Vadodara News : સમોસામાં ગૌમાંસકાંડના આરોપીએ શહેરભરનું નેટવર્ક ખુલ્લુ પાડ્યુંં

ભાલેજના ફરદીનની પોલીસે કરી ધરપકડફરદીન અને ઈમરાન ધંધામાં હતા પાર્ટનરઆરોપી ઈમરાનની પૂછપરછમાં ફરદીનનું નામ ખૂલ્યુંરાજ્યમાં વડોદરાના સમોસામાં ગૌમાંસ કાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં પોલીસે અત્યાર સુધીમાં ગૌમાંસના સમોસો વેચવાના કેસમાં સંકળાયેલા કુલ 8 આરોપીને ઝડપી પાડ્યા છે. નોંધનીય છેકે, ન્યુ હુસૈની સમોસા સેન્ટરમાં 6 એપ્રિલના રોજ ગૌમાંસ સાથેના સમોસા સહિતનો જથ્થો પકડી પાડ્યો હતો.આ અંગેની માહિતી આપતાં ડીસીપી ઝોન-4 ના પન્ના મોમાયાએ જણાવ્યું કે, આધારે ઝોન-4 એલસીબી ટીમે મહમદ યુસુફ ફકીર મહમદ શેખના ઘરમાંથી પોલીસને 113 કિલો ગૌમાંસ, 152 કિલો સમોસાનો માવો, 61 કિલો કાચા સમોસા મળીને કુલ 326 કિલોનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત થેલીઓ, બાઉલ અને ક્રશર મશીન સહિતનો કુલ રૂ.49 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેથી પોલીસે કુલ 6 આરોપીને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. એટલું જ નહીં તપાસ દરમિયાન સામે આવ્યું કે, આરોપી પિતા-પુત્ર પાસે કોઈપણ પ્રકારનું લાયસન્સ પણ ન હતું. તેઓ પોતાના ઘરમાં આ રીતે કાચા સમોસા બનાવી આખા શહેરમાં સપ્લાય કરતા હતા. ઘણી દુકાનો અને લારીઓ પર સપ્લાય કરતા હતા અને ઘરેથી પણ વેચાણ કરતા હતા. પિતા-પુત્રને ગૌમાંસની જાણ હોવા છતાં ધંધામાં પ્રોફિટ મેળવવાની લાલચમાં તેઓ ગૌમાંસના સમોસા બનાવી વેચાણ કરતા હોવાનું અત્યાર સુધી પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. 

Vadodara News : સમોસામાં ગૌમાંસકાંડના આરોપીએ શહેરભરનું નેટવર્ક ખુલ્લુ પાડ્યુંં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભાલેજના ફરદીનની પોલીસે કરી ધરપકડ
  • ફરદીન અને ઈમરાન ધંધામાં હતા પાર્ટનર
  • આરોપી ઈમરાનની પૂછપરછમાં ફરદીનનું નામ ખૂલ્યું
રાજ્યમાં વડોદરાના સમોસામાં ગૌમાંસ કાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં પોલીસે અત્યાર સુધીમાં ગૌમાંસના સમોસો વેચવાના કેસમાં સંકળાયેલા કુલ 8 આરોપીને ઝડપી પાડ્યા છે. નોંધનીય છેકે, ન્યુ હુસૈની સમોસા સેન્ટરમાં 6 એપ્રિલના રોજ ગૌમાંસ સાથેના સમોસા સહિતનો જથ્થો પકડી પાડ્યો હતો.

આ અંગેની માહિતી આપતાં ડીસીપી ઝોન-4 ના પન્ના મોમાયાએ જણાવ્યું કે, આધારે ઝોન-4 એલસીબી ટીમે મહમદ યુસુફ ફકીર મહમદ શેખના ઘરમાંથી પોલીસને 113 કિલો ગૌમાંસ, 152 કિલો સમોસાનો માવો, 61 કિલો કાચા સમોસા મળીને કુલ 326 કિલોનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત થેલીઓ, બાઉલ અને ક્રશર મશીન સહિતનો કુલ રૂ.49 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેથી પોલીસે કુલ 6 આરોપીને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

એટલું જ નહીં તપાસ દરમિયાન સામે આવ્યું કે, આરોપી પિતા-પુત્ર પાસે કોઈપણ પ્રકારનું લાયસન્સ પણ ન હતું. તેઓ પોતાના ઘરમાં આ રીતે કાચા સમોસા બનાવી આખા શહેરમાં સપ્લાય કરતા હતા. ઘણી દુકાનો અને લારીઓ પર સપ્લાય કરતા હતા અને ઘરેથી પણ વેચાણ કરતા હતા. પિતા-પુત્રને ગૌમાંસની જાણ હોવા છતાં ધંધામાં પ્રોફિટ મેળવવાની લાલચમાં તેઓ ગૌમાંસના સમોસા બનાવી વેચાણ કરતા હોવાનું અત્યાર સુધી પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.