રાજકોટમાં રૂપાલાના સમર્થનમાં આવી પાટીદારી મહિલા, તો વિરોધમાં લાગ્યા પોસ્ટર

સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કર્યું સમર્થન ‘પરશોત્તમ રૂપાલાએ બે વાર માફી માગી લીધી છે’ ‘ભાઇઓ-બહેનો પરશોત્તમ રૂપાલાને સાથ આપીએ’ રાજકોટમાં લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પુરૂષોતમ રૂપાલાએ જ્યારથી ક્ષત્રિય સમાજ અંગે વિવાદાસ્પદ નિવેદન કર્યું છે, ત્યારથી તેમની સામે વિરોધ થઈ રહ્યો છે. જોકે આ નિવેદન બાદ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માગી લીધી હતી, પરંતુ ત્યારબાદ પણ તેમની ટિકિટ રદ કરવાની માગ થઈ રહી છે, ત્યારે મહિલા કોંગ્રેસ નેતાની ટીમ દ્વારા શહેરમાં અલગ અલગ જગ્યાએ બોયકોટ રૂપાલાના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. તો સોશિયલ મીડિયા પર રૂપાલાના સમર્થનમાં કડવા પાટીદારોએ પોસ્ટ કરી રહ્યા છે. આ ઉપરાંત હવે ભાજપમાં જોડાયેલા અંબરીશ ડેર મેદાને પણ હવે મેદાને આવ્યા છે. રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલા ક્ષત્રિય સમાજના નિવેદન માટે અમદાવાદમાં બેઠક મળી હતી. જ્યાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. જે પછી એક તરફ ક્ષત્રિય સમાજ હજી પણ માફી આપવા તૈયાર નથી ત્યાં પરશોત્તમ રુપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ સામે આવ્યો છે. આ તરફ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માગી લીધી હતી, પરંતુ ત્યારબાદ પણ તેમની ટિકિટ રદ કરવાની માગ થઈ રહી છે. ત્યારે મહિલા કોંગ્રેસ નેતાની ટીમ દ્વારા શહેરમાં અલગ અલગ જગ્યાએ બોયકોટ રૂપાલાના પોસ્ટર લગાવવામાં આવ્યા છે.આ મામલે પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ ઉતર્યો છે. કડવા પાટીદારોએ સોશિયલ મીડિયામાં મેસેજ શરૂ કર્યા છે. કડવા પાટીદાર અગ્રણી જ્યોતિ ટીલવાએ ફેસબૂક પર પોસ્ટ કરી છે તેમાં જણાવ્યું કે બે-બે વાર માફી માગ્યા પછી પણ આટલો ઈસ્યૂ કરે તે વ્યાજબી ના કહેવાય. પોસ્ટમાં લખાયુ છે કે ચાલો મારા ભાઇઓ અને બહેનો જાગો અને રુપાલાને સાથ આપો. જ્યાં એક તરફ ક્ષત્રિય આગેવાનોએ ગોતામાં બુધવારની બેઠક બાદ એલાન કર્યું હતું કે પરશોત્તમ રૂપાલા મુદ્દે આ અમારી અંતિમ બેઠક હતી અને હવે કોઇ બેઠક નહીં થાય. 8 એપ્રિલ સુધી રૂપાલાની ટીકીટ રદ્દ કરવામાં આવે નહિ તો આજે બેઠકમાં બહેનો એ કહ્યું કે કમલમમાં જોહાર કરીશું. પણ અમે વિનંતી કરી છે કે આવું કરવાની જરૂર નથી. જ્યારે વધુ એક અન્ય પોસ્ટમાં પાટીદાર યુવકોએ પણ રૂપાલાના સમર્થનમાં કોમેન્ટ કરી છે. લોકોએ કોમેન્ટ કરી છે કે રુપાલા સાહેબ સાથે આખુ ગુજરાત છે. એક યુઝરે લખ્યું છે કે ખોટો ડર ઉભો કરાયો છે, બાકી કોઇ તકલીફ નથી. સોશિયલ મીડિયામાં કડવા પાટીદારોએ મેસેજ શરુ કરતાં વાતાવરણ ગરમાયું છે.

