેમાથી કોઈપણ વિકલ્પ પસંદ કરી શકશે. સ્કોલરશીપ માટે કુલ 30 હજાર જેટલી બેઠક છે જ્યારે નિવાસી શાળામાં પ્રવેશ માટે 22 હજાર જેટલી બેઠક છે. ગત વર્ષે 25 શાળાઓ શરૂ કરવામાં આવી હતી, આ વખતે વધુ 30થી 35 જેટલી નિવાસી શાળાઓ શરૂ કરવાનું આયોજન હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

Exam Result:CETમાં ધો.5નાં 5.34 લાખ વિદ્યાર્થીમાંથી 3.61 લાખને 37%થી પણ ઓછા માર્ક્સ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગત વર્ષ કરતાં 1.12 લાખ વિદ્યાર્થી વધ્યા, પણ ટોપર્સમાં 51 ટકાનો ઘટાડો
  • 90 ટકાથી વધુ માર્કસ મેળવનાર વિદ્યાર્થી ગત વર્ષે 613 હતા જે ઘટીને આ વખતે 301 થયાં
  • જૂનાગઢનો એક વિદ્યાર્થી 118 માર્કસ સાથે પ્રથમ ક્રમે, અમદાવાદ-પાટણનાં બે વિદ્યાર્થીને 116 માર્કસ

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જ્ઞાનશક્તિ, મોડેલ સહિતની સ્કૂલોમાં પ્રવેશ માટે અને સ્કોલરશીપ યોજના માટે ગત તા.30 માર્ચના રોજ લેવાયેલી કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું આજે બુધવારે પરિણામ જાહેર કરાયું છે. બોર્ડ દ્વારા જાહેર થયેલા પરિણામ ગત વર્ષની સરખામણીએ નબળું આવ્યું છે. આ વખતે 120માથી 108 કરતાં વધુ એટલે કે, 90 ટકા કરતાં વધુ માર્કસ પ્રાપ્ત કરનાર બાળકોની સંખ્યા 301 નોંધાઈ છે, જે ગત વર્ષે 613 હતી. આમ ગત વર્ષની સરખામણીએ પરીક્ષા આપનાર બાળકોની સંખ્યામાં 1.12 લાખ જેટલો વધારો થયો હોવા છતાં, ટોપર્સ વિદ્યાર્થીઓની સંખ્યામાં 312 એટલે કે, 51 ટકાનો માતબર ઘટાડો થયો છે. એટલુ જ નહી, 120માંથી માત્ર 0થી 44 માર્કસ એટલે કે, 37 ટકાથી પણ ઓછા માર્કસ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 3.61 લાખથી પણ વધુ છે, જે કુલ વિદ્યાર્થીઓના 68 ટકા છે. આ રિઝલ્ટમાં જૂનાગઢનો એક વિદ્યાર્થી 118 માર્કસ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે અને અમદાવાદ તેમજ પાટણના બે વિદ્યાર્થી 116 માર્કસ સાથે બીજા ક્રમે આવ્યાં છે. કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં ઉપસ્થિત રહેલા કુલ 5,34,615 બાળકોમાંથી 76,044નો મેરીટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્શ્યલ, રક્ષાશક્તિ સ્કૂલ તેમજ મોડેલ સ્કૂલમાં ધોરણ.6માં પ્રવેશ મેળવવા માટે તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ સ્કોલરશીપ યોજના માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ.5માં અભ્યાસ કરતાં બાળકોની 30 માર્ચના રોજ પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં કુલ 5,34,615 બાળકો ઉપસ્થિત રહ્યાં હતા. ગત વર્ષે પ્રથમવાર લેવાયેલી પરીક્ષામાં 4,22,325 ઉપસ્થિત રહ્યાં હતા. આમ પરીક્ષા આપનાર બાળકોની સંખ્યા આ વખતે 1,12,290નો વધારો જોવા મળ્યો છે. આ જે જાહેર થયેલા પરિણામ મુજબ પ્રથમ મેરીટ યાદીમાં 18,987 શાળાનાં કુલ 76,044 બાળકોનો સમાવેશ કરાયો છે. રક્ષાશક્તિ સ્કૂલ્સમાં 25 ટકા ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ એટલે કે, 175 ખાનગી શાળાનો સમાવેશ કરાયો છે. ગત વર્ષ કરતાં નબળું પરિણામ આવવા પાછળનું કારણ આપતાં શિક્ષણના અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, ગત વર્ષ પ્રથમવાર પરીક્ષાનું આયોજન કરાયું હોવાથી પેપર ઘણા સહેલા કાઢવામાં આવ્યાં હતા. જોકે આ વખતે બહું અઘરા નહી પણ સહેલા પણ કાઢવામાં આવ્યાં નહોતા. જેના કારણે પરિણામ થોડુ ટફ રહ્યું છે.ગત વર્ષે તા.9 જૂનના રોજ પરિણામ જાહેર કરાયુ હતુ, આ વખતે પરીક્ષા અને પરિણામ બંન્ને વહેલા છે.

ગત વર્ષે 116 કરતાં વધુ માર્કસ મેળવનાર 10 બાળક હતાં, આ વખતે માત્ર પાંચ

ગત વર્ષે 120માંથી 116 કરતાં વધુ માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 10 હતી, જે આ વખતે માત્ર 5 જ નોંધાઈ છે. એક બાળકને 118 અને બે બાળકને 116 માર્કસ આવ્યાં છે. એ સિવાય 2 બાળકને 115 માર્કસ આવ્યાં હોવાનું અનુમાન છે. ગત વર્ષે 2 બાળકને 118 માર્કસ, 5 બાળકને 117 માર્કસ અને 3 બાળકને 116 માર્કસ આવ્યાં હતા.

સ્કોલરશિપમાં 30 હજાર જ્યારે સ્કૂલમાં 22 હજાર બેઠક

કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરીટમાં આવેલા વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ સ્કૂલમાં પ્રવેશ તેમજ સ્કોલરશીપ બંન્નેમાથી કોઈપણ વિકલ્પ પસંદ કરી શકશે. સ્કોલરશીપ માટે કુલ 30 હજાર જેટલી બેઠક છે જ્યારે નિવાસી શાળામાં પ્રવેશ માટે 22 હજાર જેટલી બેઠક છે. ગત વર્ષે 25 શાળાઓ શરૂ કરવામાં આવી હતી, આ વખતે વધુ 30થી 35 જેટલી નિવાસી શાળાઓ શરૂ કરવાનું આયોજન હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.