Ahmedabad:નિયમો તોડતી હોસ્પિટલો સમૃદ્ધ છે,દંડ ભરીને પણ લોકોના જીવન સાથે રમત રમશે'

કાયદાનો ભંગ કરે તો પચાસ હજાર સુધીના દંડ મામલે HCની ટકોરક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ હજુ સ્ટેટ કાઉન્સિલની રચના ન થવા અંગે HCની નારાજગી વાસ્તવમાં કલીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ કામગીરી માટે સર્વગ્રાહી અને કડકાઇભર્યા નિયમોની જરૂર:HC વિરમગામમાં મોતિયાના ઓપરેશન દરમ્યાન 17 લોકોની દ્રષ્ટિ જતી રહેવાના અને આંખે ઝાંખપ આવવાના ચકચારભર્યા અંધાપાકાંડ કેસની સુઓમોટો પીઆઇએલની ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણીમાં આજે ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને અનિરુદ્ધ માયીની ખંડપીઠ સમક્ષ રાજય સરકાર તરફ્થી રાજયના તમામ કલીનીક અને હોસ્પિટલને લઇ ગુજરાત કલીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન રૂલ્સ-2024 ઘડી કાઢવામાં આવ્યા હોવાની હાઇકોર્ટને જાણ કરાઇ હતી. જો કે, હજુ સુધી સ્ટેટ કાઉન્સીલની રચના થઇ નહી હોવાના મુદ્દે હાઇકોર્ટે નારાજગી વ્યકત કરી હતી. ચીફ્ જસ્ટિસની ખંડપીઠે એસ્ટાબ્લીશમેન્ટ રૂલ્સમાં સરકાર દ્વારા નક્કી કરાયલા દંડની નજીવી રકમને ગેરવાજબી ગણાવી હતી અને એવી ટકોર કરી હતી કે, નિયમભંગ કરવાવાળાઓ પાસે બહુ રૂપિયા હોય છે અને તેમના માટે રૂ. દસ કે પચાસ હજાર મોટી રકમ નથી. આવા તત્વો દંડની રકમ ભરીને હોસ્પિટલ ચલાવશે અને લોકોના જીવન સાથે રમત રમશે, તેથી સરકાર ધ્યાન રાખે. હાઇકોર્ટે સરકાર દ્વારા ઘડાયેલા એસ્ટાબ્લીશમેન્ટ રૂલ્સમાં દંડ સહિતની કેટલીક બાબતોમાં ખામી અને ઉણપ હોઇ તેમાં સુધારો કરવા પણ સરકારપક્ષને ટકોર કરી હતી અને જણાવ્યું હતું કે, વાસ્તવમાં કલીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ કામગીરી માટે સર્વગ્રાહી અને કડકાઇભર્યા નિયમોની જરૂર છે. જેથી સરકારપક્ષ દ્વારા રૂલ્સમાં જે કોઇ ત્રુટિઓ કે ઉણપ હશે તે સુધારી નવા સુધારા સાથેના રૂલ્સ રજૂ કરવાની તત્પરતા પણ બતાવાઇ હતી. સરકારે હાઇકોર્ટને ખાતરી આપી હતી કે, લોકોના જીવન સાથે રમત રમનારને સરકાર બક્ષશે નહી. વિરમગામ અંધાપાકાંડ કેસમાં રાજય સરકાર તરફ્થી જણાવાયું હતું કે, સરકાર દ્વારા નવા એસ્ટાબ્લીશમેન્ટ રૂલ્સ બનાવી દેવાયા છે અને તેનું જાહેરનામું પણ જારી કરી દીધુ છે. નિયમો મુજબ રજિસ્ટ્રેશન પણ શરૂ કરાયું છે. જો કે, હજુ સ્ટેટ કાઉન્સીલની રચના થઇ નથી. સ્ટેટ કાઉન્સીલમાં આરોગ્ય મંત્રી ચેરમેન હોય છે ઉપરાંત ગુજરાત મેડિકલ કાઉન્સીલ અને ગુજરાત નર્િંસગ કાઉન્સીલમાંથી સભ્ય હોય છે. ડિસ્ટ્રીકટ ઓથોરીટીએ તેની કામગીરી શરૂ કરી છે. હોસ્પિટલ-કલીનીકનું નીરિક્ષણ કર્યા બાદ જ રજિસ્ટ્રેશન કરવામાં આવશે. આ નિયમોનો ભંગ કોઈ હોસ્પિટલ કરશે તો પ્રથમ વખત 10 હજાર રૂપિયા સુધીનો દંડ અને બીજી વખત 50 હજાર રૂપિયા સુધીનો દંડ વસૂલવાની જોગવાઇ કરાઇ છે. જો કે, હાઇકોર્ટે દંડની આ રકમને નજીવી અને ગેરવાજબી ગણાવી હતી. રજિસ્ટ્રેશન વગરની હોસ્પિટલ ચલાવતા લોકોને દંડ કરો : HC હાઇકોર્ટે સાફ્ શબ્દોમાં સરકારને જણાવ્યું કે, રજિસ્ટ્રેશન વગરની હોસ્પિટલ ચલાવતા લોકોને દંડ કરવો જોઇએ અને આવા તત્વો વિરૂદ્ધ ફ્રિયાદ દાખલ કરી કાર્યવાહી થવી જોઇએ. હાઇકોર્ટે દંડની ઓછી રકમ નિર્ધારિત કરવા મુદ્દે પણ સરકારને ટકોર કરી હતી કે, આટલી રકમ તો નિયમોભંગ કરવાવાળા માટે કશું નથી. તેઓ તો આટલો દંડ ભરીને હોસ્પિટલ ચલાવશે પરંતુ સામે લોકોના જીવ ખતરામાં મૂકાશે. હાઇકોર્ટે સરકારે ઘડેલા નિયમોનો દૂરપયોગ ના થાય તેનું ચોકસાઇથી ધ્યાન રાખવા પણ સરકારને તાકીદ કરી હતી.

