Bhavnagar News : ભાવનગર બોટાદ લોકસભા બેઠક પર 9 અપક્ષના ફોર્મ ઉપડયા

પ્રથમ દિવસે ભાજપ અને AAP સહિતના ઉમેદવારોએ 14 ફોર્મ ઉપાડયા ભાજપ ઉમેદવાર નિમુબેન બાંભણિયાએ લીધું ફોર્મ ડમી ઉમેદવાર તરીકે પૂર્વ MLA ભાવના મકવાણાએ લીધું ફોર્મ ભાવનગર લોકસભા ચૂંટણીને પગલે મતદાન માટેના પ્રથમ તબક્કાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ચૂંટણી તંત્ર દ્વારા આજથી ફોર્મ ઉપાડવાના દિવસનો પ્રારંભ હોવાને પગલે ભાવનગર શહેરમાં અપક્ષ અને રાષ્ટ્રીય રાજકીય પક્ષો દ્વારા ફોર્મ ઉપાડવામાં આવ્યા છે.ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયા એ ફોર્મ લીધું તેની સાથે ડમી ઉમેદવાર તરીકે મહુવાના પૂર્વ ધારાસભ્ય ભાવનાબેન મકવાણાએ ડમી ઉમેદવાર તરીકે ફોર્મ લીધું છે,બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનના આપના ઉમેદવાર ઉમેશ મકવાણાએ પણ ફોર્મ લીધું તેની સાથે ડમી ઉમેદવાર તરીકે તેમના પત્ની અલકાબેન મકવાણાએ ફોર્મ લીધું છે.સાથો સાથ 9 જેટલા અપક્ષ ઉમેદવારો એ પણ ઉમેદવારી ફોર્મ લીધા.19 તારીખ સુધી ફોર્મ ઉપાડીને ઉમેદવારીપત્ર પરત કરવાની છેલ્લી તારીખ છે.ફોર્મ ઉપાડવાની તારીખ અને ચકાસણીનો છેલ્લો દિવસ ભાવનગર લોકસભા બેઠક ઉપર ફોર્મ ઉપાડવાની 12 તારીખથી પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે ભાવનગર કલેકટર આર કે મહેતાએ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીને લઈને ફોર્મ ઉપાડવાની તારીખ 12 તારીખથી લઈને 19 તારીખ છે. આ દરમિયાન કોઈપણ ઉમેદવારી કરવા માગતો વ્યક્તિ ફોર્મ ઉપાડી શકે છે. જો કે ફોર્મ ઉપાડ્યા બાદ ભરીને પરત કરવા માટે 19 તારીખ છેલ્લી છે. ત્યારે 20 તારીખના રોજ ચૂંટણી તંત્ર દ્વારા ચકાસણી કરવામાં આવનાર છે. આમ લોકશાહીના મતદાન માટેના પ્રથમ તબક્કાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ઉમેદવારી ફોર્મની કિંમત શું ? કેટલા પૈસા ભરવાના? ભાવનગર લોકસભા બેઠક ઉપર પ્રથમ દિવસે ફોર્મની વિગત આપતા કલેક્ટર આર કે મહેતાએ જણાવ્યું હતું કે પ્રથમ દિવસે 14 જેટલા ફોર્મ ઉપાડવામાં આવ્યા છે. જ્યારે ચૂંટણી વિભાગમાંથી વધુ વિગત મેળવતા જાણવા મળ્યું હતું કે જ્યારે ફોર્મ લેવા કોઈ પણ વ્યક્તિ આવે ત્યારે કોઈ તેની કિંમત ચૂકવવાની રહેતી નથી. પરંતુ ફોર્મ લીધા બાદ જ્યારે તે ઉમેદવારીપત્ર ભરીને પરત કરવા આવે ત્યારે જનરલ કેટેગરીને 25,000 અને OBC,SC,ST કેટેગરીમાં હોય તો 12,500 જેવી કિંમત - ડિપોઝિટ ભરવાની રહેતી હોય છે. કુલ 14 ફોર્મ ઉપડયા જો કે પ્રથમ દિવસે 14 જેટલા લોકોએ ફોર્મ ઉપાડ્યા છે તેમાંથી 10 જેટલા લોકો અપક્ષમાંથી ફોર્મ ઉપાડયા છે અને ભાજપ અને આમ આદમી પાર્ટીએ બે બે ફોર્મ ઉપાડયા છે. જો કે બન્ને પક્ષોએ એક એક ફોર્મ ડમી માટેનું પણ ઉપાડવામાં આવ્યું છે. ફોર્મ ઉપાડનાર કોણ કોણ છે તે નામ પર એક નજર કરીએ. 1) અપક્ષ - સંજયભાઈ મગનભાઈ મકવાણા, ભાવનગર 2) અપક્ષ - મનહર કાનજીભાઈ રાઠોડ, ભાવનગર 3)અપક્ષ - દીપકભાઈ સવજીભાઈ સુમરા, નવા રતનપર, ભાવનગર 4)અપક્ષ - રાજેશકુમાર પ્રેમજીભાઈ પરમાર, જૂના રામપર, વલભીપુર 5)અપક્ષ - અનિલભાઈ નરેન્દ્રભાઈ ચાવડા, સિહોર 6)અપક્ષ - હર્ષ જગદીશભાઈ ગોકલાણી, ભાવનગર 7)અપક્ષ - ઝાલા હરિસિંહ મંગળસિંહ, ઉખરલા 8)અપક્ષ - ધર્મરાજ ભરતસિંહ કોટીલા, ભાવનગર 9)અપક્ષ - વિપુલ કિશોરભાઈ મકવાણા, ભાવનગર 10) ગુજરાત સેવા સમાજ પાર્ટી (કચ્છ) - ટીડાભાઈ દેવશીભાઈ બોરીચા, ફરિયાદકા 11) ભાજપ - નિમુબેન જયંતીભાઈ બાંભણીયા, ભાવનગર ( જાહેર ઉમેદવાર ) 12) ભાજપ - ભાવનાબેન રાઘવજીભાઈ મકવાણા, મહુવા (ડમી માટેના ઉમેદવાર) (પૂર્વ મહુવા ધારાસભ્ય) 13)આપ - ઉમેશકુમાર નારણભાઈ મકવાણા, બોટાદ ( જાહેર ઉમેદવાર ઇન્ડિયા ગઠબંધન ) 14) આપ - અલકાબેન ઉમેશભાઈ મકવાણા,બોટાદ (જાહેર ઉમેદવારના બદલામાં ડમી ઉમેદવાર)

