Pavagadhમાં મૂર્તિઓ તૂટવા મામલે જૈન સમાજનું આંદોલન મોકૂફ, સરકારે માંગણીઓ સ્વીકારી

પાવાગઢ જૈન સમાજનું આંદોલન મોકૂફ રાખવા આદેશ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક બાદ જૈન સમાજનો નિર્ણય તપાગચ્છીય પ્રવરસમિતિ દ્વારા જૈન સંઘોને સૂચના અપાઇ જૈન સમાજનું આંદોલન મોકૂફ રાખવા આદેશ અપાયો છે. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક બાદ જૈન સમાજનો નિર્ણય છે. તેમાં તપાગચ્છીય પ્રવરસમિતિ દ્વારા જૈન સંઘોને સૂચના આપવામાં આવી છે. કોબા પાસે સમાજના આગેવાનો અને હર્ષ સંઘવીની બેઠક મળી હતી. તેમાં સરકારની હાલની કાર્યવાહીથી સમાજના આગેવાનો સંતુષ્ટ છે. હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં જૈન પ્રતિનિધિમંડળ સાથે મિટિંગ કરી 16 જૂન, 2024ના પાવાગઢ મહાકાળી મંદિરનાં જૂનાં પગથિયાંની બાજુમાં સ્થાપિત કરાયેલી 500 વર્ષ જૂની જૈન તીર્થંકરની પ્રતિમાઓ હટાવી દેતાં હાલોલ, વડોદરા, સુરત સહિત રાજ્યભરમાં એના ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા હતા. 16 જૂને રાતના 10.30 વાગ્યાથી સુરત કલેક્ટર ઓફિસ બહાર જૈન સમાજે ધામા નાખ્યા હતા, જેઓ 17 જૂનની મોડીરાત સુધી હટ્યા નહોતા. તેમનું કહેવું હતું કે જ્યાં સુધી અમારી માગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે કલેક્ટર ઓફિસથી જવાના નથી. આ મામલે જૈન સમાજે ઠેર-ઠેર વિરોધ નોંધાવ્યો હતો. જેને પગલે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં જૈન પ્રતિનિધિમંડળ સાથે મિટિંગ કરી હતી.  જૈન સમાજ દ્વારા ધરણા પૂર્ણ કરવામાં આવ્યા હતા સાંજથી હર્ષ સંઘવીના ઘરની નજીક જૈન સમાજ ધરણા પર ઉતરતા સતત ત્રીજા દિવેસ આંદોલન યથવાત રાખ્યું હતું. જેને લઇને પાર્લે પોઇન્ટ ખાતે જૈનાચાર્ય સાથે અંદાજે 1500થી 2000 માણસો ધરણા પર બેઠા હતા. અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પાસે હાજર જોવા મળ્યા હતા. જો કે, રાત્રે સરકાર દ્વારા જૈન સમાજની તમામ માંગણીઓ સ્વીકારી હોવાની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ જૈન સમાજ દ્વારા ધરણા પૂર્ણ કરવામાં આવ્યા હતા.હાલોલના કિરણભાઈ મોહનલાલ દુગ્ગલના મિત્ર 16 જૂનને રવિવારના રોજ પાવાગઢ ખાતે દર્શન કરવા ગયા હતા. ત્યારે માતાજીના મંદિરે શક્તિ દ્વાર પાસે મહાકાળી મંદિરના ઉપર જવાના જૂનો રસ્તો આવેલ છે. તે રસ્તા ઉપર જૈન સમુદાયના નેમીનાથ ભગવાનની મૂર્તિઓ ખંડિત તથા તૂટેલી તથા કાઢી નાખેલી અલગ ઓટલા ઉપર મૂકેલી હોય તેમ ટેલિફેન દ્વારા જાણ કરતા ફરિયાદી કિરણભાઈ દુગ્ગલ તેમના સમાજના લોકો સાથે જે તે જગ્યા પર ગયેલા અને મૂર્તિઓને ખંડિત થયેલ જોઈ હતી. 

