કાળઝાળ ગરમી વધતા Ahmedabad સિવિલમાં હીટસ્ટ્રોકના દર્દીઓમાં વધારો

રોજના 40થી વધુ દર્દીઓ લઈ રહ્યા છે હીટસ્ટ્રોકની સારવાર છેલ્લા એક સપ્તાહમાં 105 લોકોએ હીટસ્ટ્રોકની સારવાર લીધી એક સપ્તાહમાં 56 દર્દીઓ કમળાના નોંધાયા ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે,વધતી ગરમીના કારણે હીટસ્ટ્રોકના કેસમાં વધારો થયો છે,સિવિલ હોસ્પિટલના તબીબનું કહેવું છે કે,બપોરના સમયે કામ સિવાય બહાર નિકળવું જોઈએ નહી,ગરમીથી 55 દર્દીઓએ લીધી પેટના દુખાવાની સારવાર તો બીજી તરફ છેલ્લા 7 દિવસમાંની સિવિલમાં રોજની ઓપીડી દરરોજ કરતા વધી રહી છે,ગર્ભવતી મહિલા,વડીલો અને બાળકોએ બપોર સમયે બહાર ન નિકળવા ડોકટરે અપીલ કરી છે. હીટસ્ટ્રોકથી બચવા આટલુ કરો હીટસ્ટ્રોકથી બચવા માટે ખાલી પેટે ઘરની બહાર ન નીકળો. ડાયાબિટીસ અને બીપીના દર્દીઓ વધુ જોખમમાં છે. તાજો ખોરાક લો. શક્ય હોય ત્યાં સુધી ફુદીનો, આંબાના પાન અને પ્રવાહીનું સેવન કરો. તમારા ભોજનમાં બને ત્યાં સુધી છાશ, લીંબુની ખીચડી અને ડુંગળીનો ઉપયોગ કરો. તરબૂચ, તરબૂચ, કાકડી વગેરેનું સેવન કરો. કારણ કે આ પાણીની ઉણપને પૂરી કરે છે. ઓઇલી, ચીકણો અને મસાલેદાર ખોરાક ટાળો. તમારી જાતને સૂર્યપ્રકાશથી બચાવવા માટે, ફુલ સ્લીવ્સના સુતરાઉ કપડાં પહેરવા જોઇએ. છત્રીનો ઉપયોગ કરો. દિવસમાં ઓછામાં ઓછું 8 લિટર પાણી પીવો. આ તડકામાં બાળકોની પણ કાળજી લેવી જરૂરી છે. બાળકોને શાળાએથી લાવતી વખતે છત્રીનો ઉપયોગ અવશ્ય કરો. પાણીજન્ય રોગચાળો પણ વધ્યો અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો બેકાબૂ બની રહયો છે. ઝાડા ઉલટીના ૧૩૬૬ તથા કોલેરાના ૧૮ કેસ નોંધાયા છે.અમરાઈવાડી, વટવા,દાણીલીમડા ઉપરાંત મણીનગર,લાંભા, વસ્ત્રાલ ઉપરાંત ભાઈપુરા અને ઈન્દ્રપુરી વોર્ડમાં કોલેરાના કેસ એપ્રિલ મહિનામાં નોંધાયા છે.પાણીના લેવામાં આવેલા સેમ્પલ પૈકી ૧૩૪ સેમ્પલ મ્યુનિ.ના આરોગ્ય વિભાગે અનફીટ જાહેર કર્યા છે. રોગચાળાને લઈ રાખો સાવચેતી અમદાવાદમાં લાંબા સમયથી સ્વાઈન ફ્લુના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 1 મહિનામાં 60થી વધારો કેસ નોંધાતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ગત મહીને અમદાવાદ શહેરમાં સ્વાઈન ફ્લૂનો કહેર સામે આવ્યો છે. બીજી તરફ પાણીજન્ય રોગચાળો વધતાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ શહેરની હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા. AMCએ સુચના આપી હતી કે , UHC અને PHC ખાતે ગરમીના કારણે આવતા દર્દીઓ અંગે સાવચેતી રાખવા સૂચના અપાઈ છે. આરોગ્ય વિભાગની ચેકિંગ કરવા સૂચના શહેરમાં દિવસે દિવસે પાણીજન્ય રોગચાળો પણ વધી રહ્યો છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં આવતા દક્ષિણ ઝોન અને પૂર્વ ઝોનમાં ઝાડા-ઉલટી અને કોલેરાના કેસો વધી રહ્યા છે. જેથી પાણીના સેમ્પલ લેવાની, બરફની ફેક્ટરીઓ, બરફ ગોળા, શિકંજી, પાણીપુરીની લારીઓ સહિત વિવિધ જગ્યાએ ફૂડ અને આરોગ્ય વિભાગને ચેકિંગ કરવા સૂચના અપાઇ છે. કેચપીટોની સફાઈ કરવાની વિગતો માગી ચોમાસા પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી-મોન્સુન પ્લાન અંતર્ગત અત્યાર સુધીમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં કેટલી કેચપીટોની સફાઈ કરવામાં આવી છે, તેવી માહિતી ઇજનેર વિભાગ પાસે પણ વિગતો માગી હતી. ગત વર્ષે ચોમાસામાં સિંધુભવન રોડ, બોડકદેવ, બોપલ, નરોડા, વસ્ત્રાલ, હેલ્મેટ સર્કલ, વસ્ત્રાપુર, વેજલપુર, રાણીપ, વગેરે વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તે બાબતને ગંભીર ગણીને શહેરમાં વિવિધ સ્થળે જળબંબાકારની પરિસ્થિતિનું પુનરાવર્તન ન થવું જોઈએ.

