Rajkot News : ડો.હિરેન મશરૂનો આયુષ્યમાન યોજનામાંથી પરવાનો રદ,મોટું કૌભાંડ આચર્યુ

રાજકોટમાં આયુષ્યમાન યોજનામાં કૌભાંડને લઈ કાર્યવાહી બાળકોનાં ખોટા રિપોર્ટ બનાવી મેળવ્યા હતા નાણાં ગાંધીનગર ટીમ પણ ડો.મશરૂના કારસ્તાનથી ચૌંકી ઉઠી રાજકોટમાં નિહિત બેબીકેર હોસ્પિટલ ધરાવતા ડો. હિરેન મશરૂ આયુષ્માન યોજનાનો દુરુપયોગ કરીને બાળકોના નકલી રિપોર્ટના આધારે મોટાપાસે નાણા સેરવી લીધા હોવાનો સ્વીકાર કર્યો છે.આ કૌભાંડમાં પરિવારજનો કે પછી આરોગ્ય વિભાગને ખબર સુદ્ધાં રહેતી ન હતી કે બાળક સ્વસ્થ છે પણ પૈસા રળવા માટે ખોટા રિપોર્ટ બનાવાઈ રહ્યા છે અને બાળકને દાખલ કરાય છે. આ કૌભાંડની આરોગ્ય વિભાગ તેમજ ઈન્સ્યોરન્સ કંપની દ્વારા તપાસ ચાલી રહી હતી. પુરાવા સાબિત થયા તપાસમાં સજ્જડ આધાર પુરાવાને કારણે ડો. હિરેન મશરૂ પાસે કોઇ રસ્તો ન બચતા તેઓએ જિલ્લા આરોગ્ય અધિકારી સમક્ષ આવીને કબૂલાત આપી છે કે, તેણે આ કાળા કારનામા કર્યા છે.ડો.મશરૂ સ્વસ્થ નવજાતના નકલી રિપોર્ટ બનાવી ગંભીર બતાવી સારવારના બહાને દાખલ રાખીને આયુષ્માન કાર્ડ હેઠળ વધુ પૈસા રળતા હતા. જેને લઈને આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપ્યા હતા. આયુષ્માન હેઠળ 1483 બાળકો ડો. મશરૂને ત્યાં દાખલ થયાં હતા આયુષ્માન યોજના હેઠળ જુલાઈ 2023થી નવી ઈન્સ્યોરન્સ કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો છે. ત્યારથી અત્યાર સુધીમાં ડો.મશરૂની હોસ્પિટલમાં 523 બાળકો દાખલ કરાયા હતા અને તેમણે 2.53 કરોડ રૂપિયાનો ક્લેમ કર્યો હતો આ પૈકી મોટાભાગની રકમ જમા થઈ ગઈ છે. જોકે તેમની હોસ્પિટલમાં બે વર્ષથી આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ચાલી રહી છે. આ આંક મેળવતા જાણવા મળ્યું છે કે, અત્યાર સુધીમાં 1483 બાળકો દાખલ કરાયા છે. હાલ જુલાઈથી અત્યાર સુધીના કેસની તપાસ થઈ રહી છે. આ રીતે આચરતો હતો કૌભાંડ એક રિપોર્ટ મુજબ, હોસ્પિટલ ખાતે નિદાન માટે આવતા બાળકો અથવા તો પ્રસૂતિ બાદ ગાયનેક રીફર કરે તેવા કેસમાં આ ડોક્ટર સૌથી પહેલા તો પરિવાર પાસે આયુષ્માન કાર્ડ છે કે નહીં તેની તપાસ કરતો. બાદમાં ડો.મશરૂ બાળકના સેમ્પલ લઈને મંગલમ લેબોરેટરીમાં મોકલતો, બાદમાં કોઈ સમસ્યા ન હોય તો તે રિપોર્ટમાં ચેડાં કરી એડિટિંગ કરી તેના આંકડા ફેરવી ઈન્ફેક્શન બતાવી નવજાતને 7થી 10 દિવસ NICUમાં દાખલ કરી દેતો અને આ રિપોર્ટને આયુષ્માન યોજનાના સરકારી પોર્ટમાં ઉપલોડ કરી મંજૂરી મેળવી લેતો અને પ્રતિ દિવસ 9થી 10 હજાર રૂપિયા મેળવતો.

