Heat Wave: દ્વારકાની હોસ્પિટલો ખૂબ બની બીમારીનો ખાટલો

હિટવેવથી બચવા સરકાર અને વહીવટી તંત્રની સલાહ દ્વારકા જિલ્લાની હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈહોસ્પિટલ ખુદ જ બીમારીના ખાટલે હોવાના દ્રશ્યો  દ્વારકા જિલ્લામાં સખત ગરમીને કારણે રોગચાળાએ માઝા મૂકી હોઈ ત્યારે દ્વારકા જિલ્લાની હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે ત્યારે હોસ્પિટલ ખુદ જ બીમારીના ખાટલે હોઈ તેવા દ્રશ્યો સામે આવ્યા છે. હાલ સમગ્ર રાજ્યમાં કાળઝાળ ખૂબ જ ગરમી પડી રહી છે. ત્યારે હીટવેવ અને સખત ગરમીના લીધે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. આરોગ્ય વિભાગ અને હોસ્પિટલ તંત્ર પણ કહી રહ્યા છે કે ગરમીથી બચવા માટે લોકોએ એક દિવસમાં ચાર લીટર જેટલું પાણી પીવું જરૂરી છે અને વારંવાર થોડું થોડું પાણી ગ્લુકોઝ લીંબુ શરબત જેવા પ્રવાહી ઉપર ભાર રાખવો જરૂરી છે પરંતુ હકીકતે જોઈએ તો હોસ્પિટલના તંત્ર દ્વારા કરવામાં આવતી વાતો ફક્ત કાગળ ઉપરની હોય તેવું જ સ્પષ્ટ જોવા મળ્યું હતું કેમકે બીમાર પડી આવતા દર્દીઓને પીવાનું પાણી વધુ માત્રામાં પીવાની સલાહ સંચાલકો આપી રહ્યા છે.ત્યારે હોસ્પિટલમાં ખુદ જ રોજના હજારોની સંખ્યામાં દર્દીઓ આવતા હોય ત્યારે પીવાના પાણીની કોઈપણ જાતની યોગ્ય વ્યવસ્થા જોવા મળી ન હતી હોસ્પિટલમાં રાખવામાં આવેલ 8 જેટલા વોટર કુલર અને RO પ્લાન્ટ માંથી ગણ્યાગાંઠ્યા એક-બે વોટર કૂલર ચાલુ હતા. જ્યારે, એક પણ RO પ્લાન્ટ ચાલુ હાલતમાં જોવા મળ્યો ન હતો. એટલું જ નહીં જે વોટર કુલર ચાલુ હતા તેમાં પણ સીધું જ ટાંકામાંથી પાણી આવતું હોય બીમારીને સીધું નિમંત્રણ હોય તેમ જોવા મળ્યું હતું. જે અંગે હોસ્પિટલ દ્વારા બધા જ વોટર કુલર ચાલુ હોય તેવો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે કેમેરા પણ સ્થળ મુલાકાત લીધી ત્યારે આ દાવો તદ્દન ખોટો સાબિત થયો હતો. એટલું જ નહીં હોસ્પિટલના પહેલા અને બીજા માળે જ્યાં દાખલ થયેલા દર્દીઓ માટેના વોર્ડ આવેલા છે ત્યાં એક પણ વોટર કુલર કે RO પ્લાન્ટ ચાલુ હાલતમાં જોવા મળ્યો ન હતો. જે વોટર કુલર ચાલુ હતા તેની આજુબાજુમાં સખત ગંદકી જોવા મળી હતી. તો પીવાના પાણી માટે ગ્લાસ અથવા અન્ય કોઈપણ જાતની વ્યવસ્થા હોસ્પિટલમાં જોવા મળી ન હતી. કરોડો રૂપિયાના ખર્ચે બનેલી આ હોસ્પિટલ ની હાલત જોતા હોસ્પિટલ ખૂદ જ બીમારીના ખાટલે પડી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. એટલું જ નહીં જે વોટર કુલર ચાલુ છે તેમાં જે પાણી આવે છે તે ટાંકાની યોગ્ય સફાઈ પણ કરવામાં ન આવતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા જેથી સ્પષ્ટ કહી શકીએ કે આ હોસ્પિટલમાં સાજા થવાને બદલે વધુ બીમાર થતાં દર્દીઓની સંખ્યા વધતી જોવા મળશે.

