Ahmedabad:માદલપુર ગરનાળા પાસેના ટાવરમાં આગ, 40 લોકોનો આબાદ બચાવ

મધુબન ટાવરના એસીનું કોમ્પ્રેસર બ્લાસ્ટ થતા આગ લાગવાની ઘટના બનીઆગથી બચવા 40 લોકો ધાબા પર જવા ગયા પણ લોક હોવાના કારણે ફસાયા ફાયર વિભાગને કરાતા 14થી ગાડીઓએ ઘટના સ્થળે પહોચીને આગને કાબુમાં લીધી એલિસબ્રિજ પાસે આવેલ માદલપુર ગરનાળા નજીક મધુબન ટાવરના ચોથા માળે આગ લાગવાનો બનાવ બનતા અફરાતફરી સર્જાઈ હતી.એસીના કોમ્પ્રેસર બ્લાસ્ટ થતા આગ ફેલાઇને ત્રીજા માળે આવેલી ઓફ્સિ સુધી પહોંચી હતી જેમા ટાંવરમાં કામ કરતા 40 લોકો ફસાઈ ગયા હતા.ટાવરના ચોથા માળે આગ લાગતા પાછળ આવેલી હોટલના સિક્યુરિટી ગાર્ડ ટાવરના લોકોને બૂમો પાડીને જાણ કરી હતી. તેમજ સિક્યુરીટી ગાર્ડ સહિત સ્ટાફે હોટલના ફાયરના સાધનોથી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. આ અંગેની જાણ ફાયર વિભાગને કરાતા 14થી ગાડીઓએ ઘટના સ્થળે પહોચીને આગને કાબુમાં લીધી હતી અને બિલ્ડીંગના 9 માળે ફસાયેલા 40 લોકોને સહીસલામત બહાર પણ કાઢયા હતા. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે કોમ્પ્રેસર બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યુ છે. ટાવરમાં નવમાં માળે સીએની ઓફ્સિમાં કામ કરતા કર્મચારીએ જણાવ્યુ હતુ કે અમે કામ કરતા હતા ત્યારે બ્લાસ્ટ થયો હોય તેવો અવાજ સંભળાતા અમે બહાર જઇને જોયુ તો ધૂમાડા દેખાયા હતા.જેમાં 80 વર્ષીય જીતુભાઇ સવૈયા સહિત પાંચ વ્યક્તિને ધૂમાડાથી ગુંગળામણ થતા ચાલુમાં આગમાં ફાયરની ટીમે રેસ્ક્યુ કરીને સહિસલામત નીચે ઉતારીને પ્રાથમિક સારવાર આપી હતી. જયારે બાકીના ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરીને સહીસલામત નીચે ઉતાર્યા હતા. સૌથી મહત્વની વાત એ બની કે ટાવરમાં જ્યારે આગ લાગી ત્યારે કામ કરતા 40થી વધુ લોકો ધાબા પર સહીસલામત પહોંચવા માગતા હતા પણ ત્યાં લોક મારેલુ હોવાથી તેમને 9 માળે જ આશરો લેવાની ફરજ પડી હતી. ફાયરબ્રિગ્રેડને ધાબાના દરવાજાના લોક તોડવાનો વારો આવ્યો હતો. આગની ઘટનાને રોકવા આટલું ધ્યાનમાં રાખો એર કંડીશનરની રેગ્યુલર સર્વિસ કરાવવી જરુરી છે રેગ્યુલર સર્વિસના અભાવે ધુળ વધુ જામતા એસી વધારે હીટ પકડે છે એસીની આસપાસ જલ્દીથી સળગે તેવુ મટિરિયલ ના રાખો એસીમાં નકલી પાર્ટસ વાપરવાથી જલ્દીથી ખરાબ થાય છે ગરમીની સિઝનમાં સતત એસી ચાલુ ના રાખવું જોઈએ

Ahmedabad:માદલપુર ગરનાળા પાસેના ટાવરમાં આગ, 40 લોકોનો આબાદ બચાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મધુબન ટાવરના એસીનું કોમ્પ્રેસર બ્લાસ્ટ થતા આગ લાગવાની ઘટના બની
  • આગથી બચવા 40 લોકો ધાબા પર જવા ગયા પણ લોક હોવાના કારણે ફસાયા
  • ફાયર વિભાગને કરાતા 14થી ગાડીઓએ ઘટના સ્થળે પહોચીને આગને કાબુમાં લીધી

એલિસબ્રિજ પાસે આવેલ માદલપુર ગરનાળા નજીક મધુબન ટાવરના ચોથા માળે આગ લાગવાનો બનાવ બનતા અફરાતફરી સર્જાઈ હતી.એસીના કોમ્પ્રેસર બ્લાસ્ટ થતા આગ ફેલાઇને ત્રીજા માળે આવેલી ઓફ્સિ સુધી પહોંચી હતી જેમા ટાંવરમાં કામ કરતા 40 લોકો ફસાઈ ગયા હતા.ટાવરના ચોથા માળે આગ લાગતા પાછળ આવેલી હોટલના સિક્યુરિટી ગાર્ડ ટાવરના લોકોને બૂમો પાડીને જાણ કરી હતી. તેમજ સિક્યુરીટી ગાર્ડ સહિત સ્ટાફે હોટલના ફાયરના સાધનોથી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. આ અંગેની જાણ ફાયર વિભાગને કરાતા 14થી ગાડીઓએ ઘટના સ્થળે પહોચીને આગને કાબુમાં લીધી હતી અને બિલ્ડીંગના 9 માળે ફસાયેલા 40 લોકોને સહીસલામત બહાર પણ કાઢયા હતા. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે કોમ્પ્રેસર બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યુ છે. ટાવરમાં નવમાં માળે સીએની ઓફ્સિમાં કામ કરતા કર્મચારીએ જણાવ્યુ હતુ કે અમે કામ કરતા હતા ત્યારે બ્લાસ્ટ થયો હોય તેવો અવાજ સંભળાતા અમે બહાર જઇને જોયુ તો ધૂમાડા દેખાયા હતા.જેમાં 80 વર્ષીય જીતુભાઇ સવૈયા સહિત પાંચ વ્યક્તિને ધૂમાડાથી ગુંગળામણ થતા ચાલુમાં આગમાં ફાયરની ટીમે રેસ્ક્યુ કરીને સહિસલામત નીચે ઉતારીને પ્રાથમિક સારવાર આપી હતી. જયારે બાકીના ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરીને સહીસલામત નીચે ઉતાર્યા હતા. સૌથી મહત્વની વાત એ બની કે ટાવરમાં જ્યારે આગ લાગી ત્યારે કામ કરતા 40થી વધુ લોકો ધાબા પર સહીસલામત પહોંચવા માગતા હતા પણ ત્યાં લોક મારેલુ હોવાથી તેમને 9 માળે જ આશરો લેવાની ફરજ પડી હતી. ફાયરબ્રિગ્રેડને ધાબાના દરવાજાના લોક તોડવાનો વારો આવ્યો હતો.

આગની ઘટનાને રોકવા આટલું ધ્યાનમાં રાખો

એર કંડીશનરની રેગ્યુલર સર્વિસ કરાવવી જરુરી છે

રેગ્યુલર સર્વિસના અભાવે ધુળ વધુ જામતા એસી વધારે હીટ પકડે છે

એસીની આસપાસ જલ્દીથી સળગે તેવુ મટિરિયલ ના રાખો

એસીમાં નકલી પાર્ટસ વાપરવાથી જલ્દીથી ખરાબ થાય છે

ગરમીની સિઝનમાં સતત એસી ચાલુ ના રાખવું જોઈએ