Ahmedabad:નિયમો તોડતી હોસ્પિટલો સમૃદ્ધ છે,દંડ ભરીને પણ લોકોના જીવન સાથે રમત રમશે'

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કાયદાનો ભંગ કરે તો પચાસ હજાર સુધીના દંડ મામલે HCની ટકોર
  • ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ હજુ સ્ટેટ કાઉન્સિલની રચના ન થવા અંગે HCની નારાજગી
  • વાસ્તવમાં કલીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ કામગીરી માટે સર્વગ્રાહી અને કડકાઇભર્યા નિયમોની જરૂર:HC

વિરમગામમાં મોતિયાના ઓપરેશન દરમ્યાન 17 લોકોની દ્રષ્ટિ જતી રહેવાના અને આંખે ઝાંખપ આવવાના ચકચારભર્યા અંધાપાકાંડ કેસની સુઓમોટો પીઆઇએલની ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણીમાં આજે ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને અનિરુદ્ધ માયીની ખંડપીઠ સમક્ષ રાજય સરકાર તરફ્થી રાજયના તમામ કલીનીક અને હોસ્પિટલને લઇ ગુજરાત કલીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન રૂલ્સ-2024 ઘડી કાઢવામાં આવ્યા હોવાની હાઇકોર્ટને જાણ કરાઇ હતી. જો કે, હજુ સુધી સ્ટેટ કાઉન્સીલની રચના થઇ નહી હોવાના મુદ્દે હાઇકોર્ટે નારાજગી વ્યકત કરી હતી. ચીફ્ જસ્ટિસની ખંડપીઠે એસ્ટાબ્લીશમેન્ટ રૂલ્સમાં સરકાર દ્વારા નક્કી કરાયલા દંડની નજીવી રકમને ગેરવાજબી ગણાવી હતી અને એવી ટકોર કરી હતી કે, નિયમભંગ કરવાવાળાઓ પાસે બહુ રૂપિયા હોય છે અને તેમના માટે રૂ. દસ કે પચાસ હજાર મોટી રકમ નથી. આવા તત્વો દંડની રકમ ભરીને હોસ્પિટલ ચલાવશે અને લોકોના જીવન સાથે રમત રમશે, તેથી સરકાર ધ્યાન રાખે.

