Gujarat News: મહુડી જિનાલય ટ્રસ્ટમાં પ્રભુત્વના જંગમાં કાદવ ઉછાળ પ્રવૃત્તિ

બે ટ્રસ્ટીઓ પર મોટાપાયે હેરાફેરી કર્યાના આક્ષેપ સોના કાંડમાં જેલમાં ગયેલાના પરિજનોએ કર્યા આક્ષેપ નોટબંધી સમયે મંદિરના ટ્રસ્ટી ભૂપેન્દ્ર વોરાએ કરી હતી ઉચાપત મહુડી જિનાલય ટ્રસ્ટમાં પ્રભુત્વના જંગમાં કાદવ ઉછાળ પ્રવૃત્તિ શરૂ થઇ છે. મહુડીના દેરાસરમાં 130 કિલો સોનાની હેરાફેરી થઇ છે. બે ટ્રસ્ટીઓ પર મોટાપાયે હેરાફેરી કર્યાના આક્ષેપ થયા છે. તેમાં સોના કાંડમાં જેલમાં ગયેલાના પરિજનોએ આક્ષેપ કર્યા છે. નોટબંધી સમયે મંદિરના ટ્રસ્ટી ભૂપેન્દ્ર વોરાએ ઉચાપત કરી હતી. નોટબંધી, કોરોના સમયે મોટાપ્રમાણમાં નાણાંની ઉચાપતના આક્ષેપ નોટબંધી, કોરોના સમયે મોટાપ્રમાણમાં નાણાંની ઉચાપતના આક્ષેપ છે. તેમાં મહુડી સંઘના 20 સભ્યોને સોનુ ગાયબ થયાની જાણ કરાઈ હતી. હાલના ટ્રસ્ટીઓ એકહથ્થું શાસન ચલાવતા હોવાનો પણ આક્ષેપ છે. તેમાં સમગ્ર મામલે માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે. જેનો પ્રસાદ પણ બહાર નથી લાવી શકાતો તેવા પ્રસિદ્ધ મહુડીના દેરાસરમાં અંદાજે 50 લાખ રૂપિયાના ગોલ્ડ અને કેશની ગોલમાલ થઈ છે. આ ગોલમાલનો આરોપ બીજા કોઈ પર નહીં, પરંતુ મંદિરના જ બે ટ્રસ્ટી પર લાગ્યો છે. ટ્રસ્ટના નામે પણ દુરુપયોગ કરતા હોવાનો મહુડી મંદિરના સભ્યોએ આક્ષેપ કર્યા માણસા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ થઈ હતી તો બીજી તરફ નોટબંધી સમયે મંદિરના ટ્રસ્ટી ભુપેન્દ્ર વોરા નાણાંકીય ઉચાપત કરી હતી જેનો વિવાદ પણ સામે આવ્યો હતો ત્યારે અનેક દાન આવે છે મહુડી મંદિરમાં કુલ આઠ ટ્રસ્ટી છે, જેમાં વોરા પરિવારના બે, શાહ પરિવારના બે અને મહેતા પરિવારના ચાર ટ્રસ્ટીનો સમાવેશ થાય છે. જેમાં ભુપેન્દ્ર વોરાએ દાનના નાણાંની ઉચાપત તેમજ કોરોના સમયે પણ નાણાંની ઉચાપત અને ટ્રસ્ટના નામે પણ દુરુપયોગ કરતા હોવાનો મહુડી મંદિરના સભ્યોએ આક્ષેપ કર્યા છે. 130 કિલો સોનુ અને 14 કરોડ રૂપિયાની નોટો બદલી ગાંધીનગરમાં આવેલા સુપ્રસિધ્ધ મહુડી ઘંટાકર્ણ મહાવીર જિનાલયમાં છેલ્લા 12 વર્ષથી ચઢાવવામાં આવેલ 130 કિલો સોનું અને 14 કરોડ રૂપિયાની નોટો બદલી આપવાનું હાલના બે ટ્રસ્ટીઓ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યુ હોવાનો ગંભીર આક્ષેપ સંઘના સભ્યો દ્વારા કરવામાં આવ્યો છે. આ અંગે મહુડી સંઘના 280 પૈકીના 20 સભ્યોને સોનું ગાયબ થવા અને નોટબંધીમાં નોટો બદલી કરવામાં આવ્યાની જાણ કરવામાં આવી હતી. આટલુ જ નહીં ચેરિટી કમિશનર અને ગુજરાતના મુખ્યમંત્રીને તસ્ટથ તપાસ કરવા માટે લેખિતમાં ફરિયાદો પણ કરી છે. જિનાલયમાં સોનાના વરખમાંથી 45 લાખનું સોનું સેરવી લીધુ ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે મહુડી ઘંટાકર્ણ મહાવીર જિનાલયમાં સોનાના વરખમાંથી 45 લાખનું સોનું સેરવી લેવાના મામલે પોલીસે નિલેશ કાંતીલાલ મહેતા તથા સુનિલ બાબુલાલ મહેતાની ધરપકડ કરી હતી. આમ છેલ્લા ઘણા સમયતી ટ્રસ્ટીઓની લડાઈ ચાલતી આવી છે. આટલુ જ નહીં દસ હજાર કરોડના કૌભાંડી આર્દશ કો. ઓપરેટીવના મુકેશ મોદીએ પણ મહુડી જિનાલયમાં કૌભાંડ આચર્યુ હતુ.જે અંગે સીઆઈડી ક્રાઈમએ મહુડીની ધર્મશાળામાં તપાસ કરી હતી.

