સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 31,378 હેક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર

- વાવેતરમાં ચાર હજાર હેક્ટર જેટલો વધારો- સૌથી વધુ 20,806 હેક્ટરમાં ઉનાળુ તલનું વાવેતરસુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષથી સરેરાશ ઉનાળુ વાવેતર ૨૭  હજાર હેક્ટર જેટલી જમીનમાં નોંધાય છે પરંતુ આ વર્ષે ઉનાળુ પાકના વાવેતરમાં અંદાજે ૪ હજાર હેક્ટર જેટલો વધારો નોંધાતા કુલ ૩૧ હજાર હેક્ટર કરતા વધુ જમીનમાં ઉનાળુ તલ, ઘાસચારો સહિતના પાકનું વાવેતર નોંધાયું છે. ખેડૂતોને સારૂ ઉત્પાદન અને સારા ભાવ મળવાની આશા બંધાઇ છે.સુરેન્દ્રનગર જિલ્લો આમ તો સુકા પ્રદેશ તરીકે જાણીતો છે પરંતુ નર્મદા કેનાલ આવતા સિંચાઇની સુવિધાઓ મળતા ખેડૂતો હવે માત્ર વરસાદ આધારિત ખેતીના બદલે પિયત કરી વર્ષમાં એકના બદલે ત્રણ પાક લેતા થયાં છે. એટલે જ હવે દર વર્ષે ઉનાળુ વાવેતરમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સામાન્ય રીતે છેલ્લા ત્રણ વર્ષથી સરેરાશ ૨૭ હજાર હેક્ટર જમીનમાં વાવેતર નોંધાતું હોય છે. ત્યારે આ વર્ષે સરેરાશ વાવેતર કરતા અંદાજે ૪ હજાર હેક્ટર જમીનમાં વાવેતરમાં વધારો નોંધાયો છે. જિલ્લામાં મુખ્યત્વે ઉનાળુ પાકમાં તલ, ઘાસચારો, શાકભાજી, બાજરી, મગફળી અને ડાંગર સહિતના પાકનું વાવેતર નોંધાયું છે. જેમાં સૌથી વધુ વાવેતર ઉનાળુ તલનું નોંધાયું છે. જિલ્લામાં કુલ વાવેતર પૈકી ૨૦,૮૦૬ હેક્ટર જમીનમાં માત્ર ઉનાળુ તલનું જ વાવેતર નોંધાયુ છે. વર્ષ ૨૦૨૩માં ૨૭,૭૧૦ હેક્ટર જમીનમાં ઉનાળુ વાવેતર નોંધાયુ હતુ. જેની સામે આ વર્ષે એપ્રિલના પ્રથમ સપ્તાહ સુધીમાં જ ૩૧,૩૭૮ હેક્ટર જમીનમાં ઉનાળુ પાકનું વાવેતર નોંધાયુ છે. ઉનાળુ પાકનુ વાવેતરમાં વધારો થવા પાછળ મુખ્યત્વે કારણ ગત વર્ષે ચોમાસામાં અનિયમિત વરસાદ અને શિયાળામાં માવઠાના કારણે ખેડૂતોને બંને સિઝનમાં પુરતુ ઉત્પાદન મળ્યું ન હતુ, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને હવે ઉનાળુ પાક પર એક માત્ર આશા છે. ત્યારે સરકાર દ્વારા સિંચાઇ માટે નર્મદાનું પાણી પણ પુરતા પ્રમાણમાં આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે.ઉનાળુ પાકનું વાવેતર (હેકટરમાં)પાક વાવેતરડાંગર         ૪૩૫બાજરી         ૯૬૪મગફળી          ૫૭૭તલ                ૨૦,૮૦૬શાકભાજી          ૧,૩૨૨ઘાસસારો          ૭,૧૬૬

સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 31,378 હેક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- વાવેતરમાં ચાર હજાર હેક્ટર જેટલો વધારો

- સૌથી વધુ 20,806 હેક્ટરમાં ઉનાળુ તલનું વાવેતર

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષથી સરેરાશ ઉનાળુ વાવેતર ૨૭  હજાર હેક્ટર જેટલી જમીનમાં નોંધાય છે પરંતુ આ વર્ષે ઉનાળુ પાકના વાવેતરમાં અંદાજે ૪ હજાર હેક્ટર જેટલો વધારો નોંધાતા કુલ ૩૧ હજાર હેક્ટર કરતા વધુ જમીનમાં ઉનાળુ તલ, ઘાસચારો સહિતના પાકનું વાવેતર નોંધાયું છે. ખેડૂતોને સારૂ ઉત્પાદન અને સારા ભાવ મળવાની આશા બંધાઇ છે.

સુરેન્દ્રનગર જિલ્લો આમ તો સુકા પ્રદેશ તરીકે જાણીતો છે પરંતુ નર્મદા કેનાલ આવતા સિંચાઇની સુવિધાઓ મળતા ખેડૂતો હવે માત્ર વરસાદ આધારિત ખેતીના બદલે પિયત કરી વર્ષમાં એકના બદલે ત્રણ પાક લેતા થયાં છે. એટલે જ હવે દર વર્ષે ઉનાળુ વાવેતરમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

 સુરેન્દ્રનગર જિલ્લામાં સામાન્ય રીતે છેલ્લા ત્રણ વર્ષથી સરેરાશ ૨૭ હજાર હેક્ટર જમીનમાં વાવેતર નોંધાતું હોય છે. ત્યારે આ વર્ષે સરેરાશ વાવેતર કરતા અંદાજે ૪ હજાર હેક્ટર જમીનમાં વાવેતરમાં વધારો નોંધાયો છે. જિલ્લામાં મુખ્યત્વે ઉનાળુ પાકમાં તલ, ઘાસચારો, શાકભાજી, બાજરી, મગફળી અને ડાંગર સહિતના પાકનું વાવેતર નોંધાયું છે. જેમાં સૌથી વધુ વાવેતર ઉનાળુ તલનું નોંધાયું છે.

 જિલ્લામાં કુલ વાવેતર પૈકી ૨૦,૮૦૬ હેક્ટર જમીનમાં માત્ર ઉનાળુ તલનું જ વાવેતર નોંધાયુ છે. વર્ષ ૨૦૨૩માં ૨૭,૭૧૦ હેક્ટર જમીનમાં ઉનાળુ વાવેતર નોંધાયુ હતુ. જેની સામે આ વર્ષે એપ્રિલના પ્રથમ સપ્તાહ સુધીમાં જ ૩૧,૩૭૮ હેક્ટર જમીનમાં ઉનાળુ પાકનું વાવેતર નોંધાયુ છે. 

ઉનાળુ પાકનુ વાવેતરમાં વધારો થવા પાછળ મુખ્યત્વે કારણ ગત વર્ષે ચોમાસામાં અનિયમિત વરસાદ અને શિયાળામાં માવઠાના કારણે ખેડૂતોને બંને સિઝનમાં પુરતુ ઉત્પાદન મળ્યું ન હતુ, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને હવે ઉનાળુ પાક પર એક માત્ર આશા છે. ત્યારે સરકાર દ્વારા સિંચાઇ માટે નર્મદાનું પાણી પણ પુરતા પ્રમાણમાં આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે.

ઉનાળુ પાકનું વાવેતર (હેકટરમાં)

પાક વાવેતર

ડાંગર         ૪૩૫

બાજરી         ૯૬૪

મગફળી          ૫૭૭

તલ                ૨૦,૮૦૬

શાકભાજી          ૧,૩૨૨

ઘાસસારો          ૭,૧૬૬