AMCએ ગેમઝોનની તપાસને લઈ HCમાં રજૂ કર્યો જવાબ,NOC નથી તો કાર્યવાહી કરીશું

AMCએ ગેમઝોનમાં ચકાસણી કરી પૂર્ણ શહેરમાં નાના-મોટા કુલ 34 ગેમઝોન આવેલા છે 34 પૈકી 28 ઈન્ડોર, 6 આઉડોર ગેમઝોન છે રાજકોટમાં થયેલ અગ્નિકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં અલગ-અલગ જગ્યાઓ પર જિલ્લાની મનપા દ્રારા ગેમઝોનમાં ફાયર સેફટીના સાધનોને લઈ તપાસ તેજ કરવામાં આવી છે,ગઈ કાલે AMCના ફાયર વિભાગ દ્રારા 34 ગેમઝોનમાં તપાસ હાથધરવામાં આવી હતી,જેમાં સામે આવ્યું છે કે,31 ગેમઝોન પાસે NOC ઉપલબ્ધ છે.તો 3 ગેમઝોન પાસે NOC ન હોવાનું સામે આવ્યું છે.NOC નથી તેવા ગેમઝોન સામે કાર્યવાહી કરવામાં આવશે,તો જ્યાં ત્રુટિ જણાછે તે ગેમઝોનને હાલપુરતા બંધ કરાયા છે.તો ગુજરાત હાઈકોર્ટચાં આ મામલે જવાબ પણ રજૂ કરવામાં આવ્યો છે.ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ TRP ગેમઝોન અગ્નિકાંડની ઘટનાથી સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. આ કરૂણ ઘટનામાં 27 લોકોના મોત થયા છે. આ ઉપરાંત, 5 લોકો હજુ પણ ગુમ છે. આ ઘટનામાં અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ કરવામાં આવી છે. આજે સુનાવણી થઈ શકે છે રાજકોટના ગેમઝોનમાં બનેલી દુર્ઘટનાને લઈને હાઈકોર્ટે પણ સુઓમોટો દાખલ કરી છે. જેને લઈને હાઈકોર્ટ રાજકોટ અગ્નિકાંડ મુદ્દે લાલઘુમ થઈ હતી. આ દરમિયાન કોર્ટે કહ્યું કે, આ માનવસર્જિત ડિઝાસ્ટર છે. ફાયર સેફ્ટી મુદ્દે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ મનપા પાસે જવાબ માંગ્યો છે. જણાવી દઈએ કે, આજે આ મામલે વધુ સુનાવણીથવાની શકયાતાઓ સેવાઈ રહી છે. વાંધાજનક લાગતા આ ગમેઝોનને બંધ આ ચકાસણી દરમિયાનઅમદાવાદમાં સિંધુ ભવન ખાતે આવેલ ફન બ્લાસ્ટની પણ ચેકિંગ કરવામાં આવી હતી. જે દરમિયાન અધિકારીઓને વાંધાજનક લાગતા આ ગમેઝોનને બંધ કરવામાં આવ્યું છે. આથી હવે ફાયર બ્રિગેડ દ્વારા તમામ ચકાસણી થઈ ગયા બાદ સેફ્ટી મેજર્સમાં ક્લિયરન્સ સર્ટિફિકેટ મળે પછીથી જ ગેમઝોન શરૂ કરી શકાશે.

AMCએ ગેમઝોનની તપાસને લઈ HCમાં રજૂ કર્યો જવાબ,NOC નથી તો કાર્યવાહી કરીશું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • AMCએ ગેમઝોનમાં ચકાસણી કરી પૂર્ણ
  • શહેરમાં નાના-મોટા કુલ 34 ગેમઝોન આવેલા છે
  • 34 પૈકી 28 ઈન્ડોર, 6 આઉડોર ગેમઝોન છે

રાજકોટમાં થયેલ અગ્નિકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં અલગ-અલગ જગ્યાઓ પર જિલ્લાની મનપા દ્રારા ગેમઝોનમાં ફાયર સેફટીના સાધનોને લઈ તપાસ તેજ કરવામાં આવી છે,ગઈ કાલે AMCના ફાયર વિભાગ દ્રારા 34 ગેમઝોનમાં તપાસ હાથધરવામાં આવી હતી,જેમાં સામે આવ્યું છે કે,31 ગેમઝોન પાસે NOC ઉપલબ્ધ છે.તો 3 ગેમઝોન પાસે NOC ન હોવાનું સામે આવ્યું છે.NOC નથી તેવા ગેમઝોન સામે કાર્યવાહી કરવામાં આવશે,તો જ્યાં ત્રુટિ જણાછે તે ગેમઝોનને હાલપુરતા બંધ કરાયા છે.તો ગુજરાત હાઈકોર્ટચાં આ મામલે જવાબ પણ રજૂ કરવામાં આવ્યો છે.

ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ

TRP ગેમઝોન અગ્નિકાંડની ઘટનાથી સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. આ કરૂણ ઘટનામાં 27 લોકોના મોત થયા છે. આ ઉપરાંત, 5 લોકો હજુ પણ ગુમ છે. આ ઘટનામાં અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ કરવામાં આવી છે.

આજે સુનાવણી થઈ શકે છે

રાજકોટના ગેમઝોનમાં બનેલી દુર્ઘટનાને લઈને હાઈકોર્ટે પણ સુઓમોટો દાખલ કરી છે. જેને લઈને હાઈકોર્ટ રાજકોટ અગ્નિકાંડ મુદ્દે લાલઘુમ થઈ હતી. આ દરમિયાન કોર્ટે કહ્યું કે, આ માનવસર્જિત ડિઝાસ્ટર છે. ફાયર સેફ્ટી મુદ્દે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ મનપા પાસે જવાબ માંગ્યો છે. જણાવી દઈએ કે, આજે આ મામલે વધુ સુનાવણીથવાની શકયાતાઓ સેવાઈ રહી છે.

વાંધાજનક લાગતા આ ગમેઝોનને બંધ

આ ચકાસણી દરમિયાનઅમદાવાદમાં સિંધુ ભવન ખાતે આવેલ ફન બ્લાસ્ટની પણ ચેકિંગ કરવામાં આવી હતી. જે દરમિયાન અધિકારીઓને વાંધાજનક લાગતા આ ગમેઝોનને બંધ કરવામાં આવ્યું છે. આથી હવે ફાયર બ્રિગેડ દ્વારા તમામ ચકાસણી થઈ ગયા બાદ સેફ્ટી મેજર્સમાં ક્લિયરન્સ સર્ટિફિકેટ મળે પછીથી જ ગેમઝોન શરૂ કરી શકાશે.