Gujarat News: મહુડી જિનાલય ટ્રસ્ટમાં પ્રભુત્વના જંગમાં કાદવ ઉછાળ પ્રવૃત્તિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બે ટ્રસ્ટીઓ પર મોટાપાયે હેરાફેરી કર્યાના આક્ષેપ
  • સોના કાંડમાં જેલમાં ગયેલાના પરિજનોએ કર્યા આક્ષેપ
  • નોટબંધી સમયે મંદિરના ટ્રસ્ટી ભૂપેન્દ્ર વોરાએ કરી હતી ઉચાપત

મહુડી જિનાલય ટ્રસ્ટમાં પ્રભુત્વના જંગમાં કાદવ ઉછાળ પ્રવૃત્તિ શરૂ થઇ છે. મહુડીના દેરાસરમાં 130 કિલો સોનાની હેરાફેરી થઇ છે. બે ટ્રસ્ટીઓ પર મોટાપાયે હેરાફેરી કર્યાના આક્ષેપ થયા છે. તેમાં સોના કાંડમાં જેલમાં ગયેલાના પરિજનોએ આક્ષેપ કર્યા છે. નોટબંધી સમયે મંદિરના ટ્રસ્ટી ભૂપેન્દ્ર વોરાએ ઉચાપત કરી હતી.

નોટબંધી, કોરોના સમયે મોટાપ્રમાણમાં નાણાંની ઉચાપતના આક્ષેપ

નોટબંધી, કોરોના સમયે મોટાપ્રમાણમાં નાણાંની ઉચાપતના આક્ષેપ છે. તેમાં મહુડી સંઘના 20 સભ્યોને સોનુ ગાયબ થયાની જાણ કરાઈ હતી. હાલના ટ્રસ્ટીઓ એકહથ્થું શાસન ચલાવતા હોવાનો પણ આક્ષેપ છે. તેમાં સમગ્ર મામલે માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે. જેનો પ્રસાદ પણ બહાર નથી લાવી શકાતો તેવા પ્રસિદ્ધ મહુડીના દેરાસરમાં અંદાજે 50 લાખ રૂપિયાના ગોલ્ડ અને કેશની ગોલમાલ થઈ છે. આ ગોલમાલનો આરોપ બીજા કોઈ પર નહીં, પરંતુ મંદિરના જ બે ટ્રસ્ટી પર લાગ્યો છે.

ટ્રસ્ટના નામે પણ દુરુપયોગ કરતા હોવાનો મહુડી મંદિરના સભ્યોએ આક્ષેપ કર્યા

માણસા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ થઈ હતી તો બીજી તરફ નોટબંધી સમયે મંદિરના ટ્રસ્ટી ભુપેન્દ્ર વોરા નાણાંકીય ઉચાપત કરી હતી જેનો વિવાદ પણ સામે આવ્યો હતો ત્યારે અનેક દાન આવે છે મહુડી મંદિરમાં કુલ આઠ ટ્રસ્ટી છે, જેમાં વોરા પરિવારના બે, શાહ પરિવારના બે અને મહેતા પરિવારના ચાર ટ્રસ્ટીનો સમાવેશ થાય છે. જેમાં ભુપેન્દ્ર વોરાએ દાનના નાણાંની ઉચાપત તેમજ કોરોના સમયે પણ નાણાંની ઉચાપત અને ટ્રસ્ટના નામે પણ દુરુપયોગ કરતા હોવાનો મહુડી મંદિરના સભ્યોએ આક્ષેપ કર્યા છે.

130 કિલો સોનુ અને 14 કરોડ રૂપિયાની નોટો બદલી

ગાંધીનગરમાં આવેલા સુપ્રસિધ્ધ મહુડી ઘંટાકર્ણ મહાવીર જિનાલયમાં છેલ્લા 12 વર્ષથી ચઢાવવામાં આવેલ 130 કિલો સોનું અને 14 કરોડ રૂપિયાની નોટો બદલી આપવાનું હાલના બે ટ્રસ્ટીઓ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યુ હોવાનો ગંભીર આક્ષેપ સંઘના સભ્યો દ્વારા કરવામાં આવ્યો છે. આ અંગે મહુડી સંઘના 280 પૈકીના 20 સભ્યોને સોનું ગાયબ થવા અને નોટબંધીમાં નોટો બદલી કરવામાં આવ્યાની જાણ કરવામાં આવી હતી. આટલુ જ નહીં ચેરિટી કમિશનર અને ગુજરાતના મુખ્યમંત્રીને તસ્ટથ તપાસ કરવા માટે લેખિતમાં ફરિયાદો પણ કરી છે.

જિનાલયમાં સોનાના વરખમાંથી 45 લાખનું સોનું સેરવી લીધુ

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે મહુડી ઘંટાકર્ણ મહાવીર જિનાલયમાં સોનાના વરખમાંથી 45 લાખનું સોનું સેરવી લેવાના મામલે પોલીસે નિલેશ કાંતીલાલ મહેતા તથા સુનિલ બાબુલાલ મહેતાની ધરપકડ કરી હતી. આમ છેલ્લા ઘણા સમયતી ટ્રસ્ટીઓની લડાઈ ચાલતી આવી છે. આટલુ જ નહીં દસ હજાર કરોડના કૌભાંડી આર્દશ કો. ઓપરેટીવના મુકેશ મોદીએ પણ મહુડી જિનાલયમાં કૌભાંડ આચર્યુ હતુ.જે અંગે સીઆઈડી ક્રાઈમએ મહુડીની ધર્મશાળામાં તપાસ કરી હતી.