Amreli:વાવેતર કર્યા બાદ હવે વરસાદ ખેંચાતા ખેડૂતો મૂંઝાયા, પાક નિષ્ફળ જવાની ભીતિ

વરસાદ ખેંચાતા ખેડૂતોના માથે મોટી ચિંતાઅમરેલી જિલ્લામાં મોટાભાગે કપાસનું થાય છે વાવેતર મગફળીનો પાક બચાવી શકાય નહીં તો ખેડૂતોને શું કરવું તે અવઢવમાં હવામાન ખાતાની આગાહીના પગલે અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં વરસાદની આશાએ અને ભીમ અગિયારસનું સુકનવન્તુ મુહૂર્ત સાચવવા ખેડૂતોએ વાવેતર કરી દીધું પણ હાલમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ ખેંચાયો છે, અમરેલી જિલ્લાનો મુખ્ય પાક મગફળી અને કપાસનું ખેડૂતોએ વાવેતર કરી દીધું, ત્યારે હવે ખેડૂત મૂંઝાયો છે. ખેડૂતો આકાશમાં દેખાતા કાળા ડિબાગ વાદળાઓ સામે જોઈ અને વરસાદની રાહ જોઈ રહ્યા છે. જો વરસાદ થઈ જાય તો મગફળીનો પાક બચાવી શકાય નહીં તો ખેડૂતોને શું કરવું તે અવઢવમાં છે.અમરેલીમાં મુખ્ય વાવેતર કપાસનું અમરેલી જિલ્લામાં મુખ્ય વાવેતર કપાસનું કરવામાં આવે છે, ભીમ અગિયારસ પહેલા વરસાદની આગાહીના પગલે ખેડૂતોએ કપાસિયાનું વાવેતર અને રોપણી કરી દીધી અને વરસાદ ખેંચાયો છે, ત્યારે મોંઘા ભાવના કપાસિયા, દવા, ખાતર, બિયારણ આ તમામ ખર્ચ ખેડૂતોને હાલ માથે પડી શકે છે. વરસાદની રાહ જોઈ રહ્યા છે ખેડૂતો કારણ કે કોરા ધાકોર ખેતરમાં ક્યાંક ક્યાંક કપાસિયા છે બાકીના તમામ કપાસિયાઓ ફાટી ગયા છે એટલે કે કપાસનો વાવેલો પાક 90 ટકા નિષ્ફળ ગયેલો દેખાય છે અને ખેડૂતો આકાશમાં વાદળાની સામે જોઈ અને વરસાદની આશા રાખીને બેઠો છે, ત્યારે ખેતરમાં એકલદોકલ કપાસિયાનો છોડ પણ હવે મુર્જાવાની તૈયારીમાં છે. 1.5 લાખ હેક્ટરમાં કપાસિયા અને મગફળીનું વાવેતર અમરેલી જિલ્લાની સાડા પાંચ લાખ હેક્ટર વાવેતર જમીનમાં આશરે 1.5 લાખ હેક્ટરમાં કપાસિયા અને મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં પૂરતો વરસાદ નહીં હોવાને કારણે અને હાલ વરસાદ ખેંચાયો હોવાને કારણે આ પાક નિષ્ફળતાને આરે પહોંચવા આવ્યો છે.

Amreli:વાવેતર કર્યા બાદ હવે વરસાદ ખેંચાતા ખેડૂતો મૂંઝાયા, પાક નિષ્ફળ જવાની ભીતિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વરસાદ ખેંચાતા ખેડૂતોના માથે મોટી ચિંતા
  • અમરેલી જિલ્લામાં મોટાભાગે કપાસનું થાય છે વાવેતર
  • મગફળીનો પાક બચાવી શકાય નહીં તો ખેડૂતોને શું કરવું તે અવઢવમાં

હવામાન ખાતાની આગાહીના પગલે અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં વરસાદની આશાએ અને ભીમ અગિયારસનું સુકનવન્તુ મુહૂર્ત સાચવવા ખેડૂતોએ વાવેતર કરી દીધું પણ હાલમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ ખેંચાયો છે, અમરેલી જિલ્લાનો મુખ્ય પાક મગફળી અને કપાસનું ખેડૂતોએ વાવેતર કરી દીધું, ત્યારે હવે ખેડૂત મૂંઝાયો છે. ખેડૂતો આકાશમાં દેખાતા કાળા ડિબાગ વાદળાઓ સામે જોઈ અને વરસાદની રાહ જોઈ રહ્યા છે. જો વરસાદ થઈ જાય તો મગફળીનો પાક બચાવી શકાય નહીં તો ખેડૂતોને શું કરવું તે અવઢવમાં છે.

અમરેલીમાં મુખ્ય વાવેતર કપાસનું

અમરેલી જિલ્લામાં મુખ્ય વાવેતર કપાસનું કરવામાં આવે છે, ભીમ અગિયારસ પહેલા વરસાદની આગાહીના પગલે ખેડૂતોએ કપાસિયાનું વાવેતર અને રોપણી કરી દીધી અને વરસાદ ખેંચાયો છે, ત્યારે મોંઘા ભાવના કપાસિયા, દવા, ખાતર, બિયારણ આ તમામ ખર્ચ ખેડૂતોને હાલ માથે પડી શકે છે.

વરસાદની રાહ જોઈ રહ્યા છે ખેડૂતો

કારણ કે કોરા ધાકોર ખેતરમાં ક્યાંક ક્યાંક કપાસિયા છે બાકીના તમામ કપાસિયાઓ ફાટી ગયા છે એટલે કે કપાસનો વાવેલો પાક 90 ટકા નિષ્ફળ ગયેલો દેખાય છે અને ખેડૂતો આકાશમાં વાદળાની સામે જોઈ અને વરસાદની આશા રાખીને બેઠો છે, ત્યારે ખેતરમાં એકલદોકલ કપાસિયાનો છોડ પણ હવે મુર્જાવાની તૈયારીમાં છે.

1.5 લાખ હેક્ટરમાં કપાસિયા અને મગફળીનું વાવેતર

અમરેલી જિલ્લાની સાડા પાંચ લાખ હેક્ટર વાવેતર જમીનમાં આશરે 1.5 લાખ હેક્ટરમાં કપાસિયા અને મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં પૂરતો વરસાદ નહીં હોવાને કારણે અને હાલ વરસાદ ખેંચાયો હોવાને કારણે આ પાક નિષ્ફળતાને આરે પહોંચવા આવ્યો છે.