પાટણ જિલ્લામાં ધો.12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા લેવાઈ

પરીક્ષામાં 4175 વિદ્યાર્થીઓ હાજર અને 56 ગેરહાજર રહ્યાત્રણ સેશનમાં પરીક્ષા યોજાઈ શાંતિપૂર્ણ માહોલમાં ગુજકેટ પરીક્ષા પૂર્ણ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઈજનેરી ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા લેવામાં આવે છે. બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ પાટણ જિલ્લાના 12 પરીક્ષા કેન્દ્રો પર ધો.12 સાયન્સના 2107 વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા લેવામાં આવી હતી. સવાર, બપોર અને સાંજ એમ અલગ અલગ ત્રણ સેશનમાં ગુજકેટની પરીક્ષા યોજાઈ હતી. રાજ્યના માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સની બોર્ડની પરીક્ષા બાદ રવિવારે વિદ્યાર્થીઓને આગળના ઉચ્ચ અભ્યાસ માટે જરૂરી એવી ગુજકેટની પરીક્ષાનું આયોજન પાટણ શહેરના 12 પરીક્ષા કેન્દ્ર ઉપર કરાયું હતું. જેમાં 2107 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી ત્યારે શહેરની કે.કે.ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ગુજકેટની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને પોતાની હોલ ટિકીટ અને આઈડી કાર્ડ ચેક કરી પ્રવેશ અપાયો હતો. આ તકે ઉપસ્થિત જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરીએ વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવી હતી. વધુમાં મળતી માહિતી મુજબ પાટણ જિલ્લામાં ગુજકેટની પરીક્ષામાં ગુજરાતી માધ્યમમાં 1815, અંગ્રેજી માધ્યમમાં 291 અને હિન્દી માધ્યમમાં 1 વિદ્યાર્થી મળી કુલ 2107 વિદ્યાર્થી નોંધાયા છે. જેમાં 1195 વિદ્યાર્થીઓ અને 912 વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે. ગુજકેટની પરીક્ષામાં એક ગૃપમાં 508 વિદ્યાર્થીઓ, બી ટૃપમાં 1596 અને એબી ગૃપમાં ત્રણ વિદ્યાર્થીઓ નોંધાયા છે. સવારના સેશનમાં રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાનના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાઈ હતી. જેમાં કુલ 2114 વિદ્યાર્થીઓમાંથી 2086 હાજર રહ્યા હતા. જ્યારે 28 ગેરહાજર રહ્યા હતા. તો બપોરના સેશનમાં ગણિત વિષયની પરીક્ષામાં કુલ 513 વિદ્યાર્થીઓમાંથી 501 હાજર રહ્યા હતા અને 12 ગેરહાજર રહ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં ગુજકેટની પરીક્ષા પૂર્ણ થઈ હતી, તેમ ઈડીઓ કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું.

પાટણ જિલ્લામાં ધો.12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા લેવાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પરીક્ષામાં 4175 વિદ્યાર્થીઓ હાજર અને 56 ગેરહાજર રહ્યા
  • ત્રણ સેશનમાં પરીક્ષા યોજાઈ
  • શાંતિપૂર્ણ માહોલમાં ગુજકેટ પરીક્ષા પૂર્ણ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઈજનેરી ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા લેવામાં આવે છે. બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ પાટણ જિલ્લાના 12 પરીક્ષા કેન્દ્રો પર ધો.12 સાયન્સના 2107 વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા લેવામાં આવી હતી. સવાર, બપોર અને સાંજ એમ અલગ અલગ ત્રણ સેશનમાં ગુજકેટની પરીક્ષા યોજાઈ હતી.

રાજ્યના માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સની બોર્ડની પરીક્ષા બાદ રવિવારે વિદ્યાર્થીઓને આગળના ઉચ્ચ અભ્યાસ માટે જરૂરી એવી ગુજકેટની પરીક્ષાનું આયોજન પાટણ શહેરના 12 પરીક્ષા કેન્દ્ર ઉપર કરાયું હતું. જેમાં 2107 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી ત્યારે શહેરની કે.કે.ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ગુજકેટની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને પોતાની હોલ ટિકીટ અને આઈડી કાર્ડ ચેક કરી પ્રવેશ અપાયો હતો. આ તકે ઉપસ્થિત જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરીએ વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવી હતી. વધુમાં મળતી માહિતી મુજબ પાટણ જિલ્લામાં ગુજકેટની પરીક્ષામાં ગુજરાતી માધ્યમમાં 1815, અંગ્રેજી માધ્યમમાં 291 અને હિન્દી માધ્યમમાં 1 વિદ્યાર્થી મળી કુલ 2107 વિદ્યાર્થી નોંધાયા છે. જેમાં 1195 વિદ્યાર્થીઓ અને 912 વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે. ગુજકેટની પરીક્ષામાં એક ગૃપમાં 508 વિદ્યાર્થીઓ, બી ટૃપમાં 1596 અને એબી ગૃપમાં ત્રણ વિદ્યાર્થીઓ નોંધાયા છે. સવારના સેશનમાં રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાનના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાઈ હતી. જેમાં કુલ 2114 વિદ્યાર્થીઓમાંથી 2086 હાજર રહ્યા હતા. જ્યારે 28 ગેરહાજર રહ્યા હતા. તો બપોરના સેશનમાં ગણિત વિષયની પરીક્ષામાં કુલ 513 વિદ્યાર્થીઓમાંથી 501 હાજર રહ્યા હતા અને 12 ગેરહાજર રહ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં ગુજકેટની પરીક્ષા પૂર્ણ થઈ હતી, તેમ ઈડીઓ કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું.