Breaking News: આંગડિયા પેઢીઓ પર CID ક્રાઇમના રાજ્યવ્યાપી દરોડા યથાવત,કરોડોની રોકડ જપ્ત

CID ક્રાઈમની આંગડિયા પેઢીઓ પર દરોડાઆંગડિયા પેઢી દ્વારા ખોટા વ્યવહારો ને લઈ દરોડાRTGS દ્વારા ગેરકાયદેસર નાણાંની હેરાફેરીરાજ્યમાં CID ક્રાઈમ અને આવકવેરા વિભાગના દરોડા પાડ્યા છે. ક્રિકેટ સટ્ટાકાંડ સાથે સંકળાયેલી પેઢીઓ પર CID ક્રાઇમે દરોડા યથાવત છે. જ્યાંથી કરોડોની રોકડ મળી. તો કેટલીક પેઢીમાં શંકાસ્પદ વ્યવહારો થયા હોવાની આશંકા છે.લોકસભાની ચૂંટણીનું મતદાન પૂરુ થયાના બે દિવસ બાદ જ રાજ્યમાં આવેલી આંગડિયા પેઢીઓ પર CID ક્રાઈમના દરોડા પડ્યા છે. ગુજરાતના જુદા – જુદા શહેરોમાં મોડી રાત્રે CID ક્રાઈમના દરોડા પડ્યા. CID ક્રાઈમે અમદાવાદ અને સુરતની 11 પેઢીમાં તપાસ હાથ ધરી છે. જેમાં રોકડ, વિદેશી નાણું અને સોના સહિત 15 કરોડથી વધુ રકમ મળી આવી છે. શંકાસ્પદ વ્યવહારો અને ખાતેદારો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. મોટા પાયે રોકડ રકમ મળતા CID ક્રાઇમ દ્વારા ઇન્કમટેક્સને જાણ કરાઈ છે.CID ક્રાઈમની આંગડિયા પેઢીઓ પર તપાસનો ધમધમાટ શરૂરાજ્યભર માં આંગડિયા પેઢીમાં CID ક્રાઈમના દરોડાની કામગીરી યથાવત છે. 24 કલાકથી ચાલી રહેલા CID ક્રાઈમની આંગડિયા પેઢીઓ પર તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. CID ક્રાઈમની તપાસમાં ઇન્કમટેક્સ અને EDની સંયુક્ત કામગીરી હાથ ધરી છે. દરોડા દરમિયાન ગેરકાયદેસર 15 કરોડ રોકડા, 75 લાખ વિદેશી ચલણી અને એક કિલો સોનું કબજે કરવામાં આવ્યા છે. આંગડિયા પેઢી દ્વારા ખોટા વ્યવહારોને લઈ દરોડા પાડવામાં આવ્યા હતા. RTGS દ્વારા ગેરકાયદેસર નાણાંની હેરાફેરી થઈ હોવાની પણ ફરિયાદ મળી હતી. અમદાવાદ નાં સી.જી રોડ પરના પ્રાઈમ આંગડિયામાંથી 5 કરોડ, H.M આંગડિયા માંથી 8 કરોડ અને P.M આંગડિયામાં 2 કરોડ કબજે કર્યા છે. કુલ 12 આંગડિયા પેઢી હિસાબી વ્યવહાર,મોબાઈલ, કોમ્પ્યુટર સહિતના જરૂરી દસ્તાવેજ કબજે કર્યા છે.રાજ્યભરની આંગડિયા પેઢીઓ પર બોગસ એકાઉન્ટ અને પેઢીઓના ખોટા વ્યવહારોની ફરિયાદોને આધારે CID ક્રાઈમે દરોડા પાડ્યાં છે. આ દરોડાને લઈને આંગડિયા પેઢીઓના સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સમગ્ર રાજ્યમાં 25 જગ્યાઓ પર 40 અધિકારીઓની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં છે. અમદાવાદમાં સી.જી. રોડ પરની એક પેઢીમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. સુત્રો જણાવી રહ્યાં છે કે, સમગ્ર રાજ્યમાં દરોડા દરમિયાન 10 કરોડ રિકવર પણ કરાયા છે.સુરતમાં આવકવેરા વિભાગના દરોડા બીજી તરફ સુરતમાં પણ આવકવેરા વિભાગની દરોડા યથાવત છે. આવકવેરા વિભાગે એશ્વર્યા ડાઈંગ, એસએન ટ્રેડલિંક, આદર્શ કોલ સહિત 4 કંપનીમાં દરોડા પાડ્યા છે. ડાઈંગ મિલના માલિક રમેશ ડુમસિયાના પાર્લે પોઈન્ટના ઘરમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. 100થી વધારે અધિકારીઓ તપાસમાં જોડાયા છે.5000 કરોડના શંકાસ્પદ વ્યવહારો થયા હોવાની આશંકા છે.

