Ahmedabad: કુરિયરમાં ડ્રગ્સ, પાસપોર્ટ સહિતની વસ્તુઓ હોવાનું જણાવી ઠગાઈ

રૂ. 4.81 લાખ રૂપિયા ઓનલાઈન પડાવી ઠગાઈ આચરી મુંબઈથી થાઇલેંડ મોકલેલા કુરિયરમાં ડ્રગ્સ હોવાનું જણાવ્યું એરપોર્ટ પર પાર્સલ જપ્ત કરાયું હોવાનું જણાવીને કરી વાત અમદાવાદમાં કુરિયરમાં ડ્રગ્સ, પાસપોર્ટ, ક્રેડિટ કાર્ડ સહિતની વસ્તુઓ હોવાનું જણાવી ઠગાઈની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મુંબઈથી થાઇલેંડ મોકલેલા કુરિયરમાં ડ્રગ્સ હોવાનું જણાવ્યું હતુ. તેમાં એરપોર્ટ પર પાર્સલ જપ્ત કરાયું હોવાનું જણાવીને વાત કરી હતી. ફરિયાદીના મુંબઈમાં બેંક ખાતુ ધરાવતા તેમાં 6.8 મિલિયન રૂપિયા જમા થયા હોવાથી તેની સીબીઆઇ તપાસ કરતી હોવાનું જણાવ્યું હતુ. ખોખરાના વિઝા કન્સલ્ટન્ટ રિચાર્ડ મેકવાન સાથે ઠગાઈ થઇ ખોખરાના વિઝા કન્સલ્ટન્ટ રિચાર્ડ મેકવાન સાથે ઠગાઈ થઇ છે. જેમાં મની લોન્ડરિંગ, હ્યુમન ટ્રાફિકિંગ અને હાઈ પ્રોફાઇલ કેસ સાથે લીંક હોવાનું જણાવી ઠગે ફોન કર્યો છે. સીબીઆઈ મુંબઈથી અભિષેક ચૌહાણના નામે વાત કરી હતી. તેમાં 4.81 લાખ રૂપિયા ઓનલાઈન પડાવી ઠગાઈ આચરી હતી. ત્યારે ખોખરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. યુવકના ખાતામાંથી રૂપિયા 32 લાખ જેટલા ટ્રાન્સફર કરાવ્યા અગાઉ પાલનપુર શહેરના એક યુવક સાથે લાખોની ઠગાઈ થઈ હતી. જેમાં કાણોદર ગામનો યુવક છેતરપિંડીનો ભોગ બન્યો હતો. આ યુવકને કુરિયરમાં ડ્રગ્સ હોવાનું કહી લાખોની ઠગાઇ થઈ હતી. યુવકને એક શખ્સ દ્વારા ક્રાઈમ બ્રાન્ચ અધિકારીના નામે ધમકી આપવામાં આવી હતી. તેમાં અધિકારી બની યુવક સાથે ઠગાઈ કરવામાં આવી હતી. કાણોદર ગામના યુવક નકલી અધિકારીના ઢોંગ કરનાર વ્યક્તિનો શિકાર બન્યો હતો. ક્રાઈમ બ્રાન્ચનો અધિકારી બનેલ આ બનાવટી શખ્સે યુવકને કુરિયરમાં ડ્રગ્સ હોવાનું કહ્યું હતુ. આમ કહી યુવક પાસેથી 32 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ શખ્સે પોતે ક્રાઈમ બ્રાન્ચનો અધિકારી હોવાનું જણાવતા યુવક પાસેથી બેંક એકાઉન્ટની પણ માહિતી લીધી હતી. અધિકારીની ધમકી આપતા યુવકે પણ પોતાની બેંકની તમામ વિગતો નકલી અધિકારીને આપી હતી. જે બાદ યુવકના ખાતામાંથી રૂપિયા 32 લાખ જેટલા ટ્રાન્સફર કરાવ્યા હતા. જેમાં કુરિયર આપવા આવેલ વ્યક્તિએ નકલી ક્રાઈમ બ્રાંચના અધિકારી બની યુવક પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હતા. યુવકને આ બાબતની જાણ થતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Ahmedabad: કુરિયરમાં ડ્રગ્સ, પાસપોર્ટ સહિતની વસ્તુઓ હોવાનું જણાવી ઠગાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રૂ. 4.81 લાખ રૂપિયા ઓનલાઈન પડાવી ઠગાઈ આચરી
  • મુંબઈથી થાઇલેંડ મોકલેલા કુરિયરમાં ડ્રગ્સ હોવાનું જણાવ્યું
  • એરપોર્ટ પર પાર્સલ જપ્ત કરાયું હોવાનું જણાવીને કરી વાત