રાજકોટમાં રૂપાલાના સમર્થનમાં આવી પાટીદારી મહિલા, તો વિરોધમાં લાગ્યા પોસ્ટર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કર્યું સમર્થન
  • ‘પરશોત્તમ રૂપાલાએ બે વાર માફી માગી લીધી છે’
  • ‘ભાઇઓ-બહેનો પરશોત્તમ રૂપાલાને સાથ આપીએ’
રાજકોટમાં લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પુરૂષોતમ રૂપાલાએ જ્યારથી ક્ષત્રિય સમાજ અંગે વિવાદાસ્પદ નિવેદન કર્યું છે, ત્યારથી તેમની સામે વિરોધ થઈ રહ્યો છે. જોકે આ નિવેદન બાદ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માગી લીધી હતી, પરંતુ ત્યારબાદ પણ તેમની ટિકિટ રદ કરવાની માગ થઈ રહી છે, ત્યારે મહિલા કોંગ્રેસ નેતાની ટીમ દ્વારા શહેરમાં અલગ અલગ જગ્યાએ બોયકોટ રૂપાલાના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. તો સોશિયલ મીડિયા પર રૂપાલાના સમર્થનમાં કડવા પાટીદારોએ પોસ્ટ કરી રહ્યા છે. આ ઉપરાંત હવે ભાજપમાં જોડાયેલા અંબરીશ ડેર મેદાને પણ હવે મેદાને આવ્યા છે.

રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલા ક્ષત્રિય સમાજના નિવેદન માટે અમદાવાદમાં બેઠક મળી હતી. જ્યાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. જે પછી એક તરફ ક્ષત્રિય સમાજ હજી પણ માફી આપવા તૈયાર નથી ત્યાં પરશોત્તમ રુપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ સામે આવ્યો છે. આ તરફ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માગી લીધી હતી, પરંતુ ત્યારબાદ પણ તેમની ટિકિટ રદ કરવાની માગ થઈ રહી છે. ત્યારે મહિલા કોંગ્રેસ નેતાની ટીમ દ્વારા શહેરમાં અલગ અલગ જગ્યાએ બોયકોટ રૂપાલાના પોસ્ટર લગાવવામાં આવ્યા છે.

આ મામલે પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ ઉતર્યો છે. કડવા પાટીદારોએ સોશિયલ મીડિયામાં મેસેજ શરૂ કર્યા છે. કડવા પાટીદાર અગ્રણી જ્યોતિ ટીલવાએ ફેસબૂક પર પોસ્ટ કરી છે તેમાં જણાવ્યું કે બે-બે વાર માફી માગ્યા પછી પણ આટલો ઈસ્યૂ કરે તે વ્યાજબી ના કહેવાય. પોસ્ટમાં લખાયુ છે કે ચાલો મારા ભાઇઓ અને બહેનો જાગો અને રુપાલાને સાથ આપો.

જ્યાં એક તરફ ક્ષત્રિય આગેવાનોએ ગોતામાં બુધવારની બેઠક બાદ એલાન કર્યું હતું કે પરશોત્તમ રૂપાલા મુદ્દે આ અમારી અંતિમ બેઠક હતી અને હવે કોઇ બેઠક નહીં થાય. 8 એપ્રિલ સુધી રૂપાલાની ટીકીટ રદ્દ કરવામાં આવે નહિ તો આજે બેઠકમાં બહેનો એ કહ્યું કે કમલમમાં જોહાર કરીશું. પણ અમે વિનંતી કરી છે કે આવું કરવાની જરૂર નથી. જ્યારે વધુ એક અન્ય પોસ્ટમાં પાટીદાર યુવકોએ પણ રૂપાલાના સમર્થનમાં કોમેન્ટ કરી છે. લોકોએ કોમેન્ટ કરી છે કે રુપાલા સાહેબ સાથે આખુ ગુજરાત છે. એક યુઝરે લખ્યું છે કે ખોટો ડર ઉભો કરાયો છે, બાકી કોઇ તકલીફ નથી. સોશિયલ મીડિયામાં કડવા પાટીદારોએ મેસેજ શરુ કરતાં વાતાવરણ ગરમાયું છે.