Gandhinagar News: દ્વારકામાં ઝડપાયેલ કરોડોના ડ્રગ્સ મામલે હર્ષ સંઘવીનું નિવેદન

ગુજરાતના યુવાનો ડ્રગ્સની લતમાં ન જાયઃ સંઘવીગુજરાત પોલીસ ડ્રગ્સ સામે યુદ્ધ લડી રહી છેઃ સંઘવી હર્ષ સંઘવીએ યુવાનોને ડ્રગ્સ ન લેવા કરી વિનંતી દ્વારકા પાસેના મોજપ ગામેથી 11 કરોડની કિંમતનું ચરસ ઝડપાયું છે. 21 કિલો ચરસના 20 પેકેટ બિન વારસી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. ગુજરાતના દ્વારકામાં ઝડપાયેલા ડ્રગ્સ અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક વિનંતી કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે, ગુજરાતના યુવાનો ડ્રગ્સની લતમાં ન જાય, જેના કારણે ગુજરાત પોલીસ ડ્રગ્સ યુદ્ધ લડી રહી છે. ઉલ્લેખનીય છે કે, દ્વારકાનો દરિયા કિનારો ડ્રગ્સ માફીયાઓ માટે હોટ સ્પોટ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા ચાર દિવસમાં દ્વારકાના દરિયા કિનારેથી કરોડની કિંમતનો ચરસનો જથ્થો ઝડપાતા સુરક્ષા એજન્સીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. દ્વારકાના દરિયા કિનારેથી સતત બિનવારસી હાલતમાં મળી રહેલા ચરસથી સુરક્ષા એજન્સી દોડતી થઈ ગઈ છે. દ્વારકા જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ દ્વારા ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

Gandhinagar News: દ્વારકામાં ઝડપાયેલ કરોડોના ડ્રગ્સ મામલે હર્ષ સંઘવીનું નિવેદન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુજરાતના યુવાનો ડ્રગ્સની લતમાં ન જાયઃ સંઘવી
  • ગુજરાત પોલીસ ડ્રગ્સ સામે યુદ્ધ લડી રહી છેઃ સંઘવી
  • હર્ષ સંઘવીએ યુવાનોને ડ્રગ્સ ન લેવા કરી વિનંતી

દ્વારકા પાસેના મોજપ ગામેથી 11 કરોડની કિંમતનું ચરસ ઝડપાયું છે. 21 કિલો ચરસના 20 પેકેટ બિન વારસી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે.

ગુજરાતના દ્વારકામાં ઝડપાયેલા ડ્રગ્સ અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક વિનંતી કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે, ગુજરાતના યુવાનો ડ્રગ્સની લતમાં ન જાય, જેના કારણે ગુજરાત પોલીસ ડ્રગ્સ યુદ્ધ લડી રહી છે.

ઉલ્લેખનીય છે કે, દ્વારકાનો દરિયા કિનારો ડ્રગ્સ માફીયાઓ માટે હોટ સ્પોટ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા ચાર દિવસમાં દ્વારકાના દરિયા કિનારેથી કરોડની કિંમતનો ચરસનો જથ્થો ઝડપાતા સુરક્ષા એજન્સીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. દ્વારકાના દરિયા કિનારેથી સતત બિનવારસી હાલતમાં મળી રહેલા ચરસથી સુરક્ષા એજન્સી દોડતી થઈ ગઈ છે. દ્વારકા જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ દ્વારા ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરી દેવામાં આવી છે.