Pavagadhમાં મૂર્તિઓ તૂટવા મામલે જૈન સમાજનું આંદોલન મોકૂફ, સરકારે માંગણીઓ સ્વીકારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાવાગઢ જૈન સમાજનું આંદોલન મોકૂફ રાખવા આદેશ
  • ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક બાદ જૈન સમાજનો નિર્ણય
  • તપાગચ્છીય પ્રવરસમિતિ દ્વારા જૈન સંઘોને સૂચના અપાઇ

જૈન સમાજનું આંદોલન મોકૂફ રાખવા આદેશ અપાયો છે. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક બાદ જૈન સમાજનો નિર્ણય છે. તેમાં તપાગચ્છીય પ્રવરસમિતિ દ્વારા જૈન સંઘોને સૂચના આપવામાં આવી છે. કોબા પાસે સમાજના આગેવાનો અને હર્ષ સંઘવીની બેઠક મળી હતી. તેમાં સરકારની હાલની કાર્યવાહીથી સમાજના આગેવાનો સંતુષ્ટ છે.


હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં જૈન પ્રતિનિધિમંડળ સાથે મિટિંગ કરી

16 જૂન, 2024ના પાવાગઢ મહાકાળી મંદિરનાં જૂનાં પગથિયાંની બાજુમાં સ્થાપિત કરાયેલી 500 વર્ષ જૂની જૈન તીર્થંકરની પ્રતિમાઓ હટાવી દેતાં હાલોલ, વડોદરા, સુરત સહિત રાજ્યભરમાં એના ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા હતા. 16 જૂને રાતના 10.30 વાગ્યાથી સુરત કલેક્ટર ઓફિસ બહાર જૈન સમાજે ધામા નાખ્યા હતા, જેઓ 17 જૂનની મોડીરાત સુધી હટ્યા નહોતા. તેમનું કહેવું હતું કે જ્યાં સુધી અમારી માગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે કલેક્ટર ઓફિસથી જવાના નથી. આ મામલે જૈન સમાજે ઠેર-ઠેર વિરોધ નોંધાવ્યો હતો. જેને પગલે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં જૈન પ્રતિનિધિમંડળ સાથે મિટિંગ કરી હતી.

 જૈન સમાજ દ્વારા ધરણા પૂર્ણ કરવામાં આવ્યા હતા

સાંજથી હર્ષ સંઘવીના ઘરની નજીક જૈન સમાજ ધરણા પર ઉતરતા સતત ત્રીજા દિવેસ આંદોલન યથવાત રાખ્યું હતું. જેને લઇને પાર્લે પોઇન્ટ ખાતે જૈનાચાર્ય સાથે અંદાજે 1500થી 2000 માણસો ધરણા પર બેઠા હતા. અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પાસે હાજર જોવા મળ્યા હતા. જો કે, રાત્રે સરકાર દ્વારા જૈન સમાજની તમામ માંગણીઓ સ્વીકારી હોવાની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ જૈન સમાજ દ્વારા ધરણા પૂર્ણ કરવામાં આવ્યા હતા.

હાલોલના કિરણભાઈ મોહનલાલ દુગ્ગલના મિત્ર 16 જૂનને રવિવારના રોજ પાવાગઢ ખાતે દર્શન કરવા ગયા હતા. ત્યારે માતાજીના મંદિરે શક્તિ દ્વાર પાસે મહાકાળી મંદિરના ઉપર જવાના જૂનો રસ્તો આવેલ છે. તે રસ્તા ઉપર જૈન સમુદાયના નેમીનાથ ભગવાનની મૂર્તિઓ ખંડિત તથા તૂટેલી તથા કાઢી નાખેલી અલગ ઓટલા ઉપર મૂકેલી હોય તેમ ટેલિફેન દ્વારા જાણ કરતા ફરિયાદી કિરણભાઈ દુગ્ગલ તેમના સમાજના લોકો સાથે જે તે જગ્યા પર ગયેલા અને મૂર્તિઓને ખંડિત થયેલ જોઈ હતી.