હાઇકોર્ટે સરકાર દ્વારા ઘડાયેલા એસ્ટાબ્લીશમેન્ટ રૂલ્સમાં દંડ સહિતની કેટલીક બાબતોમાં ખામી અને ઉણપ હોઇ તેમાં સુધારો કરવા પણ સરકારપક્ષને ટકોર કરી હતી અને જણાવ્યું હતું કે, વાસ્તવમાં કલીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ કામગીરી માટે સર્વગ્રાહી અને કડકાઇભર્યા નિયમોની જરૂર છે. જેથી સરકારપક્ષ દ્વારા રૂલ્સમાં જે કોઇ ત્રુટિઓ કે ઉણપ હશે તે સુધારી નવા સુધારા સાથેના રૂલ્સ રજૂ કરવાની તત્પરતા પણ બતાવાઇ હતી. સરકારે હાઇકોર્ટને ખાતરી આપી હતી કે, લોકોના જીવન સાથે રમત રમનારને સરકાર બક્ષશે નહી.

વિરમગામ અંધાપાકાંડ કેસમાં રાજય સરકાર તરફ્થી જણાવાયું હતું કે, સરકાર દ્વારા નવા એસ્ટાબ્લીશમેન્ટ રૂલ્સ બનાવી દેવાયા છે અને તેનું જાહેરનામું પણ જારી કરી દીધુ છે. નિયમો મુજબ રજિસ્ટ્રેશન પણ શરૂ કરાયું છે. જો કે, હજુ સ્ટેટ કાઉન્સીલની રચના થઇ નથી. સ્ટેટ કાઉન્સીલમાં આરોગ્ય મંત્રી ચેરમેન હોય છે ઉપરાંત ગુજરાત મેડિકલ કાઉન્સીલ અને ગુજરાત નર્િંસગ કાઉન્સીલમાંથી સભ્ય હોય છે. ડિસ્ટ્રીકટ ઓથોરીટીએ તેની કામગીરી શરૂ કરી છે. હોસ્પિટલ-કલીનીકનું નીરિક્ષણ કર્યા બાદ જ રજિસ્ટ્રેશન કરવામાં આવશે. આ નિયમોનો ભંગ કોઈ હોસ્પિટલ કરશે તો પ્રથમ વખત 10 હજાર રૂપિયા સુધીનો દંડ અને બીજી વખત 50 હજાર રૂપિયા સુધીનો દંડ વસૂલવાની જોગવાઇ કરાઇ છે. જો કે, હાઇકોર્ટે દંડની આ રકમને નજીવી અને ગેરવાજબી ગણાવી હતી.

રજિસ્ટ્રેશન વગરની હોસ્પિટલ ચલાવતા લોકોને દંડ કરો : HC

હાઇકોર્ટે સાફ્ શબ્દોમાં સરકારને જણાવ્યું કે, રજિસ્ટ્રેશન વગરની હોસ્પિટલ ચલાવતા લોકોને દંડ કરવો જોઇએ અને આવા તત્વો વિરૂદ્ધ ફ્રિયાદ દાખલ કરી કાર્યવાહી થવી જોઇએ. હાઇકોર્ટે દંડની ઓછી રકમ નિર્ધારિત કરવા મુદ્દે પણ સરકારને ટકોર કરી હતી કે, આટલી રકમ તો નિયમોભંગ કરવાવાળા માટે કશું નથી. તેઓ તો આટલો દંડ ભરીને હોસ્પિટલ ચલાવશે પરંતુ સામે લોકોના જીવ ખતરામાં મૂકાશે. હાઇકોર્ટે સરકારે ઘડેલા નિયમોનો દૂરપયોગ ના થાય તેનું ચોકસાઇથી ધ્યાન રાખવા પણ સરકારને તાકીદ કરી હતી.