જાણો અમદાવાદના કયા વિસ્તારમાં કેટલો નોંધાયો વરસાદ, અલગ-અલગ બનાવોમાં 4 ને ઇજા, અનેક વૃક્ષો ધરાશાયી

અમદાવાદ: અમદાવાદમાં સોમવારે દિવસભર અસહય ઉકળાટની સ્થિતિ બાદ મોડી રાતે શહેરના મોટાભાગના વિસ્તારોમાં ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસી પડયો હતો.નરોડા અને મેમ્કો વિસ્તારમાં ત્રણ તથા ઓઢવમાં બે ઈંચ જેટલો વરસાદ ખાબકતા અનેક વિસ્તારો વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.રાયપુર ચકલા પાસે એક જર્જરીત મકાનનો ભાગ ધરાશાયી થતા બે લોકો કાટમાળમાં ફસાતા તેમને ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢી ફાયર વિભાગે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.વસ્ત્રાલ ખાતે આવેલા બી.આર.ટી.એસ.ના ડેપોમાં એક બસના ચાર્જિંગ સમયે શોટ સરકીટથી આગ લાગતા અન્ય બે બસમાં આગ પ્રસરી હતી. ત્રણ બસ આગમાં ખાખ થઈ ગઈ હતી.અમદાવાદમાં સીઝનનો અત્યારસુધીમાં 1.65 ઈંચ વરસાદ થવા પામ્યો છે.માણેકબાગ ઉપરાંત ખોખરા વિસ્તારમાં અનુપમ સિનેમા પાસે રોડ ઉપર ભુવા પડયા હતા.એકરાતના વરસાદમાં શહેરના વિવિધ વિસ્તારમાં ૪૫ વૃક્ષ ધરાશાયી થઈ ગયા હતા.સોમવારે રાત્રિના 12.30 કલાકથી શહેરના વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ વીજકડાકા સાથે વરસાદની શરૂઆત થઈ હતી.વરસતા વરસાદની વચ્ચે રાયપુર ચકલા વિસ્તારમાં આવેલી લાલાવસાની પોળના 60 વર્ષ જુના મકાનનો કેટલોક ભાગ ધરાશાયી થતા બે લોકો ફસાયા હતા. ફાયર વિભાગને જાણ કરાતા રેસ્કયૂ વાહન તથા પંદર ફાયરના જવાનોની મદદથી ફસાયેલા નિલેશ ધીરજભાઈ મોદી, ઉંમર વર્ષ-50 તથા અજય ધીરજભાઈ મોદી,ઉંમર વર્ષ-45ને બહાર કાઢી 108 મારફત હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ તરફથી આ મકાન ભયજનક હોવા અંગેની નોટિસ આપવામા આવી હોવાનુ ફાયર વિભાગ તરફથી જાણવા મળ્યુ છે.વસ્ત્રાલના જાડેશ્વર ખાતે આવેલા બી.આર.ટી.એસ.ના ડેપોમાં બસના ચાર્જિંગ સમયે લાગેલી આગમા ત્રણ બસ બળીને ખાખ થવાની ઘટના બાદ જેબીએમ ટ્રાન્સપોર્ટની ટેકનીકલ ટીમને મુંબઈથી બોલાવવામા આવી હોવાનું જાણવા મળે છે.મોસમના પહેલા વરસાદમાં જ મકરબા ઉપરાંત અંધજન મંડળ,વસ્ત્રાપુર, રામદેવનગર,શ્યામલ ચાર રસ્તા સહિતના અનેક વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની હતી.સરસપુર વ્હોરાના રોજા પાસે વરસાદી પાણીમાં એક બસ ફસાઈ ગઈ હતી.કૃષ્ણનગર વિસ્તારમાં એક ગાડી રોડમાં ખૂંપી ગઈ હતી.વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ અનેક સ્થળે રોડ ઉપર ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ થઈ નહીં શકતા લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડયો હતો.અજીત મિલ તથા નરોડા પાટીયા બ્રિજના સર્વિસ રોડ ઉપર પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા.ગોતા તેમજ એસ.જી.હાઈવે  સર્વિસ રોડ ઉપર પણ અનેક સ્થળે વરસાદી પાણી ભરાયા હતા.પશ્ચિમ વિસ્તારમા ઉસ્માનપુરા ખાતે બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.વાસણા ખાતે 1.81 ઈંચ વરસાદ થવા પામ્યો હતો.પાલડી વિસ્તારમાં 1.42 ઈંચ વરસાદ વરસી પડયો હતો.સરસપુરની ચાલીમાં વૃક્ષ ધરાશાયી થતા બેને સામાન્ય ઈજાસરસપુર વિસ્તારમાં આવેલા હરીભાઈ ગોદાણી હોસ્પિટલની સામે આવેલી સોમનાથ નાગરદાસની ચાલીના એક ઘરની અંદર જોડાયેલ લીમડાનુ વૃક્ષ ધરાશાયી થતા બે લોકોને સામાન્ય ઈજા થઈ હતી.ઝોનવાઈસ ધરાશાયી થયેલા વૃક્ષોઝોન    વૃક્ષની સંખ્યામધ્ય   06પૂર્વ    04પશ્ચિમ  11ઉત્તર   09દક્ષિણ  05ઉ.પ.   06દ.પ.   04અખબારનગર અંડરપાસ રાતે બંધ કરાયો હતોસોમવારે મોડીરાતે વરસી પડેલા વરસાદની વચ્ચે રાત્રિના 1.25 કલાકે અખબારનગર અંડરપાસ મ્યુનિ.તંત્રે બંધ કર્યો હતો.બાદમાં સવારે 3.35 કલાકે ફરી રાબેતા મુજબ ચાલુ કરવામા આવ્યો હતો.વાસણા બેરેજના ચાર ગેટ રાતે બે ફુટ જેટલા ખોલવામા આવ્યા હતા.25 જુનની સાંજે 4 કલાકે વાસણા બેરેજનુ લેવલ 132.50 ફુટ નોંધાયુ હતુ.બેરેજના તમામ દરવાજા બંધ હતા. 