Breaking News: આંગડિયા પેઢીઓ પર CID ક્રાઇમના રાજ્યવ્યાપી દરોડા યથાવત,કરોડોની રોકડ જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • CID ક્રાઈમની આંગડિયા પેઢીઓ પર દરોડા
  • આંગડિયા પેઢી દ્વારા ખોટા વ્યવહારો ને લઈ દરોડા
  • RTGS દ્વારા ગેરકાયદેસર નાણાંની હેરાફેરી

રાજ્યમાં CID ક્રાઈમ અને આવકવેરા વિભાગના દરોડા પાડ્યા છે. ક્રિકેટ સટ્ટાકાંડ સાથે સંકળાયેલી પેઢીઓ પર CID ક્રાઇમે દરોડા યથાવત છે. જ્યાંથી કરોડોની રોકડ મળી. તો કેટલીક પેઢીમાં શંકાસ્પદ વ્યવહારો થયા હોવાની આશંકા છે.

લોકસભાની ચૂંટણીનું મતદાન પૂરુ થયાના બે દિવસ બાદ જ રાજ્યમાં આવેલી આંગડિયા પેઢીઓ પર CID ક્રાઈમના દરોડા પડ્યા છે. ગુજરાતના જુદા – જુદા શહેરોમાં મોડી રાત્રે CID ક્રાઈમના દરોડા પડ્યા. CID ક્રાઈમે અમદાવાદ અને સુરતની 11 પેઢીમાં તપાસ હાથ ધરી છે. જેમાં રોકડ, વિદેશી નાણું અને સોના સહિત 15 કરોડથી વધુ રકમ મળી આવી છે. શંકાસ્પદ વ્યવહારો અને ખાતેદારો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. મોટા પાયે રોકડ રકમ મળતા CID ક્રાઇમ દ્વારા ઇન્કમટેક્સને જાણ કરાઈ છે.

CID ક્રાઈમની આંગડિયા પેઢીઓ પર તપાસનો ધમધમાટ શરૂ

રાજ્યભર માં આંગડિયા પેઢીમાં CID ક્રાઈમના દરોડાની કામગીરી યથાવત છે. 24 કલાકથી ચાલી રહેલા CID ક્રાઈમની આંગડિયા પેઢીઓ પર તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. CID ક્રાઈમની તપાસમાં ઇન્કમટેક્સ અને EDની સંયુક્ત કામગીરી હાથ ધરી છે. દરોડા દરમિયાન ગેરકાયદેસર 15 કરોડ રોકડા, 75 લાખ વિદેશી ચલણી અને એક કિલો સોનું કબજે કરવામાં આવ્યા છે.

આંગડિયા પેઢી દ્વારા ખોટા વ્યવહારોને લઈ દરોડા પાડવામાં આવ્યા હતા. RTGS દ્વારા ગેરકાયદેસર નાણાંની હેરાફેરી થઈ હોવાની પણ ફરિયાદ મળી હતી. અમદાવાદ નાં સી.જી રોડ પરના પ્રાઈમ આંગડિયામાંથી 5 કરોડ, H.M આંગડિયા માંથી 8 કરોડ અને P.M આંગડિયામાં 2 કરોડ કબજે કર્યા છે. કુલ 12 આંગડિયા પેઢી હિસાબી વ્યવહાર,મોબાઈલ, કોમ્પ્યુટર સહિતના જરૂરી દસ્તાવેજ કબજે કર્યા છે.

રાજ્યભરની આંગડિયા પેઢીઓ પર બોગસ એકાઉન્ટ અને પેઢીઓના ખોટા વ્યવહારોની ફરિયાદોને આધારે CID ક્રાઈમે દરોડા પાડ્યાં છે. આ દરોડાને લઈને આંગડિયા પેઢીઓના સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સમગ્ર રાજ્યમાં 25 જગ્યાઓ પર 40 અધિકારીઓની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં છે. અમદાવાદમાં સી.જી. રોડ પરની એક પેઢીમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. સુત્રો જણાવી રહ્યાં છે કે, સમગ્ર રાજ્યમાં દરોડા દરમિયાન 10 કરોડ રિકવર પણ કરાયા છે.

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા

બીજી તરફ સુરતમાં પણ આવકવેરા વિભાગની દરોડા યથાવત છે. આવકવેરા વિભાગે એશ્વર્યા ડાઈંગ, એસએન ટ્રેડલિંક, આદર્શ કોલ સહિત 4 કંપનીમાં દરોડા પાડ્યા છે. ડાઈંગ મિલના માલિક રમેશ ડુમસિયાના પાર્લે પોઈન્ટના ઘરમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. 100થી વધારે અધિકારીઓ તપાસમાં જોડાયા છે.5000 કરોડના શંકાસ્પદ વ્યવહારો થયા હોવાની આશંકા છે.