Bhavnagar News : ભાવનગર બોટાદ લોકસભા બેઠક પર 9 અપક્ષના ફોર્મ ઉપડયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પ્રથમ દિવસે ભાજપ અને AAP સહિતના ઉમેદવારોએ 14 ફોર્મ ઉપાડયા
  • ભાજપ ઉમેદવાર નિમુબેન બાંભણિયાએ લીધું ફોર્મ
  • ડમી ઉમેદવાર તરીકે પૂર્વ MLA ભાવના મકવાણાએ લીધું ફોર્મ

ભાવનગર લોકસભા ચૂંટણીને પગલે મતદાન માટેના પ્રથમ તબક્કાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ચૂંટણી તંત્ર દ્વારા આજથી ફોર્મ ઉપાડવાના દિવસનો પ્રારંભ હોવાને પગલે ભાવનગર શહેરમાં અપક્ષ અને રાષ્ટ્રીય રાજકીય પક્ષો દ્વારા ફોર્મ ઉપાડવામાં આવ્યા છે.ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયા એ ફોર્મ લીધું તેની સાથે ડમી ઉમેદવાર તરીકે મહુવાના પૂર્વ ધારાસભ્ય ભાવનાબેન મકવાણાએ ડમી ઉમેદવાર તરીકે ફોર્મ લીધું છે,બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનના આપના ઉમેદવાર ઉમેશ મકવાણાએ પણ ફોર્મ લીધું તેની સાથે ડમી ઉમેદવાર તરીકે તેમના પત્ની અલકાબેન મકવાણાએ ફોર્મ લીધું છે.સાથો સાથ 9 જેટલા અપક્ષ ઉમેદવારો એ પણ ઉમેદવારી ફોર્મ લીધા.19 તારીખ સુધી ફોર્મ ઉપાડીને ઉમેદવારીપત્ર પરત કરવાની છેલ્લી તારીખ છે.