Heat Wave: દ્વારકાની હોસ્પિટલો ખૂબ બની બીમારીનો ખાટલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હિટવેવથી બચવા સરકાર અને વહીવટી તંત્રની સલાહ 
  • દ્વારકા જિલ્લાની હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ
  • હોસ્પિટલ ખુદ જ બીમારીના ખાટલે હોવાના દ્રશ્યો 

દ્વારકા જિલ્લામાં સખત ગરમીને કારણે રોગચાળાએ માઝા મૂકી હોઈ ત્યારે દ્વારકા જિલ્લાની હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે ત્યારે હોસ્પિટલ ખુદ જ બીમારીના ખાટલે હોઈ તેવા દ્રશ્યો સામે આવ્યા છે. હાલ સમગ્ર રાજ્યમાં કાળઝાળ ખૂબ જ ગરમી પડી રહી છે. ત્યારે હીટવેવ અને સખત ગરમીના લીધે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. આરોગ્ય વિભાગ અને હોસ્પિટલ તંત્ર પણ કહી રહ્યા છે કે ગરમીથી બચવા માટે લોકોએ એક દિવસમાં ચાર લીટર જેટલું પાણી પીવું જરૂરી છે અને વારંવાર થોડું થોડું પાણી ગ્લુકોઝ લીંબુ શરબત જેવા પ્રવાહી ઉપર ભાર રાખવો જરૂરી છે પરંતુ હકીકતે જોઈએ તો હોસ્પિટલના તંત્ર દ્વારા કરવામાં આવતી વાતો ફક્ત કાગળ ઉપરની હોય તેવું જ સ્પષ્ટ જોવા મળ્યું હતું કેમકે બીમાર પડી આવતા દર્દીઓને પીવાનું પાણી વધુ માત્રામાં પીવાની સલાહ સંચાલકો આપી રહ્યા છે.


ત્યારે હોસ્પિટલમાં ખુદ જ રોજના હજારોની સંખ્યામાં દર્દીઓ આવતા હોય ત્યારે પીવાના પાણીની કોઈપણ જાતની યોગ્ય વ્યવસ્થા જોવા મળી ન હતી હોસ્પિટલમાં રાખવામાં આવેલ 8 જેટલા વોટર કુલર અને RO પ્લાન્ટ માંથી ગણ્યાગાંઠ્યા એક-બે વોટર કૂલર ચાલુ હતા. જ્યારે, એક પણ RO પ્લાન્ટ ચાલુ હાલતમાં જોવા મળ્યો ન હતો. એટલું જ નહીં જે વોટર કુલર ચાલુ હતા તેમાં પણ સીધું જ ટાંકામાંથી પાણી આવતું હોય બીમારીને સીધું નિમંત્રણ હોય તેમ જોવા મળ્યું હતું. 


જે અંગે હોસ્પિટલ દ્વારા બધા જ વોટર કુલર ચાલુ હોય તેવો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે કેમેરા પણ સ્થળ મુલાકાત લીધી ત્યારે આ દાવો તદ્દન ખોટો સાબિત થયો હતો. એટલું જ નહીં હોસ્પિટલના પહેલા અને બીજા માળે જ્યાં દાખલ થયેલા દર્દીઓ માટેના વોર્ડ આવેલા છે ત્યાં એક પણ વોટર કુલર કે RO પ્લાન્ટ ચાલુ હાલતમાં જોવા મળ્યો ન હતો. જે વોટર કુલર ચાલુ હતા તેની આજુબાજુમાં સખત ગંદકી જોવા મળી હતી. તો પીવાના પાણી માટે ગ્લાસ અથવા અન્ય કોઈપણ જાતની વ્યવસ્થા હોસ્પિટલમાં જોવા મળી ન હતી. કરોડો રૂપિયાના ખર્ચે બનેલી આ હોસ્પિટલ ની હાલત જોતા હોસ્પિટલ ખૂદ જ બીમારીના ખાટલે પડી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. એટલું જ નહીં જે વોટર કુલર ચાલુ છે તેમાં જે પાણી આવે છે તે ટાંકાની યોગ્ય સફાઈ પણ કરવામાં ન આવતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા જેથી સ્પષ્ટ કહી શકીએ કે આ હોસ્પિટલમાં સાજા થવાને બદલે વધુ બીમાર થતાં દર્દીઓની સંખ્યા વધતી જોવા મળશે.