જાણો અમદાવાદના કયા વિસ્તારમાં કેટલો નોંધાયો વરસાદ, અલગ-અલગ બનાવોમાં 4 ને ઇજા, અનેક વૃક્ષો ધરાશાયી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad-Rain

અમદાવાદ: અમદાવાદમાં સોમવારે દિવસભર અસહય ઉકળાટની સ્થિતિ બાદ મોડી રાતે શહેરના મોટાભાગના વિસ્તારોમાં ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસી પડયો હતો.નરોડા અને મેમ્કો વિસ્તારમાં ત્રણ તથા ઓઢવમાં બે ઈંચ જેટલો વરસાદ ખાબકતા અનેક વિસ્તારો વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.રાયપુર ચકલા પાસે એક જર્જરીત મકાનનો ભાગ ધરાશાયી થતા બે લોકો કાટમાળમાં ફસાતા તેમને ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢી ફાયર વિભાગે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.વસ્ત્રાલ ખાતે આવેલા બી.આર.ટી.એસ.ના ડેપોમાં એક બસના ચાર્જિંગ સમયે શોટ સરકીટથી આગ લાગતા અન્ય બે બસમાં આગ પ્રસરી હતી. ત્રણ બસ આગમાં ખાખ થઈ ગઈ હતી.અમદાવાદમાં સીઝનનો અત્યારસુધીમાં 1.65 ઈંચ વરસાદ થવા પામ્યો છે.માણેકબાગ ઉપરાંત ખોખરા વિસ્તારમાં અનુપમ સિનેમા પાસે રોડ ઉપર ભુવા પડયા હતા.એકરાતના વરસાદમાં શહેરના વિવિધ વિસ્તારમાં ૪૫ વૃક્ષ ધરાશાયી થઈ ગયા હતા.