ફોર્મ ઉપાડવાની તારીખ અને ચકાસણીનો છેલ્લો દિવસ

ભાવનગર લોકસભા બેઠક ઉપર ફોર્મ ઉપાડવાની 12 તારીખથી પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે ભાવનગર કલેકટર આર કે મહેતાએ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીને લઈને ફોર્મ ઉપાડવાની તારીખ 12 તારીખથી લઈને 19 તારીખ છે. આ દરમિયાન કોઈપણ ઉમેદવારી કરવા માગતો વ્યક્તિ ફોર્મ ઉપાડી શકે છે. જો કે ફોર્મ ઉપાડ્યા બાદ ભરીને પરત કરવા માટે 19 તારીખ છેલ્લી છે. ત્યારે 20 તારીખના રોજ ચૂંટણી તંત્ર દ્વારા ચકાસણી કરવામાં આવનાર છે. આમ લોકશાહીના મતદાન માટેના પ્રથમ તબક્કાનો પ્રારંભ થઈ ચૂક્યો છે.

ઉમેદવારી ફોર્મની કિંમત શું ? કેટલા પૈસા ભરવાના?

ભાવનગર લોકસભા બેઠક ઉપર પ્રથમ દિવસે ફોર્મની વિગત આપતા કલેક્ટર આર કે મહેતાએ જણાવ્યું હતું કે પ્રથમ દિવસે 14 જેટલા ફોર્મ ઉપાડવામાં આવ્યા છે. જ્યારે ચૂંટણી વિભાગમાંથી વધુ વિગત મેળવતા જાણવા મળ્યું હતું કે જ્યારે ફોર્મ લેવા કોઈ પણ વ્યક્તિ આવે ત્યારે કોઈ તેની કિંમત ચૂકવવાની રહેતી નથી. પરંતુ ફોર્મ લીધા બાદ જ્યારે તે ઉમેદવારીપત્ર ભરીને પરત કરવા આવે ત્યારે જનરલ કેટેગરીને 25,000 અને OBC,SC,ST કેટેગરીમાં હોય તો 12,500 જેવી કિંમત - ડિપોઝિટ ભરવાની રહેતી હોય છે.

કુલ 14 ફોર્મ ઉપડયા

જો કે પ્રથમ દિવસે 14 જેટલા લોકોએ ફોર્મ ઉપાડ્યા છે તેમાંથી 10 જેટલા લોકો અપક્ષમાંથી ફોર્મ ઉપાડયા છે અને ભાજપ અને આમ આદમી પાર્ટીએ બે બે ફોર્મ ઉપાડયા છે. જો કે બન્ને પક્ષોએ એક એક ફોર્મ ડમી માટેનું પણ ઉપાડવામાં આવ્યું છે. ફોર્મ ઉપાડનાર કોણ કોણ છે તે નામ પર એક નજર કરીએ.

1) અપક્ષ - સંજયભાઈ મગનભાઈ મકવાણા, ભાવનગર

2) અપક્ષ - મનહર કાનજીભાઈ રાઠોડ, ભાવનગર

3)અપક્ષ - દીપકભાઈ સવજીભાઈ સુમરા, નવા રતનપર, ભાવનગર

4)અપક્ષ - રાજેશકુમાર પ્રેમજીભાઈ પરમાર, જૂના રામપર, વલભીપુર

5)અપક્ષ - અનિલભાઈ નરેન્દ્રભાઈ ચાવડા, સિહોર

6)અપક્ષ - હર્ષ જગદીશભાઈ ગોકલાણી, ભાવનગર

7)અપક્ષ - ઝાલા હરિસિંહ મંગળસિંહ, ઉખરલા

8)અપક્ષ - ધર્મરાજ ભરતસિંહ કોટીલા, ભાવનગર

9)અપક્ષ - વિપુલ કિશોરભાઈ મકવાણા, ભાવનગર

10) ગુજરાત સેવા સમાજ પાર્ટી (કચ્છ) - ટીડાભાઈ દેવશીભાઈ બોરીચા, ફરિયાદકા

11) ભાજપ - નિમુબેન જયંતીભાઈ બાંભણીયા, ભાવનગર ( જાહેર ઉમેદવાર )

12) ભાજપ - ભાવનાબેન રાઘવજીભાઈ મકવાણા, મહુવા (ડમી માટેના ઉમેદવાર) (પૂર્વ મહુવા ધારાસભ્ય)

13)આપ - ઉમેશકુમાર નારણભાઈ મકવાણા, બોટાદ ( જાહેર ઉમેદવાર ઇન્ડિયા ગઠબંધન )

14) આપ - અલકાબેન ઉમેશભાઈ મકવાણા,બોટાદ (જાહેર ઉમેદવારના બદલામાં ડમી ઉમેદવાર)