સ્કૂટર ચાલક યુવાનને રોકી ધમકી આપી મોબાઇલની લૂંટ

જામનગરના હાપા યાર્ડ વિસ્તારમાં લૂંટારૃંઓએ મોબાઇલ પાછો જોઇતો હોઇ તો ઇજા તથા મોબાઇલ તૂટી જવાથી નુકશાની પેટે ફોન કરી રકમ માંગીજામનગર :  જામનગરમાં હાપા યાર્ડ વિસ્તારમાંથી પસાર થઈ રહેલા એક સ્કૂટર ચાલક યુવાનને બે અજ્ઞાાત શખ્સો એ આવીને રોક્ી ધમકી આપ્યા પછી મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હતી. ત્યારબાદ પાછળથી ફોન કરીને અકસ્માતમાં ઇજા અને મોબાઈલ ડિસ્પ્લેમાં નુકસાનીના ૧૦,૦૦૦ આપવા પડશે. તેમ કહી ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે લૂંટારુઓની શોધખોળ હાથ ધરી છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં શૈલેષ નરશીભાઈ લાડપરા નામનો ૪૩ વર્ષનો યુવાન પોતાનું સ્કૂટર લઈને હાથમાં પંખો રાખીને હાપા માર્કેટિંગ યાર્ડ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો.જે દરમિયાન ડબલ સવારી બાઈકમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ તેને અટકાવ્યો હતો, અને તે અમારા વાહનને ઠોકર મારી મને ઇજા પહોંચાડી છે, તેમ જ મોબાઈલ ફોનની ડિસ્પ્લે તોડી નાખી છે. તેથી નુકસાનીના ૧૦,૦૦૦ રૃપિયાની માંગણી કરી હતી. દરમિયાન શૈલેષભાઈ લાડપરાએ શકીલભાઈ નામના પોતાના પરિચિત વ્યક્તિને આ બનાવ અંગે જાણ કરી હતી. અને પોતાનો મોબાઇલ ફોન વાતચીત કરવા માટે અજાણ્યા શખ્સોને આપ્યો હતો. દરમિયાન તેઓ મોબાઇલ લઈને ભાગી છુટયા હતા. જેથી શૈલેષભાઈના શેઠ પિયુષભાઈ કે જેમણે શૈલેષભાઈના મોબાઈલ ફોનમાં વાતચીત કરતાં લૂંટારુઓએ મોબાઈલ ફોન ઉપાડયો હતો. અને અકસ્માતમાં ઇજા થવાથીફેક્ચર થઈ ગયું છે તેમજ મોબાઇલ ફોનની ડિસ્પ્લે તૂટી ગઈ હોવાથી દસ હજાર રૃપિયા આપવા પડશે. જે આપીને મોબાઇલ લઈ જાવ તેમ કહી વધુ પૈસાની માંગણી કરી હતી.આ અંગે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાબંને અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે. અને લૂંટારૃ શખ્સોની શોધખોળ હાથ ધરી છે. એલસીબીની ટુકડી પણ મદદમાં જોડાઈ છે.

સ્કૂટર ચાલક યુવાનને રોકી ધમકી આપી મોબાઇલની લૂંટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


જામનગરના હાપા યાર્ડ વિસ્તારમાં

લૂંટારૃંઓએ મોબાઇલ પાછો જોઇતો હોઇ તો ઇજા તથા મોબાઇલ તૂટી જવાથી નુકશાની પેટે ફોન કરી રકમ માંગી

જામનગર :  જામનગરમાં હાપા યાર્ડ વિસ્તારમાંથી પસાર થઈ રહેલા એક સ્કૂટર ચાલક યુવાનને બે અજ્ઞાાત શખ્સો એ આવીને રોક્ી ધમકી આપ્યા પછી મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હતી. ત્યારબાદ પાછળથી ફોન કરીને અકસ્માતમાં ઇજા અને મોબાઈલ ડિસ્પ્લેમાં નુકસાનીના ૧૦,૦૦૦ આપવા પડશે. તેમ કહી ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે લૂંટારુઓની શોધખોળ હાથ ધરી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં શૈલેષ નરશીભાઈ લાડપરા નામનો ૪૩ વર્ષનો યુવાન પોતાનું સ્કૂટર લઈને હાથમાં પંખો રાખીને હાપા માર્કેટિંગ યાર્ડ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો.

જે દરમિયાન ડબલ સવારી બાઈકમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ તેને અટકાવ્યો હતો, અને તે અમારા વાહનને ઠોકર મારી મને ઇજા પહોંચાડી છે, તેમ જ મોબાઈલ ફોનની ડિસ્પ્લે તોડી નાખી છે. તેથી નુકસાનીના ૧૦,૦૦૦ રૃપિયાની માંગણી કરી હતી. દરમિયાન શૈલેષભાઈ લાડપરાએ શકીલભાઈ નામના પોતાના પરિચિત વ્યક્તિને આ બનાવ અંગે જાણ કરી હતી. અને પોતાનો મોબાઇલ ફોન વાતચીત કરવા માટે અજાણ્યા શખ્સોને આપ્યો હતો. દરમિયાન તેઓ મોબાઇલ લઈને ભાગી છુટયા હતા.

જેથી શૈલેષભાઈના શેઠ પિયુષભાઈ કે જેમણે શૈલેષભાઈના મોબાઈલ ફોનમાં વાતચીત કરતાં લૂંટારુઓએ મોબાઈલ ફોન ઉપાડયો હતો. અને અકસ્માતમાં ઇજા થવાથીફેક્ચર થઈ ગયું છે તેમજ મોબાઇલ ફોનની ડિસ્પ્લે તૂટી ગઈ હોવાથી દસ હજાર રૃપિયા આપવા પડશે. જે આપીને મોબાઇલ લઈ જાવ તેમ કહી વધુ પૈસાની માંગણી કરી હતી.આ અંગે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાબંને અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે. અને લૂંટારૃ શખ્સોની શોધખોળ હાથ ધરી છે. એલસીબીની ટુકડી પણ મદદમાં જોડાઈ છે.