કાળઝાળ ગરમી વધતા Ahmedabad સિવિલમાં હીટસ્ટ્રોકના દર્દીઓમાં વધારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રોજના 40થી વધુ દર્દીઓ લઈ રહ્યા છે હીટસ્ટ્રોકની સારવાર
  • છેલ્લા એક સપ્તાહમાં 105 લોકોએ હીટસ્ટ્રોકની સારવાર લીધી
  • એક સપ્તાહમાં 56 દર્દીઓ કમળાના નોંધાયા

ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે,વધતી ગરમીના કારણે હીટસ્ટ્રોકના કેસમાં વધારો થયો છે,સિવિલ હોસ્પિટલના તબીબનું કહેવું છે કે,બપોરના સમયે કામ સિવાય બહાર નિકળવું જોઈએ નહી,ગરમીથી 55 દર્દીઓએ લીધી પેટના દુખાવાની સારવાર તો બીજી તરફ છેલ્લા 7 દિવસમાંની સિવિલમાં રોજની ઓપીડી દરરોજ કરતા વધી રહી છે,ગર્ભવતી મહિલા,વડીલો અને બાળકોએ બપોર સમયે બહાર ન નિકળવા ડોકટરે અપીલ કરી છે.

હીટસ્ટ્રોકથી બચવા આટલુ કરો

હીટસ્ટ્રોકથી બચવા માટે ખાલી પેટે ઘરની બહાર ન નીકળો. ડાયાબિટીસ અને બીપીના દર્દીઓ વધુ જોખમમાં છે. તાજો ખોરાક લો. શક્ય હોય ત્યાં સુધી ફુદીનો, આંબાના પાન અને પ્રવાહીનું સેવન કરો. તમારા ભોજનમાં બને ત્યાં સુધી છાશ, લીંબુની ખીચડી અને ડુંગળીનો ઉપયોગ કરો. તરબૂચ, તરબૂચ, કાકડી વગેરેનું સેવન કરો. કારણ કે આ પાણીની ઉણપને પૂરી કરે છે. ઓઇલી, ચીકણો અને મસાલેદાર ખોરાક ટાળો. તમારી જાતને સૂર્યપ્રકાશથી બચાવવા માટે, ફુલ સ્લીવ્સના સુતરાઉ કપડાં પહેરવા જોઇએ. છત્રીનો ઉપયોગ કરો. દિવસમાં ઓછામાં ઓછું 8 લિટર પાણી પીવો. આ તડકામાં બાળકોની પણ કાળજી લેવી જરૂરી છે. બાળકોને શાળાએથી લાવતી વખતે છત્રીનો ઉપયોગ અવશ્ય કરો.

પાણીજન્ય રોગચાળો પણ વધ્યો

અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો બેકાબૂ બની રહયો છે. ઝાડા ઉલટીના ૧૩૬૬ તથા કોલેરાના ૧૮ કેસ નોંધાયા છે.અમરાઈવાડી, વટવા,દાણીલીમડા ઉપરાંત મણીનગર,લાંભા, વસ્ત્રાલ ઉપરાંત ભાઈપુરા અને ઈન્દ્રપુરી વોર્ડમાં કોલેરાના કેસ એપ્રિલ મહિનામાં નોંધાયા છે.પાણીના લેવામાં આવેલા સેમ્પલ પૈકી ૧૩૪ સેમ્પલ મ્યુનિ.ના આરોગ્ય વિભાગે અનફીટ જાહેર કર્યા છે.

રોગચાળાને લઈ રાખો સાવચેતી

અમદાવાદમાં લાંબા સમયથી સ્વાઈન ફ્લુના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 1 મહિનામાં 60થી વધારો કેસ નોંધાતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ગત મહીને અમદાવાદ શહેરમાં સ્વાઈન ફ્લૂનો કહેર સામે આવ્યો છે. બીજી તરફ પાણીજન્ય રોગચાળો વધતાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ શહેરની હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા. AMCએ સુચના આપી હતી કે , UHC અને PHC ખાતે ગરમીના કારણે આવતા દર્દીઓ અંગે સાવચેતી રાખવા સૂચના અપાઈ છે.

આરોગ્ય વિભાગની ચેકિંગ કરવા સૂચના

શહેરમાં દિવસે દિવસે પાણીજન્ય રોગચાળો પણ વધી રહ્યો છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં આવતા દક્ષિણ ઝોન અને પૂર્વ ઝોનમાં ઝાડા-ઉલટી અને કોલેરાના કેસો વધી રહ્યા છે. જેથી પાણીના સેમ્પલ લેવાની, બરફની ફેક્ટરીઓ, બરફ ગોળા, શિકંજી, પાણીપુરીની લારીઓ સહિત વિવિધ જગ્યાએ ફૂડ અને આરોગ્ય વિભાગને ચેકિંગ કરવા સૂચના અપાઇ છે.

કેચપીટોની સફાઈ કરવાની વિગતો માગી

ચોમાસા પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી-મોન્સુન પ્લાન અંતર્ગત અત્યાર સુધીમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં કેટલી કેચપીટોની સફાઈ કરવામાં આવી છે, તેવી માહિતી ઇજનેર વિભાગ પાસે પણ વિગતો માગી હતી. ગત વર્ષે ચોમાસામાં સિંધુભવન રોડ, બોડકદેવ, બોપલ, નરોડા, વસ્ત્રાલ, હેલ્મેટ સર્કલ, વસ્ત્રાપુર, વેજલપુર, રાણીપ, વગેરે વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તે બાબતને ગંભીર ગણીને શહેરમાં વિવિધ સ્થળે જળબંબાકારની પરિસ્થિતિનું પુનરાવર્તન ન થવું જોઈએ.