Gujarat University :જાતીય સતામણીના મામલે રાજ્યશાસ્ત્રના અધ્યક્ષની હકાલપટ્ટી કરાઈ

શુક્રવારે સાંજે મળેલી કાઉન્સિલ-બોર્ડની બેઠકમાં નિર્ણયCCC પરીક્ષામાં ગેરરીતિના મુદ્દે એનિમેશન વિભાગના પૂર્વ વડાની તપાસ થશે આ પહેલા પણ મેં રજૂઆતો કરી હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી: અધ્યાપિકા ગુજરાત યુનિવર્સિટીમાં શુક્રવારના રોજ મોડી સાંજે એકેડેમિક કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક મળી હતી. આ બેઠકમાં જુદા જુદા મુદ્દાઓ પર ચર્ચા કરવા ઉપરાંત રાજ્યશાસ્ત્ર વિભાગનાં અધ્યક્ષને માનસિક-જાતિય સતામણી સહિતના મામલે ટર્મિનેટ કરવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત એનિમેશન અને CCC પરીક્ષામાં ગેરરીતિના મુદ્દે પૂર્વ વડા સામે ન્યાયિક તપાસ શરૂ કરવા અંગે નિર્ણય લેવાયો છે. યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ.મુકેશ ખટીક દ્વારા છેલ્લા ઘણા સમયથી માનસિક હેરાનગતી પહોચાડવામાં આવતી હોવાની એક અધ્યાપિકા દ્વારા યુનિ.ના કુલપતિને ફરિયાદ કરવામાં આવી હતી. અધ્યાપિકા દ્વારા ફરિયાદ કરાઈ હતી કે, ડૉ.મુકેશ ખટીક દ્વારા મારા શૈક્ષણિક કારકિર્દીમાં અવરોધ કરવાનું અને મને માનસિક હેરાન કરવાનું કાર્ય અવિરત કરી રહ્યાં છે. મને મળતા તમામ સરકારી લાભોથી જાણી જોઈને વંચિત રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે. અધ્યાપિકાએ તેની ફરિયાદમાં એમ પણ જણાવ્યુ હતુ કે, આ પહેલા પણ મેં રજૂઆતો કરી હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. આ ફરિયાદ બાદ યુનિ. દ્વારા ન્યાયીક તપાસ સોંપવામાં આવી હતી. દરિયાન આ અધ્યાપકને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યાં હતા. તપાસમાં અધ્યાપક દોષીત ઠરતાં આજની બેઠકમાં ટર્મિનેટ એટલે કે, હકાલપટ્ટી કરવાનો નિર્ણય લેવાયો છે. સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ વુમન ડેવલપમેન્ટ સેલ અને ન્યાયિક તપાસમાં અધ્યાપિકા દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપ સાચા ઠરતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય એનિમેશન વિભાગ અને CCCની પરીક્ષામાં ગેરરીતિ કરી હોવાની અધ્યાપક કવલજિત લખતરિયા સામે ફરિયાદો ઉઠી હતી. જે અન્વયે યુનિવર્સિટી દ્વારા તપાસ પ્રક્રિયા પણ કરવામાં આવી રહી છે.

Gujarat University :જાતીય સતામણીના મામલે રાજ્યશાસ્ત્રના અધ્યક્ષની હકાલપટ્ટી કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શુક્રવારે સાંજે મળેલી કાઉન્સિલ-બોર્ડની બેઠકમાં નિર્ણય
  • CCC પરીક્ષામાં ગેરરીતિના મુદ્દે એનિમેશન વિભાગના પૂર્વ વડાની તપાસ થશે
  • આ પહેલા પણ મેં રજૂઆતો કરી હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી: અધ્યાપિકા

ગુજરાત યુનિવર્સિટીમાં શુક્રવારના રોજ મોડી સાંજે એકેડેમિક કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક મળી હતી. આ બેઠકમાં જુદા જુદા મુદ્દાઓ પર ચર્ચા કરવા ઉપરાંત રાજ્યશાસ્ત્ર વિભાગનાં અધ્યક્ષને માનસિક-જાતિય સતામણી સહિતના મામલે ટર્મિનેટ કરવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત એનિમેશન અને CCC પરીક્ષામાં ગેરરીતિના મુદ્દે પૂર્વ વડા સામે ન્યાયિક તપાસ શરૂ કરવા અંગે નિર્ણય લેવાયો છે.

યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ.મુકેશ ખટીક દ્વારા છેલ્લા ઘણા સમયથી માનસિક હેરાનગતી પહોચાડવામાં આવતી હોવાની એક અધ્યાપિકા દ્વારા યુનિ.ના કુલપતિને ફરિયાદ કરવામાં આવી હતી. અધ્યાપિકા દ્વારા ફરિયાદ કરાઈ હતી કે, ડૉ.મુકેશ ખટીક દ્વારા મારા શૈક્ષણિક કારકિર્દીમાં અવરોધ કરવાનું અને મને માનસિક હેરાન કરવાનું કાર્ય અવિરત કરી રહ્યાં છે. મને મળતા તમામ સરકારી લાભોથી જાણી જોઈને વંચિત રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે. અધ્યાપિકાએ તેની ફરિયાદમાં એમ પણ જણાવ્યુ હતુ કે, આ પહેલા પણ મેં રજૂઆતો કરી હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. આ ફરિયાદ બાદ યુનિ. દ્વારા ન્યાયીક તપાસ સોંપવામાં આવી હતી. દરિયાન આ અધ્યાપકને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યાં હતા. તપાસમાં અધ્યાપક દોષીત ઠરતાં આજની બેઠકમાં ટર્મિનેટ એટલે કે, હકાલપટ્ટી કરવાનો નિર્ણય લેવાયો છે. સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ વુમન ડેવલપમેન્ટ સેલ અને ન્યાયિક તપાસમાં અધ્યાપિકા દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપ સાચા ઠરતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય એનિમેશન વિભાગ અને CCCની પરીક્ષામાં ગેરરીતિ કરી હોવાની અધ્યાપક કવલજિત લખતરિયા સામે ફરિયાદો ઉઠી હતી. જે અન્વયે યુનિવર્સિટી દ્વારા તપાસ પ્રક્રિયા પણ કરવામાં આવી રહી છે.