Rajkot News : ડો.હિરેન મશરૂનો આયુષ્યમાન યોજનામાંથી પરવાનો રદ,મોટું કૌભાંડ આચર્યુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટમાં આયુષ્યમાન યોજનામાં કૌભાંડને લઈ કાર્યવાહી
  • બાળકોનાં ખોટા રિપોર્ટ બનાવી મેળવ્યા હતા નાણાં
  • ગાંધીનગર ટીમ પણ ડો.મશરૂના કારસ્તાનથી ચૌંકી ઉઠી

રાજકોટમાં નિહિત બેબીકેર હોસ્પિટલ ધરાવતા ડો. હિરેન મશરૂ આયુષ્માન યોજનાનો દુરુપયોગ કરીને બાળકોના નકલી રિપોર્ટના આધારે મોટાપાસે નાણા સેરવી લીધા હોવાનો સ્વીકાર કર્યો છે.આ કૌભાંડમાં પરિવારજનો કે પછી આરોગ્ય વિભાગને ખબર સુદ્ધાં રહેતી ન હતી કે બાળક સ્વસ્થ છે પણ પૈસા રળવા માટે ખોટા રિપોર્ટ બનાવાઈ રહ્યા છે અને બાળકને દાખલ કરાય છે. આ કૌભાંડની આરોગ્ય વિભાગ તેમજ ઈન્સ્યોરન્સ કંપની દ્વારા તપાસ ચાલી રહી હતી.

પુરાવા સાબિત થયા તપાસમાં

સજ્જડ આધાર પુરાવાને કારણે ડો. હિરેન મશરૂ પાસે કોઇ રસ્તો ન બચતા તેઓએ જિલ્લા આરોગ્ય અધિકારી સમક્ષ આવીને કબૂલાત આપી છે કે, તેણે આ કાળા કારનામા કર્યા છે.ડો.મશરૂ સ્વસ્થ નવજાતના નકલી રિપોર્ટ બનાવી ગંભીર બતાવી સારવારના બહાને દાખલ રાખીને આયુષ્માન કાર્ડ હેઠળ વધુ પૈસા રળતા હતા. જેને લઈને આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપ્યા હતા.

આયુષ્માન હેઠળ 1483 બાળકો ડો. મશરૂને ત્યાં દાખલ થયાં હતા

આયુષ્માન યોજના હેઠળ જુલાઈ 2023થી નવી ઈન્સ્યોરન્સ કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો છે. ત્યારથી અત્યાર સુધીમાં ડો.મશરૂની હોસ્પિટલમાં 523 બાળકો દાખલ કરાયા હતા અને તેમણે 2.53 કરોડ રૂપિયાનો ક્લેમ કર્યો હતો આ પૈકી મોટાભાગની રકમ જમા થઈ ગઈ છે. જોકે તેમની હોસ્પિટલમાં બે વર્ષથી આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ચાલી રહી છે. આ આંક મેળવતા જાણવા મળ્યું છે કે, અત્યાર સુધીમાં 1483 બાળકો દાખલ કરાયા છે. હાલ જુલાઈથી અત્યાર સુધીના કેસની તપાસ થઈ રહી છે.


આ રીતે આચરતો હતો કૌભાંડ

એક રિપોર્ટ મુજબ, હોસ્પિટલ ખાતે નિદાન માટે આવતા બાળકો અથવા તો પ્રસૂતિ બાદ ગાયનેક રીફર કરે તેવા કેસમાં આ ડોક્ટર સૌથી પહેલા તો પરિવાર પાસે આયુષ્માન કાર્ડ છે કે નહીં તેની તપાસ કરતો. બાદમાં ડો.મશરૂ બાળકના સેમ્પલ લઈને મંગલમ લેબોરેટરીમાં મોકલતો, બાદમાં કોઈ સમસ્યા ન હોય તો તે રિપોર્ટમાં ચેડાં કરી એડિટિંગ કરી તેના આંકડા ફેરવી ઈન્ફેક્શન બતાવી નવજાતને 7થી 10 દિવસ NICUમાં દાખલ કરી દેતો અને આ રિપોર્ટને આયુષ્માન યોજનાના સરકારી પોર્ટમાં ઉપલોડ કરી મંજૂરી મેળવી લેતો અને પ્રતિ દિવસ 9થી 10 હજાર રૂપિયા મેળવતો.