સોમવારે રાત્રિના 12.30 કલાકથી શહેરના વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ વીજકડાકા સાથે વરસાદની શરૂઆત થઈ હતી.વરસતા વરસાદની વચ્ચે રાયપુર ચકલા વિસ્તારમાં આવેલી લાલાવસાની પોળના 60 વર્ષ જુના મકાનનો કેટલોક ભાગ ધરાશાયી થતા બે લોકો ફસાયા હતા. ફાયર વિભાગને જાણ કરાતા રેસ્કયૂ વાહન તથા પંદર ફાયરના જવાનોની મદદથી ફસાયેલા નિલેશ ધીરજભાઈ મોદી, ઉંમર વર્ષ-50 તથા અજય ધીરજભાઈ મોદી,ઉંમર વર્ષ-45ને બહાર કાઢી 108 મારફત હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ તરફથી આ મકાન ભયજનક હોવા અંગેની નોટિસ આપવામા આવી હોવાનુ ફાયર વિભાગ તરફથી જાણવા મળ્યુ છે.વસ્ત્રાલના જાડેશ્વર ખાતે આવેલા બી.આર.ટી.એસ.ના ડેપોમાં બસના ચાર્જિંગ સમયે લાગેલી આગમા ત્રણ બસ બળીને ખાખ થવાની ઘટના બાદ જેબીએમ ટ્રાન્સપોર્ટની ટેકનીકલ ટીમને મુંબઈથી બોલાવવામા આવી હોવાનું જાણવા મળે છે.

મોસમના પહેલા વરસાદમાં જ મકરબા ઉપરાંત અંધજન મંડળ,વસ્ત્રાપુર, રામદેવનગર,શ્યામલ ચાર રસ્તા સહિતના અનેક વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની હતી.સરસપુર વ્હોરાના રોજા પાસે વરસાદી પાણીમાં એક બસ ફસાઈ ગઈ હતી.કૃષ્ણનગર વિસ્તારમાં એક ગાડી રોડમાં ખૂંપી ગઈ હતી.વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ અનેક સ્થળે રોડ ઉપર ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ થઈ નહીં શકતા લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડયો હતો.અજીત મિલ તથા નરોડા પાટીયા બ્રિજના સર્વિસ રોડ ઉપર પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા.ગોતા તેમજ એસ.જી.હાઈવે  સર્વિસ રોડ ઉપર પણ અનેક સ્થળે વરસાદી પાણી ભરાયા હતા.પશ્ચિમ વિસ્તારમા ઉસ્માનપુરા ખાતે બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.વાસણા ખાતે 1.81 ઈંચ વરસાદ થવા પામ્યો હતો.પાલડી વિસ્તારમાં 1.42 ઈંચ વરસાદ વરસી પડયો હતો.

સરસપુરની ચાલીમાં વૃક્ષ ધરાશાયી થતા બેને સામાન્ય ઈજા

સરસપુર વિસ્તારમાં આવેલા હરીભાઈ ગોદાણી હોસ્પિટલની સામે આવેલી સોમનાથ નાગરદાસની ચાલીના એક ઘરની અંદર જોડાયેલ લીમડાનુ વૃક્ષ ધરાશાયી થતા બે લોકોને સામાન્ય ઈજા થઈ હતી.

ઝોનવાઈસ ધરાશાયી થયેલા વૃક્ષો

ઝોન    વૃક્ષની સંખ્યા

મધ્ય   06

પૂર્વ    04

પશ્ચિમ  11

ઉત્તર   09

દક્ષિણ  05

ઉ.પ.   06

દ.પ.   04

અખબારનગર અંડરપાસ રાતે બંધ કરાયો હતો

સોમવારે મોડીરાતે વરસી પડેલા વરસાદની વચ્ચે રાત્રિના 1.25 કલાકે અખબારનગર અંડરપાસ મ્યુનિ.તંત્રે બંધ કર્યો હતો.બાદમાં સવારે 3.35 કલાકે ફરી રાબેતા મુજબ ચાલુ કરવામા આવ્યો હતો.વાસણા બેરેજના ચાર ગેટ રાતે બે ફુટ જેટલા ખોલવામા આવ્યા હતા.25 જુનની સાંજે 4 કલાકે વાસણા બેરેજનુ લેવલ 132.50 ફુટ નોંધાયુ હતુ.બેરેજના તમામ દરવાજા બંધ હતા.