અમદાવાદમાં કુરિયરમાં ડ્રગ્સ, પાસપોર્ટ, ક્રેડિટ કાર્ડ સહિતની વસ્તુઓ હોવાનું જણાવી ઠગાઈની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મુંબઈથી થાઇલેંડ મોકલેલા કુરિયરમાં ડ્રગ્સ હોવાનું જણાવ્યું હતુ. તેમાં એરપોર્ટ પર પાર્સલ જપ્ત કરાયું હોવાનું જણાવીને વાત કરી હતી. ફરિયાદીના મુંબઈમાં બેંક ખાતુ ધરાવતા તેમાં 6.8 મિલિયન રૂપિયા જમા થયા હોવાથી તેની સીબીઆઇ તપાસ કરતી હોવાનું જણાવ્યું હતુ.

ખોખરાના વિઝા કન્સલ્ટન્ટ રિચાર્ડ મેકવાન સાથે ઠગાઈ થઇ

ખોખરાના વિઝા કન્સલ્ટન્ટ રિચાર્ડ મેકવાન સાથે ઠગાઈ થઇ છે. જેમાં મની લોન્ડરિંગ, હ્યુમન ટ્રાફિકિંગ અને હાઈ પ્રોફાઇલ કેસ સાથે લીંક હોવાનું જણાવી ઠગે ફોન કર્યો છે. સીબીઆઈ મુંબઈથી અભિષેક ચૌહાણના નામે વાત કરી હતી. તેમાં 4.81 લાખ રૂપિયા ઓનલાઈન પડાવી ઠગાઈ આચરી હતી. ત્યારે ખોખરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

યુવકના ખાતામાંથી રૂપિયા 32 લાખ જેટલા ટ્રાન્સફર કરાવ્યા

અગાઉ પાલનપુર શહેરના એક યુવક સાથે લાખોની ઠગાઈ થઈ હતી. જેમાં કાણોદર ગામનો યુવક છેતરપિંડીનો ભોગ બન્યો હતો. આ યુવકને કુરિયરમાં ડ્રગ્સ હોવાનું કહી લાખોની ઠગાઇ થઈ હતી. યુવકને એક શખ્સ દ્વારા ક્રાઈમ બ્રાન્ચ અધિકારીના નામે ધમકી આપવામાં આવી હતી. તેમાં અધિકારી બની યુવક સાથે ઠગાઈ કરવામાં આવી હતી. કાણોદર ગામના યુવક નકલી અધિકારીના ઢોંગ કરનાર વ્યક્તિનો શિકાર બન્યો હતો. ક્રાઈમ બ્રાન્ચનો અધિકારી બનેલ આ બનાવટી શખ્સે યુવકને કુરિયરમાં ડ્રગ્સ હોવાનું કહ્યું હતુ. આમ કહી યુવક પાસેથી 32 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ શખ્સે પોતે ક્રાઈમ બ્રાન્ચનો અધિકારી હોવાનું જણાવતા યુવક પાસેથી બેંક એકાઉન્ટની પણ માહિતી લીધી હતી. અધિકારીની ધમકી આપતા યુવકે પણ પોતાની બેંકની તમામ વિગતો નકલી અધિકારીને આપી હતી. જે બાદ યુવકના ખાતામાંથી રૂપિયા 32 લાખ જેટલા ટ્રાન્સફર કરાવ્યા હતા. જેમાં કુરિયર આપવા આવેલ વ્યક્તિએ નકલી ક્રાઈમ બ્રાંચના અધિકારી બની યુવક પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હતા. યુવકને આ બાબતની જાણ થતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.